• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અબ્દુલ કલામ પુણ્યતિથિઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના 12 મહત્વપૂર્ણ કોટ્સ

|

આજે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અબુલ પાકિર જૈનુલાઅબદીન અબ્દુલ કલામ (એપીજે અબ્દુલ કલામ)ની પુષ્ણતિથિ છે. કલામને ભારતીય મિસાઈલ પ્રોગ્રામના જનક માનવામાં આવે છે. આ જ કારણ છે કે લોકો તેમને 'મિસાઈલમેન' પણ કહે છે. આ ઉપરાંત તે દેશના એવા રાષ્ટ્રપતિ હતા જેમને 'જનતાના રાષ્ટ્રપતિ' કહેવામાં આવતા હતા. 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમાં જન્મેલા અબ્દુલ કલામનુ મૃત્યુ 27 જુલાઈ 2015ના રોજ થયુ તો આખો દેશ શોકમાં ડૂબી ગયો. 85ની ઉંમરમાં યુવાનોનું જોશ ધરાવતા કલામનુ મૃત્યુ મેઘાયલમાં થયુ હતુ જ્યારે તે બાળકોને લેક્ચર આપી રહ્યા હતા. ગરીબીમાં બાળપણ વીત્યા બાદ પણ તે એક સફળ વૈજ્ઞાનિક અને એન્જિનિયર રૂપે પ્રખ્યાત છે. અબ્દુલ કલામે પોતાના જીવનકાળમાં ઘણા એવા અનમોલ વિચાર આપ્યા જે લોકો માટે પ્રેરણાદાયક બન્યા. અહીં અમે તમને તેમણે લખેલા અમુક ખાસ કોટ્સ બતાવવા જઈ રહ્યા છે જે તમારા માટે એક બહેતર જીવન વ્યતીત કરવાં સહાયક બની શકે છે.

‘સૂરજ જેવુ ચમકવુ હોય તો સૂરજ જેવા બળો'

‘સૂરજ જેવુ ચમકવુ હોય તો સૂરજ જેવા બળો'

 • જો તમે સૂરજની જેમ ચમકવા ઈચ્છતા હોવ તો પહેલા સૂરજની જેમ બળો.
 • તમારા મિશનમાં સફળ થવા માટે, તમારે તમારા લક્ષ્ય પ્રત્યે એકચિત્ત નિષ્ઠાવાન થવુ પડશે.
 • આપણે હાર ન માનવી જોઈએ અને આપણે સમસ્યાઓથી પોતાને હરાવવા ન દેવા જોઈએ.
 • સપના એ નથી જે તમે ઉંઘમાં જુઓ, સપના એ છે જે તમને ઉંઘ ન આવવા દે.
સમાજમાં ત્રણ જ લોકો લાવી શકે છે મોટો ફેરફાર

સમાજમાં ત્રણ જ લોકો લાવી શકે છે મોટો ફેરફાર

 • પોતાની આજ કુરબાન કરો જેથી આગળ આવનારી પેઢીને સારી કાલ મળી શકે.
 • વિજ્ઞાન માનવતા માટે એક સુંદર ભેટ છે, આપણે એને બગાડવુ ન જોઈએ.
 • જો કોઈ દેશને ભ્રષ્ટાચાર મુક્ત થવુ હોય અને સુંદર દિમાગવાળા લોકોથી ભરવુ હોય તો સમાજમાં ત્રણ એવા લોકો છે જે આવુ કરી શકે છે. તે છે - પિતા, માતા અને અધ્યાપક.
 • રચનાત્મકતા ભવિષ્યમાં સફળતાની કુંજી છે અને પ્રાથમિક શિક્ષણ દરમિયાન જ શિક્ષક બાળકોની રચનાત્મકતાને ઉભારી શકે છે.

આ પણ વાંચોઃ કર્ણાટકમાં મોટી હલચલ, JDS ધારાસભ્યોએ કુમારસ્વામીને કહ્યુ, ‘ભાજપને સપોર્ટ કરો'

‘મુશ્કેલીઓથી મળેલી સફળતામાં જ આનંદ છે'

‘મુશ્કેલીઓથી મળેલી સફળતામાં જ આનંદ છે'

 • મુશ્કેલીઓ બાદ મળેલી સફળતા જ અસલી આનંદ આપે છે. એક નેતા એ હોય છે જેના પોતાના કંઈ વિચાર હોય, જેને કંઈ કરવાની ઈચ્છા હોય. જે મુશ્કેલીઓથી ડરે નહિ. જેને ખબર હોય કે સમસ્યાઓનો સામનો કેવી રીતે કરાય. સૌથી મહત્વપૂર્ણ, જે પોતાની વાત પર અડગ રહે.
 • જે દિવસે સિગ્નેચર ઑટોગ્રાફમાં બદલાઈ જાય, માન લો કે તમે સફળ થઈ ગયા.
 • કોઈને હરાવવા બહુ સરળ છે પરંતુ કોઈની જીતી લેવા ખૂબ મુશ્કેલ.

English summary
APJ Abdul Kalam death anniversary: Read 12 inspiring quotes by Missile Man of India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more