For Quick Alerts
For Daily Alerts
મહિલાઓની સુરક્ષા માટે આ એપ્સ છે બેસ્ટ
કોચી, 27 જૂનઃ આઇટી ઉદ્યોગના સંગઠન નાસકામે મહિલાઓની સુરક્ષા માટે ડિઝાઇન કરવામાં આવેલી જે 10 એપ્લિકેશનને શ્રેષ્ઠ માની છે, તેમાં કોચીના સ્ટાર્ટઅપ વિલેજની ફર્મો દ્વારા વિક્સાવવામાં આવેલી બે સ્માર્ટફોન એપ્લિકેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એક નિવેદનમાં જણાવવામાં આવ્યા પ્રમાણે એપ્લિકેશન અથવા તો એપ્સમાં એક તો માઇન્ડહેલિક્સ ટેક્નોસોલ દ્વારા વિક્સાવવામા આવેલી સેન્ટિનલ અને આઉકુપા ઇન્નોવેટિવ સોલ્યુશન્સ દ્વારા વિક્સાવવામાં આવેલી આઇફોલો સામેલ છે. નાસકામે મહિલાઓની સુરક્ષા તથા આપાત સ્થિતિમાં મદદ માટે અખિલ ભારતીય પ્રતિયોગિતા એપ ફેમ કોન્ટેસ્ટનું આયોજન કર્યું હતું.
આ પ્રતિયોગિતાને વિજેતાઓએ સેન્ટિનલ તથા આઇફોલો સામેલ છે, જો એન્ડ્રોઇડ ફોન તથા આઇફોન માટે બનાવવામાં આવ્યું છે. આ થકી પહેલાથી જ સેવ કરવામાં આવેલા નંબરો પર આપાત સંદેશ, ઇમેઇલ મોકલવામાં આવી શકે છે.