For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અણ્ણા આજના યુગના મહાત્મા ગાંધી છે તો કેજરીવાલ ભગતસિંહ

By Super
|
Google Oneindia Gujarati News

Anna Hazare
નવીદિલ્હી, 01 ઑક્ટોબરઃ અણ્ણા હજારે આજના યુગના ગાંધી છે તો કેજરીવાલ ભગતસિંહ છે, આવું કહેવું છે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન સાથે જોડાયેલા અરૂણ ચૌધરી, કલ્પના શર્મા અને રોહિત અગ્રવાલનું. વ્યવસાયે આઇટી એન્જિનીયર સાથે જ્યારે વનઈન્ડિયાએ વાત કરી તો તેમણે ખુલીને આ અંગે જણાવ્યું.

અણ્ણા અને કેજરીવાલને આદર્શ માનનારા ત્રણેય કાર્યકર્તાનું કહેવું છે કે અણ્ણા અને કેજરીવાલ વચ્ચે ક્યારેયપણ મતભેદ થઇ શકે નહીં. બન્નેનો રસ્તો અલગ-અલગ છે પરંતુ બન્નેની મુકામ એક જ છે. બન્ને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિસ્વાર્થભાવે લડી રહ્યાં છે.

જે રીતે આઝાદીના દિવસોમાં નરમ-ગરમ દળો અંગે વાંચ્યું છે. તેવી રીતે અણ્ણા અને કેજરીવાલ પણ છે. અણ્ણા શાંતિદૂત છે અને ગાંધીજીની જેમ અંહિસાવાદી છે પરંતુ દેશને ભ્રષ્ટાચારીઓથી આઝાદ કરાવવા ઇચ્છે છે, બીજી તરફ અરવિંદ કેજરીવાલ આજના ભગતસિંહ છે, જે થોડા વધારે આક્રમક છે અને ભગતસિંહની જેમ ઇંટનો જવાબ પથ્થરથી આપવા માંગે છે. જે રીતે ગાંધી અને ભગતસિંહ એકબીજાનું સન્માન કરતાં હતા તેવી રીતે અણ્ણા- કેજરીવાલ પણ એકબીજાનું સન્માન કરે છે. બન્નેને ખબર છે કે બન્નેના ઇરાદા ખોટા નથી. મતભેદની વાતો ખોટી અને પાયાવિહોણી છે જેને બળજબરીપૂર્વક રજૂ કરવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે સોમવારે સવારે અણ્ણાના અત્યંત નજીક રહી ચુકેલા અરવિંદ કેજરીવાલે દિલ્હીના તિવારી ભવનમા અણ્ણા સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ કેજરીવાલે એટલું કહ્યું કે ભલે તેઓ અણ્ણાજી સાથે નથી પરંતુ એનો અર્થ એ કાઢવો જોઇએ નહીં કે અમારી વચ્ચે મતભેદ છે. અણ્ણા મારા આદર્શ હતા અને રહેશે.

એવા સમાચાર છે કે અણ્ણા સોમવારે પોતાની નવી ટીમની જાહેરાત કરી શકે છે અને આ ટીમની કમાન કિરણ બેદીના હાથમાં હશે, જ્યારે કેજરીવાલ પોતાની નવી રાજકિય પાર્ટીની જાહેરાત મંગળવારે એટલે કે ગાંધી જંયતિના દિને કરશે. કેજરીવાલે જાહેરાત કરી છે કે તે આગામી વર્ષે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે અને તમામ બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. અણ્ણા, કેજરીવાલના રાજકિય પગલાથી ઘણા નારાજ છે અને તેથી તે કેજરીવાલ સાથે નથી.

English summary
India Against Corruption members has said that Anna Hazare is their Mahatama Gandhi where as Arvind Kejriwal is their Bhagat Singh so no fight for them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X