For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં દબાણ હટાવા જતા જિંદગીઓ હણાઇ ગઇ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

અમદાવાદમાં દબાણ હટાવા જતા જિંદગીઓ હણાઇ ગઇ

અમદાવાદમાં દબાણ હટાવા જતા જિંદગીઓ હણાઇ ગઇ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગોજારા અકસ્માતમાં 3 લોકોની મોત થઇ છે. નિકોલ વિસ્તારમાં દબાણ હટાવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક દિવાલ પડતા કેટલાક લોકો તેની નીચે દબાયા છે. નોંધનીય છે કે કોર્પોરેશન દ્વારા આ કામ ચાલી રહ્યું હતું ત્યારે સ્થાનિકોનું ટોળું આ કામગીરી જોઇ રહ્યું હતું તેમાં દિવાલ લોકો પડ પડતા દોડધામ થઇ હતી. ઇજાગ્રસ્ત લોકોને મણિનગરની શારદાબહેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જોકે આ ઘટના બાદ મૃતકોના પરિવારજનોએ તેમજ સ્થાનિક લોકોએ આ અંગે ભારો હોબાળો મચાવી રોષ વ્યક્ત કર્યો છે.

રાષ્ટ્રપતિએ પ્રિયંકા, સાનિયાને રજીનીકાંતને પદ્મ સન્માનથી કર્યા સન્માનિત

રાષ્ટ્રપતિએ પ્રિયંકા, સાનિયાને રજીનીકાંતને પદ્મ સન્માનથી કર્યા સન્માનિત

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજીત પદ્મ પુરસ્કાર પ્રદાન કાર્યક્રમમાં બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને પદ્મ, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને પદ્મભૂષણ અને અભિનેતા રજનીકાંતને પદ્મભૂષણ સન્માનથી સન્માનિત કર્યા. ત્યારે એવોર્ડ લેવા માટે પ્રિયંકા હાજર રહી હતી. અને ત્રણેય હસ્તીઓ સાથે એક ફોટો પણ પડાવ્યો હતો.

મુરથલમાં થયો હતો રેપ, ત્રણ મહિલા નોંધાવી ફરિયાદ

મુરથલમાં થયો હતો રેપ, ત્રણ મહિલા નોંધાવી ફરિયાદ

ચંદીગઢમાં ફેબ્રુઆરીમાં થયેલા જાટ આંદોલન દરમિયાન મહિલાઓ સાથે રેપ થયો હોવાની ખબર મીડિયામાં આવી હતી. હવે તે બાદ ત્રણ મહિલાઓએ આ મામલે એફઆઇઆર નોંધાવી છે. જેમાંથી બે મહિલાઓ લેખિત ફરિયાદ પણ કરી છે. જે બાદ પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

લેડી ઓફ ધ હાર્લેના નામથી જાણીતી વીનૂ પાલીવાલની મોત

લેડી ઓફ ધ હાર્લેના નામથી જાણીતી વીનૂ પાલીવાલની મોત

લેડી ઓફ ધ હાર્લેના નામની જાણીતી જયપુરની બાઇક રાઇડર વીનૂ પાલીવાલેની મધ્યપ્રદેશના વિદિશાની પાસે રોડ અકસ્માતમાં મોત થઇ ગઇ છે. વીનૂ 24 માર્ચે હાર્લી ડેવિડસન પર દેશ ભ્રમણ માટે નીકળી હતી. અકસ્માતમાં બાઇક પરથી સ્લિપ થયા બાદ વીનૂને હોસ્પિટલ લઇ જવામાં આવી. જ્યાં તેની મોત થઇ હતી. તેના મિત્રનો આરોપ છે કે ખોટા ઇજેક્શનના કારણે વીનૂની મોત થઇ છે.

