• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાટીદારો શરૂ કર્યો મુંડન કાર્યક્રમ, પોલિસે કરી અટક

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પાટીદારો શરૂ કર્યો મુંડન કાર્યક્રમ, પોલિસે કરી અટક

પાટીદારો શરૂ કર્યો મુંડન કાર્યક્રમ, પોલિસે કરી અટક

લાલજી પટેલ દ્વારા પાટીદાર અનામત આંદોલન માટે સરકારને જે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું તેની સમયમર્યાદા પૂરી થતા આજે પાટીદારોએ મુંડન કાર્યક્રમ હાથ ધરીને સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે કાર્યક્રમની અધિકૃત મંજૂરી ના હોવાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પોલિસે લોકોની અટક કરી છે.

બાળ કલ્યાણ આયોગના પદ મામલે જાગૃતિ પંડ્યા સામે HCમાં અરજી

બાળ કલ્યાણ આયોગના પદ મામલે જાગૃતિ પંડ્યા સામે HCમાં અરજી

નોંધનીય છે કે ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી હરેન પંડ્યાના પત્ની જાગૃતિ પંડ્યાને હાલ થોડા સમય પહેલા જ રાજ્યના બાળ કલ્યાણ આયોગના ચેરપર્સન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પણ હવે તેમની આ નિમણૂંક વિરુદ્ધ હાઇકોર્ટમાં એક અરજી રજૂ કરવામાં આવે છે અને આ આદેશને પડકારવામાં આવ્યો છે. જાહેર હિતમાં દાખલ તેવું આ અરજીમાં તેમની આ નિમણૂંકને રાજકીય ગણાવામાં આવી છે. અને જણાવામાં આવ્યું છે કે તેમને આ હોદ્દો આપવાથી બાળકોના હિત જોખમાઇ શકે છે.

શ્રીનગરની NIT કેમ્પસમાં વિદ્યાર્થીઓએ ફરકાવ્યો તિરંગો, થયો લાઠીચાર્જ

શ્રીનગરની NIT કેમ્પસમાં વિદ્યાર્થીઓએ ફરકાવ્યો તિરંગો, થયો લાઠીચાર્જ

ભારત વેસ્ટ ઇન્ડિઝની ટી 20 વર્લ્ડ કપ મેચમાં ભારતની હાર બાદ જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં આવેલી એનઆઇટી કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓએ ભારતની હાર પર ફટાકડા ફોડ્યા ત્યાં જ બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓ આ વાતનો વિરોધ કરવા ત્રિરંગો ફરકાવ્યો જે બાદ બન્ને જૂથો વચ્ચે વિવાદ વધ્યો હતો અને તે બાદ પોલિસે સ્થિતિને સંભાળવા માટે લાઠીચાર્જ કરતા આ વિવાદ વધુ વકર્યો હતો. જો કે તે બાદ રાજ્ય સરકારે આ મામલે જલ્દી જ અંત લાવવાનું તાજવીજ હાથ ધરી છે.

બીજેપીના સ્થાપના દિવસ પર કર્યું આ ટ્વિટ

બીજેપીના સ્થાપના દિવસ પર કર્યું આ ટ્વિટ

આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની પાર્ટીએ અનેક મહત્વપૂર્ણ ઊંચાઇઓ હાસલ કરી છે. તેમણે કહ્યું આ હજારો, લાખો, કાર્યકર્તાઓના સંધર્ષ અને બલિદાનનું પરિણામ છે કે આજે કાશ્મીરથી લઇને કન્યાકુમારી અને કચ્છથી લઇને અરુણાચલ પ્રદેશ સુધી તમામ ભારતીય જનમાનસ ભાજપ પર વિશ્વાસ કરી રહી છે.

જ્યારે હાર્દિક પંડ્યા તેના ભત્રીજાની તસવીરો કરી વાયરલ

જ્યારે હાર્દિક પંડ્યા તેના ભત્રીજાની તસવીરો કરી વાયરલ

એક બાજુ જ્યાં સલમાન ખાન મામા બન્યો છે ત્યાં જ ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ હવે કાકા બની ગયો છે. એફબી પર હાર્દિક પંડ્યાએ તેના ભત્રીજાને કિસ કરતી આવી જ એક તસવીર મૂકી છે જેમાં કાકો ભત્રીજો બન્ને લાગી રહ્યા છે સુપર ક્યૂટ.

દિલ્હી, મુંબઇ અને ગોવામાં સંભવિત આતંકી હુમલાને લઇને એલર્ટ

દિલ્હી, મુંબઇ અને ગોવામાં સંભવિત આતંકી હુમલાને લઇને એલર્ટ

ગુપ્તચર એજન્સીઓ દ્વારા દિલ્હી, મુંબઇ અને ગોવામાં સંભવિત આતંકી હુમલો થવાના ઇનપુટ મળતા આ તમામ જગ્યાઓ પર કેન્દ્ર સરકારે દ્વારા રાજ્ય સરકારને એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. વધુમાં આ હેઠળ અહીં વધુ ચોકસાઇ વર્તવાનું પણ કહેવામાં આવ્યું છે. ગોવા પોલિસને ઇનપુટ મળ્યા છે કે એક ગાડી અને હથિયારો સાથે ચાર આતંકીઓ ભારતની સીમામાં ધૂસ્યા છે. જે બાદ આ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

2002-03 મુંબઇ ધમાકામાં કોર્ટ સંભાળ્યો ફેસલો

2002-03 મુંબઇ ધમાકામાં કોર્ટ સંભાળ્યો ફેસલો

2002-03માં મુંબઇમાં થયેલા ધમાકામાં સ્પેશ્યલ પોટા કોર્ટે 10 આરોપીઓને દોષી જાહેર કર્યા છે. સાથે ધમાકાના મુખ્ય આરોપી મુજમ્મિલ અને વાહિદ અંસારી તથા ફરહાન ખોટને ઉંમર કેદની સજા સંભળાવી છે.

