For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની બ્રહ્મોસ યુનિટમાં કામ કરી રહેલ પાકિસ્તાની જાસૂસની ધરપકડ

ઉત્તરપ્રદેશ એન્ટી ટેરર સ્કવોડ (એટીએસ) એ નાગપુરમાં બ્રહ્મોસ યુનિટમાં કામ કરી રહેલા એક પાકિસ્તાની એજન્ટની ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશ એન્ટી ટેરર સ્કવોડ (એટીએસ) એ નાગપુરમાં બ્રહ્મોસ યુનિટમાં કામ કરી રહેલા એક પાકિસ્તાની એજન્ટની ધરપકડ કરી છે. ડીઆરડીઓની નાગપુર યુનિટમાં કામ કરી રહેલા જાસૂસનું નામ નિશાંત અગ્રવાલ જણાવવામાં આવી રહ્યુ છે. જે પાકિસ્તાની ખૂફિયા એજન્સી આઈએસઆઈને ટેકનિકલ સિક્રેટ પહોંચાડતો હતો.

nishant

અહેવાલ મુજબ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ એટીએસે જોઈન્ટ ઓપરેશન હેઠળ અગ્રવાલની ધરપકડ કરી લીધી છે. અગ્રવાલ ડીઆરડીઓમાં રહીને બ્રહ્મોસ યુનિટમાં કામ કરી રહ્યો હતો. આ સાથે અન્ય 2 વૈજ્ઞાનિક એજન્સીના રડાર પર છે જે કાનપુર ડીઆરડીઓ સાથે જોડાયેલા છે. આ જોઈન્ટ ઓપરેશન બાદ અગ્રવાલની ધરપકડ કરી એટીએસ તેની પૂછપરછ કરી રહી છે. વળી, નાગપુર પોલિસે અત્યાર સુધીમાં આ મામલે હજુ સુધી કંઈ પણ કહ્યુ નથી. હજુ સુધી માલુમ પડી શક્યુ નથી કે પાકિસ્તાન માટે ભારતના ડિફેન્સ સેક્ટરમાં જાસૂસી કરી રહેલ નિશાંત કેટલા સમયથી અને શું રાષ્ટ્રદ્રોહનું કામ કરી રહ્યો હતો.

આ પણ વાંચોઃ યુપી-બિહારના લોકો પર થઈ રહેલા હુમલા અંગે નીતિશે સીએમ રૂપાણી સાથે કરી વાતઆ પણ વાંચોઃ યુપી-બિહારના લોકો પર થઈ રહેલા હુમલા અંગે નીતિશે સીએમ રૂપાણી સાથે કરી વાત

મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ એટીએસે પૂરતૂ જાણકારી બાદ જાસૂસ નિશાંત સામે જોઈન્ટ ઓપરેશન લોન્ચ કર્યુ હતુ જેને છેવટે સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે નિશાંત ઉત્તરાખંડનો રહેવાસી છે અને છેલ્લા 4 વર્ષથી ડીઆરડીઓની નાગપુર યુનિટમાં કામ કરી રહ્યો હતો. ગયા મહિને ઉત્તરાખંડની એટીએસ ટીમે નોઈડાથી બીએસએફના એક જવાનની ધરપકડ કરી હતી. જે પાકિસ્તાની ખૂફિયા એજન્સીને સેના સાથે જોડાયેલી સિક્રેટ ઈન્ફોર્મેશસન આપી રહ્યો હતો. વળી, આ વર્ષે મે માં ઉત્તરાખંડના જ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. વળી, તે ઘણી વાર પાકિસ્તાનમાં ભારતીય એમ્બેસીમાં પણ પ્રવેશ કરવામાં સફળ થયો હતો.

આ પણ વાંચોઃ તોગડિયાનો પીએમ મોદી, ભાગવત પર હુમલોઃ 'હિંદુ ક્યારેય ભાજપને મત ન આપતા'આ પણ વાંચોઃ તોગડિયાનો પીએમ મોદી, ભાગવત પર હુમલોઃ 'હિંદુ ક્યારેય ભાજપને મત ન આપતા'

English summary
Anti-Terror Squad nabs Nishant Agarwal, a Brahmos Unit worker on charges of spying in Nagpur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X