ગુજરાત રમખાણોના પીડિતે કહ્યું, ના મૂકો મારો આ ફોટો

ગુજરાત રમખાણોના પીડિતે કહ્યું, ના મૂકો મારો આ ફોટો

2002ના ગુજરાત રમખાણો બાદ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા બે હાથ જોડાયેલા અને રડતી આંખો વાળા કુતુબુદ્દીન અંસારીની આ તસવીર દુનિયાભરના લોકો માટે આ દુર્ધટનાને રજૂ કરતો એક ચહેરો બની ગઇ હતી. પણ આ ધટનાના 14 વર્ષ બાદ કુતુબુદ્દીને મીડિયામાં આવી કહ્યું છે કે બોલીવૂડ અને રાજનૈતિક દળો મારા ચહેરાનો દુરઉપયોગ કરે છે. તેનાથી સારું તો એ હોત કે હું તે રમખાણોમાં મરી જાત જેથી હું મારા બાળકોને સવાલોથી તો બચત. તેમણે કહ્યું કે મારા બાળકો મને પૂછે રાખે છે કે કેમ તમે આવી રીતે દુખી ચહેરા સાથે ઊભા છો. વધુમાં હાલમાં જ અસમ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં કુતુબુદ્દીનનું આ જ પોસ્ટર કોંગ્રેસ ત્યાં વટાવી રહી છે. અને નીચે તેવું કેપ્શન લખ્યું છે કે શું મોદીના ગુજરાતનો મતલબ આ છે? ત્યાં અંસારીનું ખાલી એટલું જ કહેવું છે કે તે અમદાવાદમાં શાંતિથી જીવવા માંગે છે.

કોલ્લમઃ મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ થશે

કોલ્લમઃ મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ થશે

કેરળના પુતિંગલ મંદિરમાં આતશબાજીની આડમાં ભારે આગ લાગી હતી. દુર્ઘટનાના પગલે 112 લોકોનાં મોત થયાં છે જ્યારે 300થી વધુનાં મોત થયાં હતાં. મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાશે.

મોદીના વખાણ કરી કેજરીવાલે કહ્યું- અમે પણ પાણી મોકલશું

મોદીના વખાણ કરી કેજરીવાલે કહ્યું- અમે પણ પાણી મોકલશું

મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં પાણીની અછત હોવાના કારણે મોદીએ ટ્રેન થકી પાણી પહોંચાડ્યું. જેને પગલે કેજરીવાલે મોદીની પ્રશંસા કરી કહ્યું કે અમે પણ મદદ માટે તૈયાર છીએ. સાથે જ લાતૂર માટે દિલ્હીથી દરરોજ 10 લાખ લીટર પાણી મોકલવાની રજૂઆત કરી છે.

દિલ્હી પર ઇસ્લામિક સ્ટેટની નજરઃ ગુપ્તચર એજન્સી

દિલ્હી પર ઇસ્લામિક સ્ટેટની નજરઃ ગુપ્તચર એજન્સી

શીખ મહિલા આંતકી દ્વારા આઇએસ દિલ્હીમાં વિસ્ફોટ કરાવી શકે તેવા ઇનપુટ મળ્યા છે. આઇએસના કેટલાક એજન્ટોએ પહેલેથી શહેરમાં ઘૂસી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. એનઆઇએના અલર્ટને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી.

આધેડ ડૉક્ટરે 19 વર્ષીય નર્સ પર કર્યું દુષ્કર્મ

આધેડ ડૉક્ટરે 19 વર્ષીય નર્સ પર કર્યું દુષ્કર્મ

અમદાવાદમાં એક 50 વર્ષીય ડોક્ટરે તેના દવાખાનામાં કામ કરતી પોતાની દીકરીના વયની નર્સ ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે.પ્રાથમિક વિગતો અનુસાર આ યુવીત અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહે છે અને તેણે ડોક્ટર હેમલ કોઠારીને ત્યાં ચાર વર્ષ કામ કર્યું હતું. ત્યારે ડોક્ટર યુવતીને તેના ઘરે લઈ ગયા હતા અને દુષ્કર્મ આચર્યું હતું તો. હાલમાં નવરંગપુરા પોલીસે ડોક્ટર હેમલ કોઠારીની શોધખોળ હાથ ધરી છે.

English summary
April 12: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X