ગુજરાત સમતે દેશ ભરમાં દુકાળ, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને લગાવી ફટકાર

ગુજરાત સમતે દેશ ભરમાં દુકાળ, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને લગાવી ફટકાર

ગુજરાત સમેત દેશભરમાં દુકાળગ્રસ્ત વિસ્તારોની હાલતને જોતા સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને સખત શબ્દોમાં ફટકાર લગાવ્યો છે. અને સરકારને આ મામલે જલ્દીમાં જલ્દી પગલા લેવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે આજે દેશના 9 રાજ્યો દુકાળગ્રસ્ત છે. નોંધનીય છે કે કોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકારે 1 એપ્રિલથી ખાદ્ય સુરક્ષા ધારો લાગુ કર્યો છે.

અમદાવાદમાં બુટલેગરનો આતંક, અસારવામાં બંધ પાળી કરાયો વિરોધ

અમદાવાદમાં બુટલેગરનો આતંક, અસારવામાં બંધ પાળી કરાયો વિરોધ

અમદાવાદના અસારવા ખાતે દારૂ અને જુગારનો ધંધો કરતો કુખ્યાત બુટલેગર પંકજ ઉર્ફે પંખી પ્રતાપજી ઠાકોર અને તેના ભાઈ મેકો અને કિરણે પોતાના સાગરીતો સાથે મળીને ભોગીલાલની ચાલીમાં રહેતા વેપારી પપ્પુભાઈ તેમજ ભત્રીજો કરણસિંહ પવાર અને તેના પરિવાર પર હુમલો કરતા તેના વિરોધમાં આજે અસારવાના દુકાનદારોએ બંધ પાળીને વિરોધ વ્યક્ત કર્યો છે આ ઘટના સમયે 100 થી વધુના ટોળાએ કરેલા હુમલામાં વેપારીના પરિવારના સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બુટલેગનરા ટોળાએ પેટ્રોલ બોંબનો ઉપયોગ કરી આગ લગાડવાના પ્રયત્ન કરીને સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હોય તેવો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી શાહીબાગ પોલીસની 7થી વધુ ગાડીઓનો પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરતા ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો.

કચ્છમાં માતાના મઢમાં મુકાઇ રવિન્દ્ર જાડેજાના લગ્નની કંકોત્રી

કચ્છમાં માતાના મઢમાં મુકાઇ રવિન્દ્ર જાડેજાના લગ્નની કંકોત્રી

ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ખેલાડી રવિન્દ્ર જાડેજાના લગ્ન આ 17 એપ્રિલના રોજ રીવાબા જાડેજા સાથે થવાના છે. રવિન્દ્રના લગ્નની પ્રથમ કંકોતરી કચ્છ ખાતે આવેલા તેમના કુળદેવી આશાપુરાના માતાના મઢ ખાતે મૂકવામાં આવી હતી. આ કંકોત્રી રવિન્દ્રના બહેન નયનાબાના હસ્તે મૂકવામાં આવી હતી. આ લગ્નને પરિણામે રાજકોટ વાસીઓ ઘણા ઉત્સાહમાં છે અને અત્યારથી જ ચર્ચા ચાલી રહી છે તે રવિન્દ્રના લગ્નમાં કયા કયા ખેલાડીઓ રંગીલા રાજકોટની મુલાકાત લેશ.

ચૈત્રી નવરાત્રિને પગલે પાવાગઢમાં શરૂ થઇ વિવિધ તૈયારીઓ

ચૈત્રી નવરાત્રિને પગલે પાવાગઢમાં શરૂ થઇ વિવિધ તૈયારીઓ

આગામી આઠ એપ્રિલથી શરૂ થારી ચૈત્રી નવરાત્રિના પગલે પાવાગઢ શક્તિપીઠમાં યાત્રિકો માટે ભોજન, પાણી, સુરક્ષાને લગતી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન મંદિરના પરિસરમાં 100 સ્વયંસેવકો, 50 ખાનગી સિકયુરીટી તેમજ ઇમજન્સી મોબાઇલ ઓકસિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે દોઢથી બે લાખ યાત્રાળુઓ પાવાગઢ ખાતે ઉમટે તેવી શક્યતા હોવાથી તંત્ર ભક્તજનોને મુશ્કેલી ન પડે તે માટે સાબદું થયું છે. નવરાત્રિમાં માતાજીના દર્શન સવારના 2.00થી રાતના 10.00 સુધી થઈ શકશે.

English summary
April 6: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more