જનલોકપાલ બિલ મુદ્દે અણ્ણા હઝારેનો હાથ કેજરીવાલના માથે

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે તેઓ ગઇકાલે અણ્ણા હઝારેને દિલ્હીમાં મળ્યા હતા, અણ્ણા જનલોકપાલ મુદ્દા પર મારી સાથે છે. અત્રે નોંધનીય છે કે કેજરીવાલે ધમકી આપી છે કે જો 16 ફેબ્રુઆરી સુધી દિલ્હીમાં જનલોકપાલ બિલ પાસ નહીં કરવામાં આવે તો તેઓ પોતાના હોદ્દા પરથી રાજીનામુ ધરી દેશે. કાનૂન વિશેશ્લકોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની મંજૂરી વગર બિલ અસંવૈધાનિક બની રહેશે કેજરીવાલ આની પર અડેલા છે.

જેનાથી પોલીસ અધિકારીઓના સસ્પેન્સન મુદ્દા બાદ તેઓ અને કેન્દ્ર સરકાર ફરીથી આમને સામને આવી ગયા છે. એટલું જ નહીં કેજરીવાલની જિદના કારણે તેમના વિધાયક પણ તેમના વિરોધી બની ગયા છે. નિર્દળીય વિધાયક રામવીર શૌકીને સમર્થન પાછું ખેંચવા પર પહેલા જ પોતાનો મત જાહેર કરી દીધો છે.

રાજીનામું આપવાની ધમકી આપવા પર દિલ્હીમાં વિપક્ષના નેતા ડોક્ટર હર્ષવર્ધન એ ટ્વિટ કર્યું છે કે અમે કેજરિવાલને ભાગવાની તક નહીં આપીએ. તેમણે જે વચનો જનતાને આપ્યા છે, તેને પૂરા કરવા જ પડશે. ભાજપ વિધાયકોનો સમૂહ આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મુલાકાત કરશે, જેમાં રાજ્યની રાજનૈતિક દશા પર ચર્ચા કરવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી પદથી રાજીનામું આપીને કેજરીવાલ જનતાની વચ્ચે એ સંદેશ પહોંચાડવા માગે છે કે તેમણે જનતાના હીતો માટે જ પોતાની ખુરશી છોડી દીધી, જેનો લાભ તેમને લોકસભા ચૂંટણી 2014માં મળી શકે છે. તેની પર અણ્ણા હજારેનું કહેવું છે કે જો બીજી વખત ચૂંટણીની સ્થિતિ પેદા થાય છે તો આમ આદમી પાર્ટીને બહુમત મળશે, જે દિલ્હી માટે સારૂ રહેશે.

જ્યારે કિરણ બેદીનું કહેવું છે કે કેજરીવાલ પોતે એવું નથી ઇચ્છતા કે દિલ્હીમાં સ્થિતિ સામાન્ય બને. અને રાજ્યના લોકો સરળતાથી જીવન વિતાવી શકે. જ્યારે ભાજપી નેતા વિજય ગોયલે જણાવ્યું કે આ માત્ર સામાન્ય ચૂંટણીમાં બઢત મેળવવા માટે કરવામાં આવતા પ્રયત્નો છે.

ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ દિલ્હીના ઘટનાક્રમ પર જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં જનતાની સહાનુભૂતિ મેળવવા માટે કેજરીવાલ દિલ્હીમાં નાટક, નોટંકી કરી રહ્યા છે.

કોણ કેજરીવાલની સાથે કોણ સામે...

ડોક્ટર હર્ષવર્ધન, ભાજપ

ડોક્ટર હર્ષવર્ધન, ભાજપ

રાજીનામું આપવાની ધમકી આપવા પર દિલ્હીમાં વિપક્ષના નેતા ડોક્ટર હર્ષવર્ધન એ ટ્વિટ કર્યું છે કે અમે કેજરિવાલને ભાગવાની તક નહીં આપીએ. તેમણે જે વચનો જનતાને આપ્યા છે, તેને પૂરા કરવા જ પડશે. ભાજપ વિધાયકોનો સમૂહ આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મુલાકાત કરશે, જેમાં રાજ્યની રાજનૈતિક દશા પર ચર્ચા કરવામાં આવશે.

અણ્ણા હઝારે

અણ્ણા હઝારે

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે તેઓ ગઇકાલે અણ્ણા હઝારેને દિલ્હીમાં મળ્યા હતા, અણ્ણા જનલોકપાલ મુદ્દા પર મારી સાથે છે. અણ્ણા હઝારેનું કહેવું છે કે જો બીજી વખત ચૂંટણીની સ્થિતિ પેદા થાય છે તો આમ આદમી પાર્ટીને બહુમત મળશે, જે દિલ્હી માટે સારૂ રહેશે.

કિરણ બેદી
 

કિરણ બેદી

જ્યારે કિરણ બેદીનું કહેવું છે કે કેજરીવાલ પોતે એવું નથી ઇચ્છતા કે દિલ્હીમાં સ્થિતિ સામાન્ય બને. અને રાજ્યના લોકો સરળતાથી જીવન વિતાવી શકે.

વિજય ગોયલ, ભાજપ

વિજય ગોયલ, ભાજપ

જ્યારે ભાજપી નેતા વિજય ગોયલે જણાવ્યું કે આ માત્ર સામાન્ય ચૂંટણીમાં બઢત મેળવવા માટે કરવામાં આવતા પ્રયત્નો છે.

માયાવતી, સમાજવાદી પાર્ટી

માયાવતી, સમાજવાદી પાર્ટી

ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ દિલ્હીના ઘટનાક્રમ પર જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં જનતાની સહાનુભૂતિ મેળવવા માટે કેજરીવાલ દિલ્હીમાં નાટક, નોટંકી કરી રહ્યા છે.

English summary
Delhi chief minister Arvind Kejriwal claimed that Anna Hazare is with me on the issue of Jan Lokpal bill.
Please Wait while comments are loading...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X