• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અનુરાગ કશ્પયે પાયલ ઘોષનાં યૌન ઉત્પીડનના આરોપ પર શું કહ્યું?

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો.

પાયલ ઘોષે અનુરાગ કશ્યપને ટ્વિટર પર ટૅગ કરીને તેમણે લખ્યું, ''અનુરાગ કશ્યપે મારી સાથે જબરદસ્તી કરી હતી. નરેન્દ્ર મોદીજી તમને અનુરોધ છે કે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરો અને દેશને ખબર પડે કે સત્ય શું છે. મને ખબર છે કે મારા માટે આ કહેવું નુકસાનદાયક નિવડશે અને મારી સુરક્ષાને ખતરો છે. કૃપયા મારી મદદ કરો. ''

https://twitter.com/iampayalghosh/status/1307307613248462848

પાયલે કરેલા ટ્વીટને અભિનેત્રી કંગના રનૌતે રિટ્વીટ કર્યું અને #MeToo હૅશટૅગ લગાવતાં લખ્યું, ''દરેક અવાજ મહત્ત્વ ધરાવે છે. અનુરાગ કશ્યપની ધરપકડ કરો. ''

https://twitter.com/KanganaTeam/status/1307348316519149571

પાયલ ઘોષના ટ્વીટને રિટ્વીટ કરતાં રાષ્ટ્રીય મહિલાપંચનાં પ્રમુખ રેખા શર્માએ આ મામલાની સમગ્ર જાણકારી માગી. રેખા શર્માએ લખ્યું, ''તમે મને ncw@nic.in અને @NCWIndia પર વિસ્તારપૂર્વક પોતાનો પક્ષ મોકલી શકો છો. આખો મામલો જોવામાં આવશે.''

https://twitter.com/sharmarekha/status/1307341205878042628

રેખા શર્માએ આ મામલા પર રિટ્વીટ કર્યા બાદ પાયલ ઘોષે લખ્યું, ''આભાર, હું આવું જ કરીશ.''


અનુરાગ કશ્યપની પ્રતિક્રિયા

ત્યાર બાદ અનુરાગ કશ્યપની પ્રતિક્રિયા આવી. તેમણે રાત્રે 12.38 વાગ્યે હિંદીમાં ચાર ટ્વીટ કર્યા.

તેમણે લખ્યું, શું વાત છે, આટલો સમય લાગી ગયો મને ચૂપ કરાવવાના પ્રયાસમાં. ચાલો કોઈ વાત નહીં. મને ચૂપ કરાવતા કરાવતા એટલું ખોટું બોલી ગયાં કે મહિલા હોવા છતાં બીજાં મહિલાઓને પણ તેમાં ઢસેડ્યાં. થોડી મર્યાદા રાખો મૅડમ. બસ એટલું જ કહીશ કે આ બધા આરોપ આધારહીન છે. ''

અનુરાગે બીજા ટ્વીટમાં લખ્યું, ''બાકી મારા પર આરોપ મૂકતા, મારા કલાકારો અને બચ્ચન પરિવારને પણ ઘસીટ્યો. મૅડમ બે લગ્ન કર્યાં છે, તે અપરાધ હોય તો મંજૂર છે અને બહુ પ્રેમ કર્યો છે, એ પણ કબૂલ કરું છું.''

અનુરાગ કશ્યપે પાયલના આરોપનો જવાબ આપતા લખ્યું, "ચાહે મારાં પ્રથમ પત્ની હોય તે બીજાં કે પછી કોઈ પ્રેમિકા અથવા બહુ બધી અભિનેત્રીઓ જેમની સાથે મેં કામ કર્યું છે, અથવા એ છોકરીઓ અને મહિલાઓની ટીમ જે હંમેશા મારી સાથે કામ કરતા આવ્યાં છે, કે પછી એ મહિલાઓ જેમને હું બસ મળ્યો જ છું, એકલામાં કે પછી જનતાની વચ્ચે, હું આ પ્રકારનું વર્તન કર્યારેય કરતો નથી, ન ક્યારેય આવું વર્તન સહન કરું છું."

"બાકી જે થશે એ જોયું જશે, તમારા વીડિયોમાં જ દેખાય છે કે કેટલું સત્ય છે અને કેટલું નહીં, બાકી તમારા માટે દુઆ અને પ્રેમ. તમારી અંગ્રેજીનો જવાબ હિંદીમાં આપવા માટે માફી.''

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુ બાદ બોલીવૂડમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. જૂથવાદ પણ વધ્યો છે.

સુશાંતસિંહ રાજપૂતના પરિવારે અભિનેત્રી અને સુશાંતસિંહના ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર આરોપ લગાવ્યા છે અને કેસ પણ દાખલ કર્યો છે. આ મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે. ત્યારથી રિયા ચક્રવર્તી સતત સોશિયલ મીડિયામાં નિશાના પર છે.

તેમને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે તેમનાં વિરુદ્ધ મીડિયા ટ્રાયલ ચાલી રહ્યું છે.

કેટલાક લોકોનું માનવું છે કે અદાલતની કાર્યવાહી પૂર્ણ થયા પછી કોઈ પણ મત જાહેર કરવો જોઈએ.

બોલીવૂડ પણ આ મામલે બેફામ છે. અનુરાગ કશ્યપ પણ આ વિવાદના કેન્દ્રમાં છે. અભિનેત્રી કંગના રનૌત સાથે તેમનો વાદ-વિવાદ સોશિયલ મીડિયામાં અવારનવાર જોવા મળે છે.


પાયલ ઘોષ કોણ છે?

પાયલ 2017માં 'પટેલ કી પંજાબી શાદી' ફિલ્મમાં અભિનેતા પરેશ રાવલનાં પુત્રી બન્યાં હતાં.

પાયલ બોલીવૂડમાં બહુ ચર્ચિત ચેહરો નથી. તેમણે દક્ષિણ ભારતની અમુક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

તેમણે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આની પહેલાં તેઓ લોકપ્રિય ટીવી કાર્યક્રમ સાથિયા-2માં પણ કામ કરી ચૂક્યાં છે.https://www.youtube.com/watch?v=IJT0CUqwOWQ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
anurag kashyap's reply on payal ghos's allegation of sexual harassment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X