For Daily Alerts
શરીરમાં છૂપાવી રાખ્યું હતું 16 લાખનું સોનું
કોલકતા, 24 જૂનઃ મુંબઇના મોબિન મકસૂદ અલી અલેકરને સોમવારે કસ્ટમ એર ઇન્ટેલિજેન્સ યુનિટના અધિકારીઓએ કોલકતા એરપોર્ટ પરથી ઝડપ્યો છે. બેન્કોકથી કોલકતા પહોંચેલા મકસૂદે પોતાના શરીરમાં સોનાની વચાર સિલ્લિયાં છૂપાવીને રાખે હતી. જેમાં એકનું વજન 152.5 ગ્રામ હતુ. જેની કિંમત 16.4 લાખ રૂપિયા જણાવવામાં આવી છે.
માહિતી અનુસાર પોલીસ દ્વારા જે યાત્રીની ધરપકડ કરવામાં આવી છે, તેણે પોતાના ગુદામાર્ગમાં સોનું છૂપાવ્યું હતું. આ એક નવી મોડસ ઓપરેન્ડી છે, જે આ પ્રકારની સામગ્રીની સ્મિગ્લિંગ કરનારાઓમાં ઘણી લોકપ્રિય બની છે.
આ શખ્સ મોબિન ઇન્ડિંગો ફ્લાઇટથી કોલકતા પહોંચ્યો હતો. તે મુંબઇ જવા માટે ડોમેસ્ટિક લાઉન્જ તરફ જઇ રહ્યો હતો. તેણે ગ્રીન ચેનલ પસંદ કરી જેના પર કસ્ટમ અધિકારીઓને શંકા ગઇ હતી. તેના શરીરની તલાશી લેવામાં આવતા, તેમાંથી સોનું મળી આવ્યું હતું. નોંધનીય છે કે, આ પહેલા થોડાક દિવસ અગાઉ જ કસ્ટમ વિભાગે શ્રીલંકાના રિયાઝ નામના એક વ્યક્તિના ગુદામાર્ગમાંથી 15 સોનાની સિલ્લિયાં મેળવી હતી. તે દૂબઇથી આવ્યો હતો. એ સોનાની કિંમત 42 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું.