For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ પર લગાવેલા આરોપ ખોટા: અણ્ણા હઝારે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: અણ્ણા હઝારેએ અરવિંદ કેજરીવાલ પર તેમને મારવાના લાગેલા આરોપને બકવાસ ગણાવ્યા હતા. મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે જે લોકોએ આ અફવાહ ફેલાવી છે તેમની પાસે કોઇ પૂરાવા નથી. જોકે અણ્ણા હઝારેએ સ્વામી અગ્નિવેશનું નામ લીધા વગર જ આરોપોને રદિયો આપી દીધો હતો.

અણ્ણા બુધવારે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ચૂંટણી સભા કરશે. તેમણે કહ્યું કે લાગતું નથી કે સરકાર મજબૂત લોકપાલ બિલ લાવી શકશે. અણ્ણા હજારેએ એ પણ જણાવ્યું કે મને જીવ જવાની બીક નથી. જો સરકાર લોકપાલ બિલ નહી લાવી તો હું આવનાર સરકારના કાર્યકાળમાં પણ મજબૂત લોકપાલ માટે આમરણ અનશન કરીશ.

anna hazare
અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ પર સ્વામી અગ્નિવેશે એવો આરોપ લગાવ્યો છે કે તેઓ અણ્ણાને અનશન કરાવીને મારવા માંગતા હતા. અગ્નિવેશના આ આરોપનો જવાબ આપતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અણ્ણા પર એક નહી પણ સો જિંદગીઓ કુર્બાન કરી શકાય. કેજરીવાલે ટ્વિટ કરીને અગ્નિવેશ પાસે જવાબ માગ્યો હતો કે તેઓ કયા આધારે તેમની પર આવો આરોપ લગવે છે. કેજરીવાલે અગ્નિવેશને પૂછ્યું હતું કે તેમની પાસે આ આરોપને સાબિત કરવા માટે કોઇ નક્કર પૂરાવા છે કે નહી?.

આ પહેલા અગ્નિવેશે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને લાગે છે કે અણ્ણાનું બલિદાન આંદોલન માટે યોગ્ય રહેશે. સ્વામી અગ્નિવેશે આ વાતનો દાવો એક ન્યૂઝ ચેનલને આપેલા એક ઇંટર્વ્યુમાં કર્યો. જોકે કેજરીવાલે અગ્નિવેશના આરોપોને પડકારી તેમને સવાલ કર્યો છે કે અગ્નિવેશ પાસે આરોપો સાબિત કરવા માટે પુરાવા છે?

English summary
Anna Hazare Rebuttal allegation against Arvind kejriwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X