For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી

2014 બાદથી જે રાજ્યોમાં ચૂંટણી થઈ છે ત્યાં મોટાભાગના રાજ્યોમાં સત્તા પરિવર્તન થતુ દેખાઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણાનો રૂઝાન સતત સામે આવી રહ્યા છે. આ રૂઝાનોની માનીએ તો ચાર રાજ્યોમાં સત્તા પરિવર્તન થતુ દેખાઈ રહ્યુ છે. 2014 બાદથી જે રાજ્યોમાં ચૂંટણી થઈ છે ત્યાં મોટાભાગના રાજ્યોમાં સત્તા પરિવર્તન થતુ દેખાઈ રહ્યુ છે. છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર અને મિઝોરમમાં કોંગ્રેસની હાર પણ આ ટ્રેંડનું પરિણામ છે. વળી, તેલંગાનામાં ટીઆરએસ પોતાની ખુરશી બચાવવામાં સફળ રહી. આવુ જ કંઈક ગયા વર્ષે ગુજરાતની ચૂંટણીમાં જોવા મળ્યુ હતુ. જ્યાં ભાજપ કોંગ્રેસ સામે કાંટાની ટક્કર બાદ સત્તામાં પાછી આવવામાં સફળ થઈ હતી.

આ પણ વાંચોઃ આજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટઆ પણ વાંચોઃ આજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ

ત્રણ રાજ્યોમાં ભાજપ સામે જબરદસ્ત સત્તા વિરોધી લહેર

ત્રણ રાજ્યોમાં ભાજપ સામે જબરદસ્ત સત્તા વિરોધી લહેર

જો વાત કરીએ તો મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની તો અહીં ભાજપ છેલ્લા 15 વર્ષોથી સત્તામાં છે પરંતુ રાજસ્થાનમાં 2013માં થયેલી ચૂંટણીમાં વસુંધરા રાજે સિંધિયાએ પ્રચંડ બહુમત સાથે કમબેક કર્યુ હતુ. ત્રણ રાજ્યોમાં ભાજપ સામે જબરદસ્ત સત્તા વિરોધી લહેર હતી. જ્યાં છત્તીસગઢમાં કોંગ્રેસ પૂર્ણ બહુમત સાથે કમબેક કરી રહી છે તો વળી, મધ્ય પ્રદેશમાં હજુ પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાનો મુકાબલો ચાલી રહ્યો છે. વળી, રાજસ્થાનમાં કોંગ્રેસે ભાજપને પછાડી દીધી છે પરંતુ હજુ પણ બહુમતના આંકડાથી દૂર જણાઈ રહી છે.

2014 બાદ જ્યાં પણ ચૂંટણી થઈ છે ત્યાં સત્તા વિરોધ લહેર જોવા મળી

2014 બાદ જ્યાં પણ ચૂંટણી થઈ છે ત્યાં સત્તા વિરોધ લહેર જોવા મળી

અમે વાત કરી રહ્યા છે કે 2014 બાદ જ્યાં પણ ચૂંટણી થઈ છે ત્યાં સત્તા વિરોધી લહેર જોવા મળી છે. જેના કારણે સત્તામાં બેઠેલી સરકાર પોતાની ખુરશી બચાવવામાં નિષ્ફળ રહી. 2014ની લોકસભા ચૂંટણી બાદ પહેલી ચૂંટણી દિલ્લીમાં થઈ હતી. જ્યાં સત્તામાં 15 વર્ષથી કોંગ્રેસની શીલા દીક્ષિતની સરકાર હતી. જેને પહેલી વાર સત્તામાં આવેલી આમ આદમી પાર્ટીએ પછાડી દીધી હતી. સ્થિતિ એ બની કે કોંગ્રેસ પોતાનું ખાતુ પણ ના ખોલી શકી નહોતી.

યુપીમાં અખિલેશ યાદવને આ ટ્રેંડને કારણે સત્તા ગુમાવવી પડી

યુપીમાં અખિલેશ યાદવને આ ટ્રેંડને કારણે સત્તા ગુમાવવી પડી

2014ની લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્ર, હરિયાણમા, અસમ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થઈ છે. આ બધા રાજ્યોમાં કોંગ્રેસની સરકારો હતી અને તેને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડ્યો. જેના કારણે કોંગ્રેસ બધા રાજ્યોમાં હારી ગઈ. વળી, પંજાબમાં અકાલી દળ અને ભાજપ ગઠબંધનની સરકારને સત્તા સામે ચાલેલી લહેરનો સામનો કરવો પડ્યો અને યુપીમાં અખિલેશ યાદવને આ જ ટ્રેંડના કારણે સત્તા ગુમાવવી પડી.

અમુક સીએમ જ બચાવી શક્યા પોતાની સત્તા

અમુક સીએમ જ બચાવી શક્યા પોતાની સત્તા

જો કે અમુક રાજ્યોમાં સત્તા વિરોધી લહેરની કોઈ અસર થઈ નહિ. સત્તામાં બેઠેલા સીએમ પોતાની ખુરશી બચાવવામાં સફળ રહ્યા. ઓડિશામાં નવીન પટનાયકના નેતૃત્વવાળી બીજેડી અને પશ્ચિમ બંગાળમાં મમત બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે સત્તામાં જબરદસ્ત કમબેક કરી બતાવી દીધુ કે તેમની સામે સત્તા વિરોધી લહેર નહોતી. આ જ પરિસ્થિતિ કંઈક 2015માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી. જ્યારે નીતિશકુમારે લાલુની પાર્ટી આરજેડી સાથે ગઠજોડ કરીને બિહારમાં પોતાની સત્તા બચાવી લીધી. જો કે આ ગઠબંધન બે વર્ષથી પણ ઓછા સમયમાં તૂટી ગયુ. વળી, કર્ણાટક એકમાત્ર રાજ્ય રહ્યુ જ્યાં કોંગ્રેસ ગઠબંધન બનાવીને સત્તામાં કમબેક કરવામાં સફળ રહી.

આ પણ વાંચોઃ તેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગઆ પણ વાંચોઃ તેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ

English summary
anti incumbency trends in assembly election result 2018 bjp madhya pradesh rajasthan chhattisgarh mizoram Telangana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X