For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેશ્મા પટેલે PM અને CMને મહેસાણા હિંસા માટે જવાબદાર ઠેરવ્યા

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

હાર્દિકના લેટર બોમ્બ

હાર્દિકના લેટર બોમ્બ "ઉત્તર ગુજરાતના નેતાને બનવું છે મુખ્યમંત્રી"

હાર્દિકે સુરતની જેલમાંથી પાટીદારોને સંબોંધીને વધુ એક પત્ર લખ્યો છે. તેમાં તેણે લખ્યું છે કે પાટીદારોમાં ભાગલા પડાવવાનું ષડયંત્ર રચાવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતનાં એક નેતાને મુખ્યમંત્રી બનવાની લાલસા જાગી છે. તેથી હવે આંદોલન તેમજ એકતાને તોડવા માટે અત્યાર સુધીનું સૌથી મોટુ ષડયંત્ર રચાયું છે.

શું હાર્દિકે એસપીજી તરફ તાંક્યું છે નિશાન?

શું હાર્દિકે એસપીજી તરફ તાંક્યું છે નિશાન?

વધુમાં આ લેટરમાં લખ્યું છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નામે સમગ્ર પાટીદાર પરિવારને અલગ કરવાનું આયોજન થઈ રહ્યું છે. હાર્દિક પટેલે પત્રમાં આગળ લખ્યું છે કે "જ્યારે પાસ દ્વારા સરકાર સમક્ષ 27 મુદ્દાઓ મૂકાયા હતા તો પછી 8 દિવસ બાદ 29 મુદ્દાઓને અલગથી મૂકવાનું કારણ મને તો શું સમગ્ર સમાજને પણ સમજાતું નથી. હું કોઈનો વિરોધ કરતો નથી, પરંતુ આનાથી સમાજને ગેરમાર્ગે દોરીને એકતા તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે."

રેશ્મા પટેલે PM અને CMને મહેસાણા હિંસા માટે જવાબદાર ઠેરવ્યા

રેશ્મા પટેલે PM અને CMને મહેસાણા હિંસા માટે જવાબદાર ઠેરવ્યા

પાટીદાર મહિલા નેતા રેશમા પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ આનંદીબેન પટેલ, ગૃહમંત્રી તથા પાટીદાર મધ્યસ્થીઓને સંબોધીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં મહેસાણામાં થયેલી હિંસા માટે પીએમ અને સીએમને જવાબદાર ઠેરવી રેશમા પટેલે કહ્યું છે કે 'હું તમારા જેવા કાયર તેમજ જુઠ્ઠા સત્તાધીશોથી ડરતી નથી તમે પાટીદારો પર જુઠ્ઠી કલમોનો નાખી છે અને સમજતા હો કે આનાથી હું ડરી જઇશ કે તમારી ધમકીઓથી બેસી જઈશ, તો તમે વહેમમાં ફરો છો. એક વાત કાન ખોલીને સાંભળી લો, તમારી સત્તા અને ખુરશી વારસામાં નથી મળી'

સુરતમાં અગિયારમાં માળેથી કૂદેલી યુવતીની સુસાઇટ નોટ મળી આવી

સુરતમાં અગિયારમાં માળેથી કૂદેલી યુવતીની સુસાઇટ નોટ મળી આવી

પટેલ નગર સર્કલ પાસેના વાત્સલ્ય એપાર્ટમેન્ટના 11માં માળેથી થોડા દિવસ પહેલા કોલેજની એક કિશોરીએ ઝંપલાવીને આપઘાત કર્યો હતો. પોલીસને આ તપાસમાં એક સૂસાઇડ નોટ મળી આ છે. જેમાં આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ હોવાની વાત સામે આવી હતી. ચિઠ્ઠી પરથી સ્પષ્ટ થતું હતું કે યુવતી કોઈન પ્રેમ કરી હતી પરંતુ માતા પિતાએ 4 વર્ષ રાહ જોવાન કહેતા તેણે આ અંતિમ પગલું ભર્યુ હતું. કોલેજીયન જેમાં કિશોરીએ પિતાને સંબોંધીને ચિટ્ઠી લખી છે જેમાં તેણે લખ્યુ હતું કે "મારા ગયા પછી ક્રિયાકાંડ કરવાને બદલે ગોવા જઈને મારા નામના એક-એક પેગ લગાવજો" યુવતીના આ પત્રથી સમાજમાં ચર્ચા ચાલી હતી કે માતા પિતાએ કાચી ઉંમરે પ્રેમસંબધમાં આગળ વધતા પહેલા થોડી રાહ જોવાની કહીને શું ખોટુ કર્યું!

