For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાવર ઓફ પાટીદાર ફિલ્મનો મુહૂર્ત શોટ, હાર્દિકના પિતાના હસ્તે

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

અમદાવાદના ઘાટલોડિયામાં ત્રિપદા સ્કૂલમાં 13 ટકા ફી વધારો ઝીંકાતા હોબાળો

અમદાવાદના ઘાટલોડિયામાં ત્રિપદા સ્કૂલમાં 13 ટકા ફી વધારો ઝીંકાતા હોબાળો

અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા ઈન્ટરનેશનલ સ્કૂલે નિયમોની એસી તૈસી કરીને ફીમાં 13 ટકા વધારો કરી દેતા સ્કૂલના પ્રાંગણમાં વાલીઓએ આજ સવારતી હોબાળો મચાવ્યો છે. સવારથી જ મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા. અને શાળાના મનસ્વી રીતે લેવાયેલા નિર્ણયનો વિરોધ કરવા શાળા સંચાલક સાથે બેઠકની માગ કરી છે. ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલે બે દિવસ પહેલાં મનમાની કરીને 13 ટકા જેટલો ફી વધારો ઝીકી દીધો હતો. સરકારના નિયમ પ્રમાણે 10 ટકાથી વધુ ફી વધારો કરવાનો જીઆર કરવામાં આવ્યો હોવા છતા પણ સ્કૂલ સંચાલકો આ નિયમને અવગણી 13 ટકાનો વધારો ઝીંક્યો છે.

પાવર ઓફ પાટીદાર ફિલ્મનો મુહૂર્ત શોટ, હાર્દિકના પિતાના હસ્તે

પાવર ઓફ પાટીદાર ફિલ્મનો મુહૂર્ત શોટ, હાર્દિકના પિતાના હસ્તે

ગુજરાત તથા ગુજરાત બહાર બહોળી ચર્ચા જ ગાઇ ચૂકેલા પાટીદાર આંદોલન અને તેના નેતા હાર્દિક પરથી બની રહેલી ફિલ્મ "પાવર ઓફ પાટીદાર"નું સુરતના અબ્રામા ખાતે શૂટિંગ આરંભવામાં આવ્યુ હતું. રવિવારે અબ્રામામાં હાર્દિકના પિતાએ શુભ મુહ્રૂતમાં ફિલ્મ માટે પ્રથમ શોટનો આરંભ કરાવ્યો હતો. પાટીદાર ફિલ્મના આરંભે જ સુરતના મોટા વરાછામાં વિસ્તારમાં પાટીદારોની ભીડ જામવા માંડી હતી. હાર્દિક પણ ફિલ્મ મુહૂર્ત વખતે હાજર રહેવા દેવા માટે જેલ પ્રશાસનને એક પત્ર લખવામાં આવ્યો હતો તેથી હાર્દિક આવાનો છે તેવી અફવાઓ ઉડી હતી. ફિલ્મના આરંભે ફિલ્મની તમામ સ્ટારકાસ્ટ હાજર રહી હતી.

ગીરગઢડામાં રેત માફિયાએ ડે.ક્લેક્ટર ઉપર જેસીબી ચઢાવાનો પ્રયાસ કર્યો

ગીરગઢડામાં રેત માફિયાએ ડે.ક્લેક્ટર ઉપર જેસીબી ચઢાવાનો પ્રયાસ કર્યો

ગીરગઢડા વિસ્તારમાં રેત માફિયાઓએ ઉનાના નાયબ ક્લેક્ટર ઉપર જેસીબી ચઢાવી જીવ લેવાનો પ્રય્તન કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગીરગઢડા નજીકના ધોકડવા-મોતીસર ગામની વચ્ચે રાવલ નદીનાં પટ્ટમાંથી ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની માહિતીનાં આધારે ઊનાનાં કલેકટર લિંબાસીયા તેમની ટીમના સાથે દરોડો પાડવા ગયા હતા. જ્યાં નિલેશ ભીખા નામનાં શખ્સે બળજબરીથી ચાલુ જેસીબી કલેકટર અને તેમની ટીમ ઉપર ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ આ શખ્સો નાસી છૂટ્યા હતા. પોલિસે નદીનાં પટમાંથી ત્રણ ટ્રેકટર, જેસીબી સહિત 60 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

ખોરાકી ઝેરની અસરથી મુસ્લિમ પરિવારે એકબીજાને બચકાં ભર્યા !

ખોરાકી ઝેરની અસરથી મુસ્લિમ પરિવારે એકબીજાને બચકાં ભર્યા !

