• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોહિત શેખર મર્ડર કેસઃ રાજકારણમાં પદ અને સંતાનની ઈચ્છાએ અપૂર્વાને બનાવી ખૂની!

ઈન્દોરથી દિલ્લી આવેલી અપૂર્વા એક મહત્વાકાંક્ષી મહિલા હતી અને તે દિલ્લીમાં વકીલાત તેમજ રાજકારણની દુનિયામાં કંઈક મોટુ મેળવવાના ઉદ્દેશ્યથી આવી હતી.
|
Google Oneindia Gujarati News

દિલ્લીની એક અદાલતે દિવંગજ એન ડી તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીની હત્યામાં પકડાયેલ તેમની પત્ની અપૂર્વા શુક્લાને શુક્રવારે 14 દિવસના ન્યાયિક કસ્ટડી પર મોકલી દીધી. મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દીપક સહરાવતે પોલિસ દ્વારા એ માહિતી આપ્યા બાદ કે અપૂર્વાને કસ્ટડીમાં લેવાયા બાદ પૂછપરછની જરૂર નથી તેને જેલમાં મોકલી દેવામાં આવી. હવે ધીમે ધીમે અપૂર્વા વિશે ઘણા સત્ય સામે આવી રહ્યા છે. ઈન્દોરથી દિલ્લી આવેલી અપૂર્વા એક મહત્વાકાંક્ષી મહિલા હતી અને તે દિલ્લીમાં વકીલાત તેમજ રાજકારણની દુનિયામાં કંઈક મોટુ મેળવવાના ઉદ્દેશ્યથી આવી હતી.

આ પણ વાંચોઃ એર ઈન્ડિયાનું સર્વર 5 કલાક રહ્યુ ઠપ્પ, દુનિયાભરના એરપોર્ટ પર ફસાયા મુસાફરોઆ પણ વાંચોઃ એર ઈન્ડિયાનું સર્વર 5 કલાક રહ્યુ ઠપ્પ, દુનિયાભરના એરપોર્ટ પર ફસાયા મુસાફરો

રોહિતના સહારે રાજકારણમાં મોટુ પદ મેળવવા ઈચ્છતી હતી અપૂર્વા

રોહિતના સહારે રાજકારણમાં મોટુ પદ મેળવવા ઈચ્છતી હતી અપૂર્વા

નવભારત ટાઈમ્સના સમાચાર મુજબ અપૂર્વાએ રોહિત સાથે લગ્ન એટલા માટે કર્યા હતા જેથી રાજકારણમાં પોતાનું એક સ્થાન બનાવી શકે. રોહિતના કારણે કોંગ્રેસ પાર્ટીમાં તેની જગ્યા બની શકે. આ બધુ અચાનક નહિ પરંતુ અપૂર્વાએ પ્રી-પ્લાન મુજબ કર્યુ હતુ. માહિતી મુજબ મેટ્રોમોનિયલ સાઈટ પર રોહિતને મળ્યા બાદ અપૂર્વાએ પોતાની નેટવર્કિંગ સ્કિલનો જોરદાર ઉપયોગ કર્યો હતો. તેણે રોહિત વિશે પૂરેપૂરી માહિતી ભેગી કરી. અપૂર્વાને જ્યારે ખબર પડી કે રોહિત ઉત્તરાખંડ અને યુપીના સીએમ નારાયણ દત્ત તિવારીનો પુત્ર છે અને રોહિતે એન ડી તિવારીને પોતાના જૈવિક પિતા સાબિત કરવા માટે કાયદાકીય લડાઈ પણ લડી હતી તો અપૂર્વાએ એન ડી તિવારીનું પણ રાજકીય કેરિયર તપાસ્યુ હતુ. કહેવાય છે કે રાજકીય મહત્વાકાંક્ષાઓ માટે તે રોહિત સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. અપૂર્વા આઈએનટીયુસી ઝારખંડ યુનિટની પ્રેસિડેન્ટ હતી.

રોહિતની મા ઉજ્વલાએ પણ જણાવ્યુ અપૂર્વાની રાજકીય ઈચ્છાઓ વિશે

રોહિતની મા ઉજ્વલાએ પણ જણાવ્યુ અપૂર્વાની રાજકીય ઈચ્છાઓ વિશે

રોહિતની મા ઉજ્વલાની માનીએ તો અપૂર્વાએ લાલચમાં આવીને રોહિત સાથે લગ્ન કર્યા હતા મારો દીકરો આ લગ્ન કરવા નહોતો ઈચ્છતો. અપૂર્વાની લાલચની ખબર ત્યારે પડી જ્યારે લગ્નના ત્રીજા જ દિવસે અપૂર્વાએ રોહિતને કહ્યુ હતુ કે મધ્યપ્રદેશમાંથી ટિકિટ અપાવી દે. વાસ્તવમાં ઈન્દોરની આસપાસ કોઈ જગ્યાએ એ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની હતી. ઉજ્વલાએ જણાવ્યુ કે આના પર શેખરે જવાબ આપ્યો હતો કે મારુ પોતાનુ કેરિયર હજુ નથી બન્યુ.

અપૂર્વા ઈચ્છતી હતી સંતાન પરંતુ રોહિતને નહોતુ જોઈતુ બાળક

અપૂર્વા ઈચ્છતી હતી સંતાન પરંતુ રોહિતને નહોતુ જોઈતુ બાળક

નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ અપૂર્વા ઈચ્છતી હતી તે મા બને પરંતુ રોહિત આના માટે તૈયાર નહોતો. અપૂર્વાને એવુ લાગતુ હતુ કે રોહિતની ભાભી સાથેના તેના સંબંધોના કારણે તે મા નથી બની શકતી. રોહિત અને અપૂર્વાના સંબંધોમાં ખટાશનું એક કારણ આ પણ માનવામાં આવી રહ્યુ છે.

15 એપ્રિલે ઘરમાં જ કરી દેવામાં આવ્યુ હતુ રોહિતનું ખૂન

15 એપ્રિલે ઘરમાં જ કરી દેવામાં આવ્યુ હતુ રોહિતનું ખૂન

તમને જણાવી દઈએ કે 15 એપ્રિલની રાતે રોહિત શેખરની તેના ઘરમાં જ ગળુ દબાવીને ખૂન કરી દેવામાં આવ્યુ હતુ. તપાસમાં પોલિસને માલુમ પડ્યુ કે ઘરના જ કોઈ વ્યક્તિએ ખૂન કર્યુ છે. આના પર પોલિસે ઘરના લોકોની પૂછપરછ કરી. હાલમાં જ પોલિસે ખુલાસો કરતા જણાવ્યુ કે રોહિત શેખરની હત્યા બીજુ કોઈ નહિ પરંતુ તેની પત્ની અપૂર્વા શુક્લાએ જ કરી છે ત્યારબાદ પોલિસે અપૂર્વાની ધરપકડ કરી લીધી છે.

English summary
Apoorva Shukla killed him for political ambition: Rohit Tiwari’s mother Ujjwala Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X