For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવું કરીને દેશ માટે મેડલ જીત્યા, હવે કુલ્ફી વેચવા મજબુર છે આ ખેલાડી

ક્યારેક દેશ માટે મેડલ જીતનાર હરિયાણાના બોક્સર દિનેશ કુમાર હાલમાં પૈસાની તંગીને કારણે પિતા સાથે કુલ્ફી વેચવા મજબુર છે.

|
Google Oneindia Gujarati News

ક્યારેક દેશ માટે મેડલ જીતનાર હરિયાણાના બોક્સર દિનેશ કુમાર હાલમાં પૈસાની તંગીને કારણે પિતા સાથે કુલ્ફી વેચવા મજબુર છે. દિનેશે પોતાના બોક્સિંગ કરિયરમાં ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલ પર 17 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેમની આ ઉપલબ્ધી માટે ભારત સરકારે તેમને અર્જુન એવોર્ડથી પણ સમ્માનિત કર્યા હતા. પરંતુ દિનેશને સમ્માન સિવાય સરકાર તરફથી બીજી કોઈ પણ મદદ નહીં મળી. હાલત હવે એવી થઇ ચુકી છે કે દેવું કરીને દેશ માટે મેડલ જીતનાર દિનેશ કુલ્ફી વેચીને લોકોનું દેવું ચૂકવવા માટે મજબુર છે.

ઇજાને કારણે કરિયર પૂરું

ઇજાને કારણે કરિયર પૂરું

30 વર્ષના દિનેશ થોડા વર્ષ પહેલા જ રક રોડ ઍક્સિડન્ટના શિકાર બન્યા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા દિનેશ માટે પિતાએ દેવું કરવું પડ્યું. આ ઇજા પછી દિનેશનું બોક્સિંગ કરિયર પૂરું થઇ ગયું અને તેના પર દેવું વધી ગયું. એટલું જ નહીં પરંતુ આ પહેલા પણ દિનેશના પિતાએ તેની બોક્સિંગ ટ્રેનિંગ માટે પણ દેવું કર્યું હતું. તેમને આશા હતી કે જો તેમનો દીકરો દેશ માટે સારું રમશે તો તેમનું દેવું ઉતરી જશે અને ઘરની આર્થિક સ્થિતિ સુધરી જશે.

દેવું ચૂકવવા માટે પિતા સાથે કુલ્ફી વેચવા મજબુર

દેવું ચૂકવવા માટે પિતા સાથે કુલ્ફી વેચવા મજબુર

દિનેશ જણાવે છે કે તેઓ નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે રમી ચુક્યા છે. તેમને પોતાના કરિયરમાં 17 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મારા પિતાએ મારા માટે લોન લીધી હતી કે જેથી હું ઇન્ટરનેશનલ સ્તરે બોક્સિંગ કરી શકું. હવે મારે તે લોન ચુકવવાની છે. દેવું ચૂકવવા માટે પિતા સાથે કુલ્ફી વેચવા માટે મજબુર છું. દિનેશ કહ્યું કે તેને ઘણીવાર સરકારને અપીલ કરી કે તેમને નોકરી આપવામાં આવે, જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે. પરંતુ તેમને હજુ સુધી સરકાર ઘ્વારા કોઈ પણ મદદ નથી મળી.

સરકાર પાસે નોકરી માટે અપીલ

સરકાર પાસે નોકરી માટે અપીલ

દિનેશની માંગ છે કે તેમને સરકાર રાજ્યમાં કોચ તરીકે કોઈ નોકરી આપે, જેથી તેઓ યુવા બોક્સરોને ઇન્ટરનેશનલ લેવાલે તૈયાર કરી શકે. તેમનું કહેવું છે કે સરકાર તેમને કોઈ સ્થાયી નોકરી આપે જેથી તેઓ દેવું ઉતારી શકે અને એક સમ્માનજનક જીવન જીવી શકે. તેમને કહ્યું કે તેઓ સરકારને પ્રાર્થના કરે છે કે તેઓ મારુ દેવું ઉતારવામાં મદદ કરે.

English summary
Arjuna awardee international boxer Dinesh Kumar forced to sell kulfi on streets in Haryana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X