ભૂજના માધાપરના પ્રભુનગરના મુસ્લિમ પરિવારે ખાધેલા ખોરાકની ઝેરી અસરથી એકબીજાને બચકા બર્યા હોવાની ઘટના સામે આવતા આશ્ચર્ય ફેલાયું છે. પરિવારે નજીકના સ્ટોરમાંથી લીધેલા ખાદ્ય પદાર્થના ઉપયોગ બાદ તેની ઝેરી અસરથી પરિવારસના સભ્યો સાનબાન ભૂલીને વિચિત્ર વર્તન કરવા લાગ્યા હતા અને તે પૈકી કેટલાકે તો એકબીજાને બચકાં ભર્યા હતા. ઘટનાની જાણ થતા પાડોશીઓએ આસપાસના 108ને જાણ કરતાં તમામ 23 અસરગ્રસ્તોને તાત્કાલિક નજીકની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં એક પ્રૌઢ તથા એક યુવકની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

રાજકોટમાં પ્રેમિકાએ બીજે સગાઇ કરતા યુવકે તેની પર કર્યો સામૂહિક બળાત્કાર

રાજકોટમાં પ્રેમિકાએ બીજે સગાઇ કરતા યુવકે તેની પર કર્યો સામૂહિક બળાત્કાર

રાજકોટના મંછાનગરમાં રહેતી યુવતી પર તેની સાથે જ કારખાનામાં કામ કરતા અને તેના કહેવાતા પ્રેમી બાલકૃષ્ણ ઉર્ફે બાલી અર્જુન ઠાકુર નામના બિહારી વ્યક્તિ અને યુવકો સાથે મળીને તેની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો. પ્રાપ્ત માહિતી મુજબ યુવતીની અન્ય જગ્યાએ સગાઇ થઇ જવાના કારણે બાલુએ તેની સાથે અન્ય ચાર લોકો સાથે મળીને આ દુષ્કર્મ કર્યું. વળી આ યુવતી સાથે બાલુના ભૂતકાળના પ્રેમસંબંધથી તે ગર્ભવતી પણ બની હતી. અને તેને ગર્ભપાત પણ કરાવ્યો હતો.

સુરતમાં વીજ કંપનીઓની લૂંટ સામે 'આપ'ના ધરણા

સુરતમાં વીજ કંપનીઓની લૂંટ સામે 'આપ'ના ધરણા

ખાનગી વીજ કંપનીઓની ઉઘાડી લૂંટ સામે સુરતમાં આમ આદમી પાર્ટીએ આંદોલનનુ રણશિંગુ ફૂકયું છે. સુરતના કતાર ગામવિસ્તારમાં આપના કાર્યકરોએ ટોરેન્ટ પાવરની ઓફિસ સામે ધરણા કર્યા હતા. ગુજરાતમાં જે રીતે ટોરેન્ટ પાવરનું કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર અને સુરતના અંદાજે 30 લાખથી વધુ વીજ જોડાણ ધારકોને આ કંપનીએ વધુ નાણા પડાવીને લૂંટયા હોવાની બાબત સામે આવતા આપ પાર્ટીએ આ મુદ્દાને પોતાના હાથ પર લઈ લીધો છે. વીજ કંપનીની ઉઘાડી લૂંટ સામે સરકારે આંખ આડા કાન કરતા આપ પાર્ટીએ સામી ચૂટંણીએ આ મુદ્દાને ચગાવાવનું નક્કી કર્યું છે.

અમદાવાદમાં બીમારીથી કંટાળી મહિલાઓ લગાવી મોતની છલાંગ

અમદાવાદમાં બીમારીથી કંટાળી મહિલાઓ લગાવી મોતની છલાંગ

અમદાવાદના સત્તાધાર વિસ્તારમાં સૂરસાગર એપાર્ટમેન્ટમાં રહેતા ફાલ્ગુની ભાવસારે 40 વર્ષની વયે બીમારીથી કંટાળીને દસમા માળેથી ઝંપલાવીને આજે સવારે આપઘાત કરી લીધો હતો. મૃતક મહિલાએ સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે તે લાંબી બીમારીથી કંટાળીને આ અંતિમ પગલું લે છે. જે બાદ સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને પરિવારજનો પાસેથી વધારે વિગતો મેળવી રહી છે. આપઘાત કરનાર મહિલાએ દસમા માળેથી ઝંપલાવતા પાર્કિંગમાં પાર્ક કરેલી કાર ઉપર પટકાયા હતા.

English summary
April 11: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X