જાદુગરે શૉમાં ગાયબ કર્યો હાથી, હવે હાઇકોર્ટમાં થશે સુનાવણી
પોતાના જાદુને કારણે લોકોને ચકિત કરી દેનાર આનંદ પોતાના એક શૉને કારણે હવે મુસીબતમાં ફસાઈ ગયા છે. હાથીને પોતાના શૉમાં લાવવું તેમને હવે ભારે પડી રહ્યું છે. એક પશુ સંગઠન તેમને હાઇકોર્ટ સુધી ખેંચી લાવ્યું છે. ઇન્દોરમાં જાદુગર આનંદે એક શૉમાં માદા હાથીનો પ્રયોગ કરીને એક કરતબ દેખાડ્યું, તે માદા હાથી બિમાર હતી. પશુ સંગઠન ઘ્વારા તેને પશુ અત્યાચાર ગણાવ્યું છે.

ગાયબ કર્યો હાથી
જાદુગર આનંદ ઇન્દોરમાં કરેલા પોતાના એક શૉને કારણે મુસીબતમાં ફસાઈ ગયા છે. એક શૉ દરમિયાન તેમને હાથીનો ઉપયોગ કર્યો. મહાવત રામેશ્વરની હાથણી રજની તેમને એક શૉ માટે ભાડે લીધી. ત્યારપછી તેમને પોતાના એક શૉમાં તેને ગાયબ કરવાનું કરતબ બતાવ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે હાથણી બીમાર હતી તેમ છતાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો. પશુ સંગઠન પીપલ્સ ઓફ એનિમલ નામના એક સંગઠનને તેના વિશે જાણકારી મળી ત્યારે તેમને વન વિભાગને તેની સૂચના આપી.

વન વિભાગ અધિકારીઓ પણ કઈ કરી શક્યા નહીં
જયારે વન વિભાગ અધિકારીઓ શૉની હાથણી જોવા આવ્યા ત્યારે જાદુગર આનંદે તેમને એક આદેશ બતાવી દીધો. આનંદે અધિકારીઓને ઇન્દોર કલેક્ટર નિશાંત બારવડે નો આદેશ બતાવ્યો ત્યારપછી અધિકારીઓ કઈ પણ કર્યા વિના પાછા ચાલ્યા ગયા. ત્યારપછી પશુ સંગઠને હાઇકોર્ટની મદદ માંગી.

24 મેં દરમિયાન હાઇકોર્ટમાં સુનાવણી
તેમની સામે હાઇકોર્ટ જનાર પ્રિયાંશુ જૈન ઘ્વારા જણાવવામાં આવ્યું કે હાથીના ઘાયલ હોવા પર શૉ માટે તેની ઉપયોગ કરવું પશુ અત્યાચાર છે. તેમને જણાવ્યું કે હાથી એનિમલ વેલ્ફેર બોર્ડની ટાઈપ 1 કેટેગરીમાં આવે છે. એટલા માટે તેના ઉપચાર પછી તેને જંગલમાં છોડી મુકવો જોઈએ. આ મામલે હાઇકોર્ટમાં 24 મેં દરમિયાન સુનાવણી થશે.