For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળના અર્જૂન થાપા અને પૂણેના સંદીપ નૌશેરા એનકાઉન્ટરમાં થયા શહીદ

નૌશેરા સેક્ટરમાં થયેલા એનકાઉટરમાં સેનાના બે જવાન નેપાળના અર્જૂન થાપા અને પૂણેના સંદીપ સાવંત શહીદ થઈ ગયા.

|
Google Oneindia Gujarati News

સેના માટે વર્ષ 2020નો પહેલો દિવસ ખરાબ સમાચાર લઈને આવ્યો. બુધવારે વર્ષના પહેલા જ દિવસે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લા હેઠળ આવતા નૌશેરા સેક્ટરમાં થયેલા એનકાઉટરમાં સેનાના બે જવાન શહીદ થઈ ગયા. આ એનકાઉન્ટરમાં નેપાળના અર્જૂન થાપા અને પૂણેના સંદીપ સાવંત શહીદ થઈ ગયા. થાપાની ઉંમર માત્ર 25 વર્ષની હતી અને તે ગોરખા રેજીમેન્ટમાંથી આવતા હતા. આ એનકાઉન્ટરમાં સેના અને સુરક્ષાબળોએ ત્રણ આતંકીઓને ઠાર મારી દીધા.

ગાઢ જંગલની આડમાં પ્રવેશ્યા આતંકી

ગાઢ જંગલની આડમાં પ્રવેશ્યા આતંકી

જમ્મુ કાશ્મીરમાં સંરક્ષણ પ્રવકતા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યુ કે સુરક્ષાબળોને પીઓકે તરફથી ઘૂસણખોરીની માહિતી મળી હતી. આતંકી નૌશેરામા સ્થિત ખારી થરાયાટના ગાઢ જંગલોનો લાભ લઈને એલઓસી પાર કરીને ભારતમાં પ્રવેશવાની કોશિશ કરી રહ્યા હતા. 31 ડિસેમ્બરની રાતે આતંકી નૌશેરા સેક્ટરના જંગલમા પ્રવેશવામાં સફળ થઈ ગયા. તેમને માહિતી મળી કે આતંકીઓ પાસે ભારે માત્રામાં હથિયાર હતા.

ફાયરિંગની ચપેટમાં આવ્યા જવાન

ફાયરિંગની ચપેટમાં આવ્યા જવાન

જે સમયે સેના આતંકીઓ તરફથી થઈ રહેલ ગોળીબારનો જવાબ આપી રહ્યા હતા તે વખતે બે જવાન આની ચપેટમાં આવી ગયા. બંને જવાન ખરાબ રીતે ઘાયલ થઈ ગયા હતા અને થોડા સમય બાદ બંનેએ દમ તોડી દીધો. આ જવાનોની ઓળખ નેપાળના રહેવાસી 25 વર્ષના રાઈફલમેન અર્જૂન થાપા અને પૂણેના રહેવાસી 29 વર્ષના સંદીપ રઘુનાથ સાવંત તરીકે થઈ.

આ પણ વાંચોઃ પીએમ મોદી અને અમિત શાહ માટે વાંધાજનક ટિપ્પણી કરનાર તમિલ લેખકની ધરપકડઆ પણ વાંચોઃ પીએમ મોદી અને અમિત શાહ માટે વાંધાજનક ટિપ્પણી કરનાર તમિલ લેખકની ધરપકડ

માતાપિતા દીકરાની રાહ જોઈ રહ્યા

માતાપિતા દીકરાની રાહ જોઈ રહ્યા

અર્જૂન થાપા નેપાળના ગોરખા જિલ્લાના ગામ રિપના રહેવાસી હતા. તેમના પરિવારમાં તેમના માતાપિતા છે. કર્નલ આનંદે જણાવ્યુ કે નાયક રઘુનાથ અને રાઈફલમેન બહાદૂર ખૂબ જ મેચ્યોર અને ઉત્સાહિત સૈનિક હતા. દેશ હંમેશા તેના આ બંને સર્વોચ્ચ બલિદાનને યાદ રાખશે. એનકાઉન્ટર એ સમયે શરૂ થયુ જ્યારે સેના તરફથી સર્ચ એન્ડ કૉર્ડન ઑપરેશન એટલે કે કાસો લૉન્ચ કરવામાં આવ્યુ હતુ.

એન્ટી ટેરર ઑપરેશનમાં શહીદ 83 જવાન

એન્ટી ટેરર ઑપરેશનમાં શહીદ 83 જવાન

આતંકીઓ તરફથી જેવુ ફાયરિંગ શરૂ થયુ એનકાઉન્ટર પર તરત જ રી-ઈનફોર્સમેન્ટને રવાના કરી દેવામાં આવી. બુધવારે થયેલ એનકાઉન્ટર ઘાટીમાં આતંકીઓ સામે ચલાવવામાં આવી રહેલ ઑપરેશનનો હિસ્સો હતો. જમ્મુ કાશ્મીર પોલિસ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ ઘાટીમાં એન્ટી-ટેરર ઑપરેશનન્સમાં 83 જવાન શહીદ થયા છે. તમને જણાવી દઈએ કે આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે દિલ્લીમાં જનરલ મનોજ મુકુંદ નરવાણેએ સેનાના 28માં આર્મી ચીફ તરીકે કમાન સંભાળી છે.

English summary
Arjoon Thapa and Sandip sawant martyrd in encounter of Nowshera sector Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X