For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘અપની બાત રાહુલ કે સાથ': 20 વર્ષની છાત્રાએ શેર કરી રાહુલ સાથેના ડિનરની વાતો

પીએમ મોદીના ‘મન કી બાત' ના જવાબમાં કોંગ્રેસે ‘અપની બાત રાહુલ કે સાથ' અભિયાન શરૂ કર્યુ છે. દિલ્લીની શ્રીરામ કોલેજની છાત્રા પ્રતિષ્ઠા દેવેશ્વરે આ કાર્યક્રમ દ્વારા ડિનર પર રાહુલ ગાંધી સાથે વાત કરી હતી.

|
Google Oneindia Gujarati News

જ્યારે 20 વર્ષની પ્રતિષ્ઠા દેવેશ્વરને કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા સાથે ડિનર પર મળવા માટે દેશની વિવિધ જગ્યાએથી આવેલા 6 છાત્રોમા શામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ તે વખતે આ છાત્રાને બિલકુલ અંદાજ નહોતો કે તે નેતા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધી હશે. પીએમ મોદીના 'મન કી બાત' ના જવાબમાં કોંગ્રેસે 'અપની બાત રાહુલ કે સાથ' અભિયાન શરૂ કર્યુ છે. દિલ્લીની શ્રીરામ કોલેજની છાત્રા પ્રતિષ્ઠા દેવેશ્વરે આ કાર્યક્રમ દ્વારા ડિનર પર રાહુલ ગાંધી સાથે વાત કરી હતી.

પ્રતિષ્ઠાએ જણાવ્યો અનુભવ

પ્રતિષ્ઠાએ જણાવ્યો અનુભવ

એનડીટીવી સાથે વાતચીત દરમિયાન પ્રતિષ્ઠાએ જણાવ્યુ, ‘મને કોંગ્રેસની ઓફિસમાંથી ફોન આવ્યો અને મને જણાવવામાં આવ્યુ કે આપણે એક વરિષ્ઠ કોંગ્રેસ નેતાને મળવા જઈ રહ્યા છે અને આપણે તેમની સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાની રહેશે. આપણે આપણા સવાલો તેમને પૂછી શકીએ છીએ. પરંતુ અમને એ નહોતુ જણાવાયુ કે તે નેતા રાહુલ ગાંધી હશે. પરંતુ ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા અને મીડિયાને જોઈને લાગ્યુ હતુ કે તે કોઈ ખાસ વ્યક્તિને મળવા જઈ રહ્યા છે.'

દિવ્યાંગતા પર શું બોલ્યા રાહુલ?

દિવ્યાંગતા પર શું બોલ્યા રાહુલ?

આ કાર્યક્રમનો એક વીડિયો પણ કોંગ્રેસે ટ્વીટર પર શેર કર્યો હતો. આ કાર્યક્રમ કેટલો સ્ક્રિપ્ટેડ હતો? આના પર પ્રતિષ્ઠાએ કહ્યુ, ‘બિલકુલ નહિ, અમને કહેવામાં આવ્યુ હતુ કે જે ઈચ્છો તે વાત કરો અને પૂછો. આ એકદમ સ્વાભાવિક હતુ, રિયલ હતુ. જ્યારે પૂછવામાં આવ્યુ કે રાહુલ ગાંધી કેવા નેતા છે, તો 20 વર્ષની છાત્રાએ કહ્યુ કે તે બહુ ચાર્મિંગ છે અને બહુ સમજી વિચારીને સવાલોના જવાબ આપે છે. તેમણે પોતે પણ સ્વીકાર્યુ કે દિવ્યાંગતા એક ગંભીર સમસ્યા છે જેને નેતાઓએ નજરઅંદાજ કરી છે.'

પીએમ મોદી સાથે કરવા ઈચ્છે છે મુલાકાત

પીએમ મોદી સાથે કરવા ઈચ્છે છે મુલાકાત

પ્રતિષ્ઠાએ કહ્યુ કે તે રાહુલ ગાંધી પહેલા ઘણા નેતાઓને મળી ચૂકી છે પરંતુ રાહુલ ગાંધીનો વ્યવહાર અને હાવભાવ એકદમ અલગ હતો. તે ચર્ચા કરવા માટે તૈયાર રહે છે. પ્રતિષ્ઠા કહે છે કે પીએમ મોદી એ આગામી નેતા છે જેમને તે મળવા ઈચ્છે છે જેથી તે એ નક્કી કરી શકે કે વર્ષ 2019માં પહેલી વાર મત કરવા જાય તો તેને ખબર હોય કે આમાંથી કોણ સારુ છે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, કહ્યુ - NDAથી અલગ થવા યોગ્ય સમયની રાહઆ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, કહ્યુ - NDAથી અલગ થવા યોગ્ય સમયની રાહ

English summary
Apni Baat Rahul Ke Saath: 20-Year-Old Shares What Rahul Gandhi Said Over Dinner
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X