For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમર્થકોને અણ્ણાએ કહ્યું, 'હું ઠીક થઇ રહ્યો છું'

|
Google Oneindia Gujarati News

anna hazare
ગોરેગાંવ, 9 ડિસેમ્બરઃ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેના સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો છે. અસ્વસ્થતા જણાતા તેને શુક્રવારે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક ડોક્ટરે શનિવારે કહ્યું કે અણ્ણાને એક કે બે દિવસમાં રજા આપવામાં આવશે.

મેડિસિટી મેદાંતાના એક વરિષ્ઠ ચિકિત્સક કે.એલ. સહગલે જણાવ્યું કે, અણ્ણા આ સમયે તણાવમા નથી. નરેશ ત્રેહનની આગેવાનીમાં ચિકિત્સકોની એક ટીમે અણ્ણાના તપાસ અહેવાલ પર નજર રાખી રહ્યાં છે. શુક્રવારની તુલનામાં તેમની સ્થિતિ સારી છે. આશા છે કે એક કે બે દિવસમાં તેમને ઘરે જવાની મંજૂરી આપવામાં આવશે.

તેમણે કહ્યું કે, તેમની સ્થિતિમાં સુધારાઓ થઇ રહ્યાં છે અને તેમના આવશ્યક અંગો વ્યવસ્થિત કામ કરી રહ્યાં છે. તેમને આહારમાં વિશેષજ્ઞના નિર્દેશ પર ભોજન આપવામાં આવે છે. તેમને આરામની જરૂર છે. 75 વર્ષિય અણ્ણા હજારેને ખાંસી, પેટમાં અમલ્તા અને નબળાઇની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલના આઇસીયુથી પોતાના સમર્થકો માટે એક સંદેશમાં અણ્ણાએ કહ્યું કે, હું ઠીક થઇ રહ્યો છું અને જાન્યુઆરીમાં કાર્યકર્તાઓને મળીશ. જેમ કે પહેલેથી નક્કી છે, હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોને જાગરુક કરવા માટે દેશભરમાં પ્રવાસ કરીશ.

English summary
Anna Hazare, who was admitted to a private hospital here Friday, is recovering and will be discharged in a two day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X