• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સરકાર સાથે સ્પષ્ટ ચર્ચા સમાધાન મુદ્દે હાર્દિક જ સંભાળશે સૂકાન

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પાટીદારોની સરકાર સાથે સ્પષ્ટ ચર્ચા સમાધાન મુદ્દે હાર્દિક જ સંભાળશે સૂકાન

પાટીદારોની સરકાર સાથે સ્પષ્ટ ચર્ચા સમાધાન મુદ્દે હાર્દિક જ સંભાળશે સૂકાન

સોમવારે ગાંધીનગર ખાતે પાટીદાર અને રાજ્ય સરકાર વચ્ચે સમાધાન મુદ્દે બેઠક થઇ હતી. જેમાં પાટીદાર આગેવાનોએ સમાધાનની પ્રક્રિયામાંથી હાથ પાછો ખોંચતા જણાવ્યું હતું કે અમે ફક્ત હાર્દિક અને અન્ય યુવાનોને જેલમાંથી બહાર કાઢવા સક્રિય છીએ. અનામત મુદ્દે સમગ્ર ચર્ચા સરકારે હાર્દિક સાથે જ કરવી પડશે. સુરતના પાટીદાર અગ્રણી મુકેશ પટેલે જણાવ્યુ હતું કે, પાટીદાર આંદોલનનો અંત સુખદ આવે તે હેતુ સાથે અમે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા છીએ. હાર્દિકનો પત્ર પણ અમે સરકારને પહોંચાડ્યો હતો. અમે સરકારને જણાવ્યુ હતું કે હાર્દિક પટેલને જેલમાંથી બહાર લાવો પછી તે અને લાલજી સરકાર સાથે ચર્ચા કરશે અને આગળનો નિર્ણય લેશે.

નડિયાદમાં બે ભત્રીજાઓએ ફોઈ ઉપર દુષ્કર્મ બાદ કરી હત્યા

નડિયાદમાં બે ભત્રીજાઓએ ફોઈ ઉપર દુષ્કર્મ બાદ કરી હત્યા

નડિયાદ તાલુકાના ચકલાસીના જાદવપુરામાં ત્રીસ વર્ષીય હંસાબેન અંબાલાલ વાઘેલાની લાશ મળી આવતા તેમના ઉપર દુષ્કર્મ ગુજારીને હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો હતો. હંસાબહેનના સગા બે ભત્રીજા રાજેશ ઉર્ફે લાડવો સોમાભાઈ વાઘેલા (ઉં.વ.35) તથા શૈલેષ શાંતિલાલ વાઘેલા (ઉં.વ.28)એ ગત વર્ષે અગિયારમાં મહિનામાં પોતાની સગી ફોઈ ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ સમાજમાં આબરૂ જવાની બીકે બંન્ને તેમનું કાળસ કાઢી નાખ્યું. જો કે પોલીસે બંન્નેની પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત કરી લીધી હતી.

નરેન્દ્ર મોદીએ આજે જમ્મુમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું કર્યું ઉદ્ધાટન

નરેન્દ્ર મોદીએ આજે જમ્મુમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું કર્યું ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારે સુરક્ષા વચ્ચે જમ્મુ પહોંચી કકરિયાલમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું. તે બાદ તેમણે માતા વૈષ્ણવદેવી વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારંભમાં પણ હાજરી આપી લોકોને સંબોધ્યા. વિદ્યાર્થીઓ સંબોધતા મોદીએ કહ્યું કે "તમે જે નથી બની શક્યા તેને ભૂલી તમારા તમારી અસફળતાઓમાંથી શીખવું જોઇએ. "

ઇશરત મામલે ચિદમ્બરમની ભૂમિકાને રિજીજૂએ રાષ્ટ્રવિરોધી ગણાવી

ઇશરત મામલે ચિદમ્બરમની ભૂમિકાને રિજીજૂએ રાષ્ટ્રવિરોધી ગણાવી

ઇશરત જહાં મામલે હાલમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ તે વાત બહાર આવી છે કે ઇશરતને આતંકી કહેવાના જે અજરીનામાંમાં ગૃહમંત્રી પી. ચિંદમ્બરમે સહી કરી હતી તેની પર જ એક મહિનામાં બીજી અરજી દાખલ કરીને તેને નિર્દોષ બતાવવામાં આવી હતી. જે બાદ ગુહ રાજ્યમંત્રી કિરણ રિજીજૂએ ચિંદમ્બરમના આ કામને રાષ્ટ્રવિરોધી કહ્યું છે. નોંધનીય છે કે ઇશરત જહાંના કેસની ફાઇલમાંથી 28 પેઝ પણ ગાયબ છે.

ભૂજમાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો, અકસ્માતમાં થયા 4નાં મોત

ભૂજમાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો, અકસ્માતમાં થયા 4નાં મોત

જૂના કંડલાના રહેવાસી અને નિગામણા મુસ્લિમ પરિવારના સભ્યો હાજી પીરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે નખત્રાણા પાસે આવેલા રવાપર પાસે ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. અને અક્સમાત સર્જાયો હતો તેમાં ચાર લોકોના મોત થયાં હતાં. જેમાં બે બાળકો હતા. પ્રત્યક્ષદર્શીઓના કહ્યા મુજબ કારમાં સવાર આશરે 14થી 15 લોકો સવાર હતા અને તેમાંથી 8 ઇજાગ્રસ્ત થયા છે.

