For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામવિલાસ પાસવાને શાહને કહ્યુ, “વટહુકમ લાવો નહિતર મુશ્કેલી વધશે”

પાર્ટી પ્રમુખ અને કેન્દ્રીય ખાદ્ય તેમજ નાગરિક પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને પોતાના તેવર બતાવતા ભાજપના અધ્યક્ષ અમિત શાહને કહ્યુ કે દલિતોની વિરુધ્ધના અત્યાચાર સામે તરત જ વટહુકમ લાવવામાં આવે.

|
Google Oneindia Gujarati News

આગામી લોકસભા ચૂંટણીને હવે 11 મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. એનડીએના સહયોગીઓ ભાજપની સામે સતત પોતાના તેવર બતાવી રહ્યા છે. આ વખતે એનડીએના મહત્વના સહયોગી લોક જનશક્તિ પાર્ટીએ પોતાના તેવર બતાવ્યા છે. પાર્ટી પ્રમુખ અને કેન્દ્રીય ખાદ્ય તેમજ નાગરિક પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને પોતાના તેવર બતાવતા ભાજપના અધ્યક્ષ અમિત શાહને કહ્યુ કે દલિતોની વિરુધ્ધના અત્યાચાર સામે તરત જ વટહુકમ લાવવામાં આવે.

જલ્દી લાવવામાં આવે વટહુકમ

જલ્દી લાવવામાં આવે વટહુકમ

દલિતો વિરુધ્ધ થઈ રહેલા અત્યાચાર સામે તરત વટહુકમની માંગ કરતા પાસવાને કહ્યુ કે દલિતોને પ્રમોશનમાં પણ અનામત સુનિશ્ચિત કરવામાં આવે. સાથે જ બિહારને વિશેષ રાજ્યના દરજ્જાની માંગને પણ તેમણે અમિત શાહ સાથે મુલાકાત દરમિયાન આગળ મૂકી. પાસવાને સ્પષ્ટ કરી દીધુ કે જો જલ્દીમાં જલ્દી દલિતો વિરુધ્ધના અત્યાચાર અંગે વટહુકમ લાવવામાં નહિ આવે તો મુશ્કેલી વધી શકે છે.

બિહાર હકદાર

બિહાર હકદાર

પાસવાને કહ્યુ કે બિહાર સૌથી ગરીબ રાજ્ય છે માટે તેને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ અને તે આનો હકદાર પણ છે. છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી નીતિશ કુમાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે. વળી, પાસવાને કહ્યુ કે બિહાર સૌથી ગરીબ છે. ઘણા રાજ્યો આની માંગ કરી રહ્યા છે પરંતુ બિહાર આનો સૌથી વધુ હકદાર છે. પાસવાનના પુત્ર ચિરાગ પણ અમિત શાહ સાથે બેઠક દરમિયાન હાજર હતા.

શત્રુઘ્ન સિન્હાએ પણ બતાવ્યા હતા તેવર

શત્રુઘ્ન સિન્હાએ પણ બતાવ્યા હતા તેવર

ઉલ્લેખનીય છે કે હાલમાં જ જે રીતે નીતિશ કુમારે ફરીથી એકવાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી હતી તેના પર નિશાન સાધતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યુ હતુ કે નીતિશ મારા મિત્ર, કામ કરવાનું શરૂ કરી દો નહિતર અર્જૂન તમારી જગ્યા લેવા તૈયાર છે. તેમણે તેજસ્વી યાદવને અર્જૂન ગણાવતા કહ્યુ હતુ કે જો કામ નહિ કરો તો તેઓ તેના માટે તૈયાર છે અને આખા બિહારમાં તેમનો અવાજ મજબૂત થયો છે.

English summary
Another trouble for BJP government in center Ramvilas Paswan says bring draft against Dalit atrocities
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X