કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને યુએનએસસીમાં લાગ્યો મોટો ઝટકો
કાશ્મીર મુદ્દાનુ આંતરરાષ્ટ્રીયકરણ કરવા પર અડી રહેલા પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. યુએનએસસીની અનૌપચારિક બેઠકમાં પાકિસ્તાનને ઝટકો ખાવો પડ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે જણાવ્યુ કે પાકિસ્તાને યુએનએસસીના સભ્ય ચીન દ્વારા આ મંચનો દૂરુપયોગ કરવાની કોશિશ કરી હતી. પરંતુ યુએનએસસીના મોટાભાગના સભ્યોનો એ મત છે કે આ રીતના મુદ્દાઓ ઉઠાવવા માટે યુએનએસસી યોગ્ય મંચ નથી, આ મુદ્દાને દ્વિપક્ષીય સ્તર પર વાતચીત દ્વારા ઉકેલવો જઈએ.
રવીશ કુમારે કહ્યુ કે આ અનૌપચારિક બેઠક બંધ બારણે સંપન્ન થઈ પરંતુ આનુ કોઈ પણ નિષ્કર્ષ ન નીકળ્યુ. પાકિસ્તાન અકળામણમાં નિરાધાર આરોપ લગાવી રહ્યુ છે, કે જે ચિંતિત કરનાર માહોલ બનાવી રહ્યુ છે, પાકિસ્તાનની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે. અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાનને એ સ્પષ્ટ સંદેશ મળી ગયો હશે કે જો ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ મુદ્દો છે અને તેના પર ચર્ચા કરવાની જરૂર છે તો આના પર ચર્ચા ભારત અને પાકિસ્તાન વચ્ચે જ થશે. પાકિસ્તાન પાસે એ વિકલ્પ છે કે વારંવાર વૈશ્વિક સ્તરે પોતાનુ અપમાન ન કરાવે અને પોતાને ભવિષ્યમાં આ રીતની હરકતથી દૂર રાખે.
વળી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંભવિત ભારત પ્રવાસ પર રવીશ કુમારે કહ્યુ કે ઘણા મહિનાઓથી એ રીતના કયાસ લગાવવામાં આવી રહ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી મોદી ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા તો તેમણે ભારત આવવાનુ આમંત્રણ આપ્યુ હતુ. આ મુદ્દે બંને જ દેશ એકબીજાના સંપર્કમાં છે. જ્યારે પણ અમારી પાસે આ વિશે પૂરતી માહિતી હશે, અમે તમારી સાથે શેર કરીશુ.
આ પણ વાંચોઃ હા, હું પાકિસ્તાની છુ, આ દેશ નરેન્દ્ર મોદી, અમિત શાહના બાપનો નથીઃ અધીર રંજન