For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલને અણ્ણાની સલાહ, એક સમયે એક જ મુદ્દો ઉઠાવે

By Super
|
Google Oneindia Gujarati News

anna-hazare-arvind-kejriwal
મુંબઇ, 21 ઑક્ટોબરઃ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચલાવવા માટે પોતાની નવી ટીમ બનાવવા જઇ રહેલા ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હજારેએ શનિવારે કહ્યું કે તેમની ટીમમાં પૂર્વ સહયોગી અરવિંદ કેજરીવાલના સમર્થકો માટે કોઇ સ્થાન નથી. આ જાણકારી આપતા અણ્ણા હજારેના ખાસ સહયોગી કિરણ બેદીએ કહ્યું કે અણ્ણા હજારે આગામી 24 અને 25 નવેમ્બરે રાલેગણ સિદ્ધિમાં પોતાની નવી કોર કમિટી સાથે બેઠક કરશે. આ વચ્ચે પૂર્વ આર્મી ચીફ વી કે સિંહના ઘણા પ્રખ્યાત લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

રાજનેતાઓ અને રાજકીય હસ્તીઓ પર અરવિંદ કેજરીવાલે હુમલાઓ કરતા નારાજ જણાયેલા અણ્ણા હજારેએ કેજરીવાલને સલાહ આપી છે કે તેમના માટે એ સારું રહેશે કે તે એક સમય પર એક જ મુદ્દો ઉઠાવે. તેટલું જ નહીં અણ્ણાએ કેજરીવાલને એવી સલાહ પણ આપી છે કે જે મુદ્દો ઉઠાવે તેને સમાધાન સુધી લઇ જાય અને ત્યાર બાદ બીજા મુદ્દા અંગે વિચારે. અણ્ણાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે એક સાથે ઘણા મુદ્દાઓ ઉઠાવવાથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ થશે અને સમાધાન સુધી પહોંચવું અઘરું થઇ જશે.

બીજી તરફ કિરણ બેદીએ શનિવારે કહ્યું કે અણ્ણા પોતાની નવી કોર કમિટીમાં એવા લોકોને રાખવા ઇચ્છે છે કે સ્વભાવથી પક્ષપાતી ના હોય અને સુધારા માટે સંપૂર્ણ લગનથી કામ કરી શકે. જનરલ સિંહ ઉપરાંત અણ્ણાની નવી ટીમનો હિસ્સો બનવા માટે જે લોકોએ સંપર્ક સાધ્યો છે, તેમાં પીવી રાજગોપાલ, રાજેન્દ્ર સિંહ, પૂર્વ આઇપીએસ અધિકારી પ્રકાશ સિંહ અને મીડિયા જગત સાથે જોડાયેલા મિનહાસ મર્ચન્ટ તથા પૂર્વ સરકારી અધિકારી ભૂરે લાલ પણ છે.

English summary
Differing with Arvind Kejriwal’s style of frequently targeting political leaders, Anna Hazare told a news channel that his ex-teammate “should take every issue to a logical conclusion instead of gunning for a leader every week".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X