For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારે જો પોતાનુ વચન ન પાળ્યુ તો પદ્મભૂષણ પાછો આપી દઈશઃ અન્ના હજારે

છેલ્લા 5 દિવસોથી કેન્દ્ર સરકારની નીતિઓ સામે ઉપવાસ પર બેઠેલા સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ પોતાનો પદ્મભૂષણ પુરસ્કાર પાછો આપવાની ધમકી આપી છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા 5 દિવસોથી કેન્દ્ર સરકારની નીતિઓ સામે ઉપવાસ પર બેઠેલા સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ પોતાનો પદ્મભૂષણ પુરસ્કાર પાછો આપવાની ધમકી આપી છે. તેમણે કહ્યુ કે તે 8 કે 9 તારીખે રાષ્ટ્રપતિને પોતાનો આ પુરસ્કાર પાછો આપી દેશે. તેમણે કહ્યુ કે સમાજ અને દેશ સેવા માટે આ પુરસ્કાર મને આપવામાં આવ્યો હતો પરંતુ દેશની આવી હાલત છે તો મારુ મન કહે છે કે હું આ પુરસ્કારનું શું કરુ. હું આ પુરસ્કાર કોઈની પાસે માંગવા તો નહોતો ગયો. તેમણે કહ્યુ કે મોદી સરકારે સામાન્ય જનતાનો વિશ્વાસ તોડ્યો છે.

anna hazare

ઉલ્લેખનીય છે કે અન્ના હજારે બુધવારથી અહમદનગર જિલ્લામાં સ્થિત પોતાના પૈતૃક ગામ રાલેગણ સિદ્ધિમાં ઉપવાસ બેઠા છે. તે કેન્દ્રમાં લોકપાલ અને મહારાષ્ટ્રમાં લોકાયુક્તની તત્કાળ નિયુક્તિ અને ખેડૂતોના મુદ્દે સમાધાન માટે આ ઉપવાસ કરી રહ્યા છે. એનડીએ ગઠબંધનમાં ભાજપના સાથી દળ શિવલેનાએ આ ઉપવાસનું સમર્થન કર્યુ છે અને તેમની માંગોને યોગ્ય ગણાવી છે. ઉપવાસ અંગે અન્નાએ કહ્યુ કે જો મને કંઈ પણ થાય તો લોકો પીએમ મોદીને જ આના જવાબદાર ગણાવશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા અન્નાની આ માંગોનું સમર્થન કરીને લગભગ 110 પ્રદર્શનકારીઓએ રાલેગણ સિદ્ધઇથી 38 કિમી દૂર પરનાર ક્ષેત્રા સૂપા ગામમાં અહમદનગર-પૂણે હાઈવે જામ કરી દીધો હતો. લોકપાલ માટે અન્નાની આ ત્રીજી હડતાળ છે.

આ પણ વાંચોઃ CBI કામ કરે તો રાજકીય બદલો અને ના કરે તો પીંજરાનો પોપટઃ ભાજપઆ પણ વાંચોઃ CBI કામ કરે તો રાજકીય બદલો અને ના કરે તો પીંજરાનો પોપટઃ ભાજપ

English summary
anna hazare on indefinite hunger strike warned to return padma bhushan honour
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X