For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘આપ’ના ગોપાલ રાય પર ભડક્યા અણ્ણા કહ્યું,‘ ગેટ આઉટ’

|
Google Oneindia Gujarati News

રાલેગણ સિદ્ધી, 13 ડિસેમ્બરઃ અણ્ણા હઝારે જન લોકપાલ પર અનશન કરી રહ્યાં છે. અનશનના ચોથા દિવસે અણ્ણાના પૂર્વ અને હાલના સહયોગીઓ વચ્ચે જોરદાર હંગામો મચ્યો. હંગામો એટલો વધી ગયો કે મંચ પર બેસેલ અણ્ણા પણ ભડકી ગયા અને આમ આદમી પાર્ટીએ નેતાને બહાર જતા રહેવા આદેશ કર્યો હતો. હંગામો પૂર્વ સેનાધ્યક્ષની વાતોથી શરૂ થયો. અણ્ણાના અનશનમાં શામેલ થવા આવેલા વીકે સિંહે કોઇનું પણ નામ લીધા વગર આપ પાર્ટીના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો. વીકે સિંહે કહ્યું કે આજે જરૂરી એ વાત છે કે, આપણે દેશને આગળ લઇ જવા માટે એકસાથે કામ કરીએ ના કે અલગ-અલગ પાર્ટી બનાવીને પોતાના હિતો સિદ્ધ કરીએ.

annahazare
વીકે સિંહની વાતને વચ્ચેતી કાપતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલે વિરોધ વ્યક્ત કર્યો તો વીકે સિંહ તેમને ચૂપ રહેવા જણાવ્યું અને કહ્યું કે તેમ એ અંગે પછીથી વાત કરજો. તેમણે કહ્યું કે, તમને મારી વાત ખોટી લાગી રહ્યી હોય તો એ અંગે મારી સાથે પછીથી ચર્ચા કરજો. બન્ને વચ્ચે વાદ-વિખવાદ થતો રહ્યો. વીકે સિંહે ઇશારો કરીને ગોપાલ રાયને કહ્યું કે તમે લોકોએ જે ખોટું કર્યું છે, એ હું બોલી રહ્યો છું. બન્ને વચ્ચે તુ-તુ મે-મે થવા લાગી.

હંગામો વધતો જોઇને અણ્ણાએ માઇક લીધું અને આપ નેતા ગોપાલ રાય પર ભડક્યાં હતા. તેમણે કહ્યું કે, જો તમે હંગામો કરવાના છો તો ગામની બહાર જતા રહોં અહી તમારી જરૂર નથી. આપ નેતા પર ગુસ્સે થતાં અણ્ણાએ કહ્યું કે, મે તમને કાલે જ તમને અનશન કરતા રોક્યા હતા. અણ્ણા, કાલે કુમાર વિશ્વાસ દ્વારા તેમના મંચ પરથી રાજકિય ભાષણ કરવામાં આવતા ગુસ્સે ભરાયા હતા. આજ ફરી એકવાર આપ નેતાએ હંગામો કરતા અણ્ણા ભડકી ગયા હતા. જનલોકપાલ માટે અણ્ણા હઝારે અનિશ્ચિતકાલિન અનશન પર છે. આજે ચોછા દિવસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ તેમને આંદોલનનું સમર્થન કર્યું છે. અણ્ણાએ કહ્યું છે કે જ્યા સુધી સંસદમાં જન લોકપાલ બિલ પાસ નહીં થાય ત્યા સુધી તે પોતાના અનશન નહીં તોડે.

English summary
During fast Anna Hazare says get out to AAP's Gopal Rai During his fast in Ralegarh Siddhi social activist Anna Hazare scolded Aam Admi Party's leader Gopal Rai and said get out from the village. Incident took lace when VK Singh was on the dias.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X