કડીની જિનિંગ મીલમાં રૂના જથ્થામાં આગ લાગતા તંત્ર દોડતું થયું

કડીની જિનિંગ મીલમાં રૂના જથ્થામાં આગ લાગતા તંત્ર દોડતું થયું

કડીના દેત્રોજ રોડ ઉપર આવેલી લક્ષ્મી જિનિંગ ઇન્ડસ્ટ્રઝમાં કંમ્પાઉન્ડમાં પડેલા રૂના ઢગલામાં એકાએક આગ લાગતા સમગ્ર રૂ આગની લપેટમાં આવી ગયો હતો. અને રૂ હોવાથી આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ધટનામાં રૂ તથા મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી. કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં કેટલું નુકસાન થયું છે તેની વિગતો પ્રાપ્ત થઈ નથી

સુરેન્દ્રનગરમાં લક્ઝરી બસ પલટી ખાતા, એકનું મોત 10 ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગરમાં લક્ઝરી બસ પલટી ખાતા, એકનું મોત 10 ઇજાગ્રસ્ત

વઢવાણમાં એક લકઝરી બસ પલટી ખાઇ જતા, તેમાં સવાર એક મુસાફનું મોત થયુ છે, તો 10 મુસાફારો ઘાયલ થયા છે. સુરેન્દ્રનગરના વઢવાણ નજીક આવેલ એક પેટ્રોલ પંપ પાસે એક લકઝરી બસ આજે સવારે પલટી ખાઇ જતા, તેમાં સવાર એક મુસાફરનું મોત નિપજ્યું છે, તો 10 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108ની સેવા મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગરમી વધતા જ રાજ્યમાં ઝાડા-ઉલટી અને કમળાના કેસ વધ્યા

ગરમી વધતા જ રાજ્યમાં ઝાડા-ઉલટી અને કમળાના કેસ વધ્યા

અમદાવાદમાં જ્યાં ગરમીનો પારો 41 સે. સુધી પહોંચ્યો છે ત્યાં જ રાજ્યભરમાં ઝાડા ઊલટી અને કમળાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ એકલામાં જ અત્યાર સુધીમાં લૂ લાગવાથી ઝાડા ઉલટીના 500 જેવા કેસ નોંધાયા છે. તો કમળાના 170 અને ટાઇફોઇડના 160 કેસો વિવિધ હોસ્પિટલમાં નોંધવામાં આવ્યા છે.

અતુલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસડર નહીં હોય અમિતાભ બચ્ચન!

અતુલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસડર નહીં હોય અમિતાભ બચ્ચન!

અમિતાભ બચ્ચન હવે ભારત સરકારના અતુલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસડર નહીં હોય. અમિતાભ બચ્ચનનું નામ પનામા પેપરમાં લિક થયા પછી સરકારે આ પગલું લીધુ છે. આમિર ખાનને હટાવીને અમિતાભ બચ્ચન અને પ્રિયંકા ચોપડાને આ જગ્યાએ લેવાની વાત થઇ હતી. પણ હવે ખાલી પ્રિયંકા ચોપડા જ ભારતનો પ્રચાર કરશે. જો કે પનામા મામલે અમિતાભે પોતાની સફાઇ આપી છે તેમણે કોઇ ટેક્સ ચોરી નથી કરી અને તે પણ જાણવા માગે છે કે કેવી રીતે તેમનું નામ આ લિસ્ટમાં આવ્યું.

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે મસૂદ અજહર મામલે ચીનને સાથ આપવા કહ્યું

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે મસૂદ અજહર મામલે ચીનને સાથ આપવા કહ્યું

પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ મસૂદ અજહર પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આડે આવનાર ચીન સાથે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સોમવારે મોસ્કામાં એક બેઠક દરમિયાન વાત કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીની કરેલી મુલાકાતમાં સુષ્માએ તેમની નીતિઓ પર પુનર્વિચાર કરવાનો અનુરોધ કર્યો હતો.

દુનિયાના સૌથી મોટો ચરખોને એરપોર્ટ પર ખુલ્લો મોકલાશે

દુનિયાના સૌથી મોટો ચરખોને એરપોર્ટ પર ખુલ્લો મોકલાશે

અમદાવાદમાં દુનિયાના સૌથી મોટો ચરખાને ઇન્દિરા ગાંધી એરપોર્ટના 3 ટર્મિનલમાં મૂકવામાં આવશે. ગાંધીની યાદ અપવતો આ ચરખો એરપોર્ટની નવી ઓળખાણ બનશે.

સરકારે સુપ્રિમ કોર્ટમાં કહ્યું ગીફ્ટમાં આપ્યો છે કોહિનૂર કેવી રીતે દાવો કરવો?

સરકારે સુપ્રિમ કોર્ટમાં કહ્યું ગીફ્ટમાં આપ્યો છે કોહિનૂર કેવી રીતે દાવો કરવો?

ભારત સરકારે સુપ્રીમકોર્ટમાં કોહીનૂર હિરો વિષે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે કોહીનૂર હિરાની ના તો ચોરી થઇ છે ના જ તેને અંગ્રેજો લઇ ગયા છે તેણે કહ્યું કે પંજાબના શાસકે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આ હિરો ગીફ્ટમાં આપ્યો હતો. માટે તેને પાછો લાવવો શક્ય નથી. નોંધનીય છે કે કોહિનૂર હિરોને પાછો લાવવા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે જે પર સરકારે પોતાનો પક્ષ મૂક્યો હતો.

English summary
April 19: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more