For Quick Alerts
For Daily Alerts
જમ્મુ-કાશ્મીર: આતંકીઓના છુપાયેલા હોવાની આશંકા
જમ્મી કાશ્મીરના બાંદીપુરામાં બુધવારે સવારે આતંકીઓ છુપાયેલા હોવાની સૂચના મળતા જ સુરક્ષાદળોએ ગામને ઘેરી સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. બાંદીપુરાના હાજી ગામમાં આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે.
નોંધનીય છે કે ગત કેટલાક મહિનાથી જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ વધી ગઇ છે. અને વારંવાર આતંકીઓ અને સેનાની વચ્ચે હિંસક અથડામણો થઇ રહી છે. સર્જિકલ સ્ટ્રાઇક બાદ આતંકીઓના સેના પર હુમલા પણ વધ્યા છે જે એક ગંભીર સુરક્ષા મુદ્દો છે.