2 વર્ષની બાળકીની હત્યા મામલે અલીગઢના વકીલોનો મોટો ફેસલો
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં ઘટિત રૂવાંટાં ઉભાં કરી દેતી ઘટના બાદ સૌકોઈ ગુસ્સે ભરાયા છે. 2 વર્ષની માસૂમ બાળકીની હતયા કરી દેવામાં આવી. બાળકીનો મૃતદેહ ચાર દિવસ સુધી કચરાના ઢગલામાં પડ્યો રહ્યો. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલ લોકોએ માગણી કરી કે દોષિતોને એવી સજા મળે, જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાને અંજામ આપવાનો વિચાર પણ ન કરે. સોશિયલ મીડિયા પર પણ બાળકીની હત્યાના આ મામલાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલામાં અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે આ કેસને લઈ અલીગઢ બાર એસોસિએશને એક મોટો ફેસલો લીધો છે.

આરોપીઓનો કેસ કોઈ નહિ લડે
અલીગઢના વકીલોએ ફેસલો કર્યો છે કે જિલ્લાના કોઈપણ વકીલ માસૂમ બાળકીની હત્યાના આરોપીઓનો કેસ નહિ લડે. અલીગઢ બાર એસોસિએશનના મહાસચિવ એડવોકેટ અનૂપ કૌશિકે આ વિશે જાણકારી આપતા જણાવ્યું કે, 'અમે સંપૂર્ણપણે માળકીના પરિવાર સાથે ઉભા છીએ. અમે લોકો બહારના કોઈ વકિલને પણ કેસ લડવા નહિ દઈએ. અમે લોકો બાળકીના ન્યાય માટે લડીશું.'

કચરાના ઢગલામાં મળ્યો બાળકીનો દેહ
ઉલ્લેખનીય છે કે અલીગઢના ટપ્પલ વિસ્તારમાં બાળકી ચાર દિવસથી લાપતા હતી. ગત રવિવારે કચરાના ઢગલામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો. બાળકીના હાથ-પગ કાપ્યા બાદ સળગાવી તેની હત્યા કરી દેવામાં આવી હતી. બાળકીના મૃતદેહને જોઈ વિસ્તારના લોકોનો ગુસ્સો ભડકી ગયો છે અને તેમણે મૃતદેહને પોલીસ સ્ટેશન સામે રાખી રસ્તા પર જામ લગાવી દીધો છે. પરિજનોએ બાળકી સાથે રેપની આશંકા જતાવી. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ખુલાસો થયો છે કે બાળકીની હત્યા બહુ નિર્મમ રીતે કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે તેમણે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમને સખ્ત સજા અપાવી પરિવારને ન્યાય અપાવશે.

એસઆઈટી કેસની તપાસ કરશે
જો કે શરૂઆતમાં પોલીસે બાળકી સાથે રેપની ઘટનાથી ઈનકાર કર્યો હતો. પોલીસનું કહેવું છે કે બંને આરોપીઓએ 5 હજાર રૂપિયાના ઉધારને લઈ બાળકીની હત્યા કરી હતી. બાળકના પરિજનોએ આરોપ લગાવ્યો છે કે મૃતદેહને પહેલાં બે આરોપીઓમાંથી કોઈ એકના ઘરે છૂપાવીને રાખવામાં આવ્યો હતો અને બાદમાં કચરાના ઢગલામાં ફેંકી દીધો. આ મામલે આનંદ કુમા, એડીજીએ શુક્રવારે કહ્યુ્ં કે અલીગઢના એસપી ગ્રામીણના નેતૃત્વમાં આ ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત એસઆઈટીમાં ફોરેન્સિક સાઈન્સ ટીમ, સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ અને વિશેષજ્ઞોની એક ટીમને પણ સામેલ કરવામાં આવી છે. એસઆઈટી ફાસ્ટ ટ્રેકના આધારે કેસની તપાસ કરશે. મામલામાં પૉક્સે એક્ટની કલમ પણ જોડવામાં આવશે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું
આ મામલાને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરી બાળકીના પરિજનો માટે ન્યાયની પુકાર લગાવી છે. અલીગઢની ઘટનાને લઈ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, 'અલીઢની માસૂમ બાળકી સાથે બનેલ અમાનવીય અને ઘૃણાસ્પદ ઘટનાએ રૂવાંટાં ઉભાં કરી દીધાં. આપણે આ કેવો સમાજ બનાવી રહ્યા છીએ? બાળકીના માતા-પિતા પર કેવી વીતતી હશે વિચારીને જ કાંપવા લાગું છું. અપરાધીઓને આકરામાં આકરી સજા મળવી જોઈએ.'
બિલકિસ બાનો કેસઃ રિટાયરમેન્ટના ઠીક એક દિવસ પહેલા ગુજરાતના આ IPS અધિકારી ડિસમિસ