વડોદરામાં 2 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ રહેણાંક વિસ્તારથી પકડાયો મગર

વડોદરામાં 2 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ રહેણાંક વિસ્તારથી પકડાયો મગર

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા મેમણ કોલોનીના લોકો મગરના આવવાથી ગભરાઈ ગયા હતા. મગર દ્વારા પાડા અને કુતરાઓને ખેંચી જવાના બનાવો પણ બન્યા હતા. સ્થાનિક લોકોએ વનવિભાગને આ અંગે ફરિયાદ કરી હતી. જોકે ગઈ કાલે મોડી રાત્રે મગર અચાનક જ વરસાદી કાંસની બહાર નિકળી આવ્યો હતો અને રહેણાંક વિસ્તારમાં આવી ગયો હતો. જેથી સ્થાનિક લોકોમાં ભય વ્યાપી ગયો હતો. જો કે વનવિભાગ અને પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના લોકોએ મળીને બે કલાક જહેમત બાદ મગરને પકડ્યો હતો.

વડોદરામાં ઘરમાં ફાટી નીકળી આગ, પિતા પુત્રીનો ચમત્કારિક બચાવ

વડોદરામાં ઘરમાં ફાટી નીકળી આગ, પિતા પુત્રીનો ચમત્કારિક બચાવ

વડોદરાના ગોરવા વિસ્તારના શાકમાર્કેટ પાસે આવેલ સરકારી વસાહતમાં બી બ્લોકમાં મકાન નંબર-7માં વહેલી સવારે આગ લાગી ગઈ હતી. જ્યારે કિરણભાઈ અને તેમની 4 વર્ષીય દીકરી નિદ્રાધીન હતા. ત્યારે વહેલી સવારે લાગેલી આગને કારણ કિરણભાઈ તથા તેમની દીકરી આગમાં ફસાઈ ગયા હતા તેમજ ધૂમાડાને કારણે ઘરમાં કઈ દેખાતું નહોતું. છેવટે ફાયરબ્રિગેડના જવાનોએ બારીની ગ્રીલ તોડીને સાવ નાની જગ્યામાંથી પિતા તથા દીકરીને બહાર કાઢ્યા હતા. આગના કારણે કિરણભાઈ તથા તેની દીકરી પ્રિશાના ચહેરા કાળા પડી ગયા હતા. જોકે તેઓ પ્રાથમિક સારવાર બાદ આપ્યા બાદ હાલ સ્વસ્થ છે.

ગુજરાતમાં વધુ 468 ગામો અછતગ્રસ્ત જાહેર કરાયા

ગુજરાતમાં વધુ 468 ગામો અછતગ્રસ્ત જાહેર કરાયા

ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી અતિશય અછત વર્તાઈ રહી છે. આકરા ઉનાળામાં હજી મે મહિનો પણ આવ્યો નથી પરંતુ ગુજરાતમાં પાણીના તળ બેસી ગયા છે. રાજય સરકારે કેબિનેટની બેઠક બાદ વધુ 468 ગામોને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છેકે અગાઉ એક હજારથી વધુ ગામો અછતની સ્થિતિથી પ્રભાવિત બન્યા છે તેમાં વધુ 468 ગામોને જોડવામાં આવ્યા છે.

IPL રોકવાની માંગ સાથે રાજકોટમાં પૂર્વ ધારાસભ્યા બેઠા ઉપવાસ પર

IPL રોકવાની માંગ સાથે રાજકોટમાં પૂર્વ ધારાસભ્યા બેઠા ઉપવાસ પર

રાજકોટમાં પાણીની અછતને કારણે આઇપીએલની મેચ રોકવાની માંગ સાથે દલિત મહાસંઘે પત્રકાર સભાને સંબોધી હતી. જેમાં તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે માંગ સંતોષવામાં નહીં આવે તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમમાં પીચ પર જ ખેડૂત સંમેલન યોજશે. વધુમાં પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમાર પાણીનો બગાડ અટકાવવાની અને અન્ય માંગણી સાથે 48 કલાક માટે ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી હતી.

રાજકોટમાં યુવકની માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા

રાજકોટમાં યુવકની માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા

રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન વિસ્તાર પાછળ આવેલા મેદાનમાં એક યુવકની માથામાં લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.રેલવે પોલીસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે મૃતક આશરે 25 વર્ષનો યુવાન છે. મૃતકના માથાના ભાગે કોઇએ પથ્થર કે કોઇ બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરી હોવાનું મનાય છે.

વ્યાજખોરોની ઉઘરાણીને પગલે પાલનપુરમાં યુવકનો આપઘાત

વ્યાજખોરોની ઉઘરાણીને પગલે પાલનપુરમાં યુવકનો આપઘાત

પાલનપુરના ગાદલવાડામાં રહેતા ચાલીસ વર્ષીય યુવક હસમુખભાઈ પાનાચંદ પંચાલે વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવી દેવાના પ્રયાસ હાથ ધર્યો હતો. જે બાદ તેમને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાતા સિવિલમાં જ તેમનું મોત થયું હતું. વ્યવસાયે રીક્ષા ચલાવાત પાનાચંદ ભાઈએ એક વર્ષ અગાઉ દસ ટકાના વ્યાજે રૂપિયા છ લાખ લીધા હતા. મૃતકે આપઘાત કરતા પહેલા પોલીસને સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં દસ શખસોના નામ લખી તેમજ આપઘાત માટે આ દસ લોકો જવાબદાર હોવાનું લખ્યું હતું.

English summary
April 20: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X