For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરમાં આઝાદીનો નારો લગાવનારાઓને આર્મી ચીફની ચેતવણી

કાશ્મીરમાં જેવી રીતે આઝાદીની માંગને લઈને યુવાનો આતંક મચાવી રહ્યા છે અને પોતાના હાથમાં હથિયાર ઉઠાવી રહ્યા છે તેના પર આર્મી ચીફે જડબાતોડ જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

કાશ્મીરમાં જેવી રીતે આઝાદીની માંગને લઈને યુવાનો આતંક મચાવી રહ્યા છે અને પોતાના હાથમાં હથિયાર ઉઠાવી રહ્યા છે તેના પર આર્મી ચીફે જડબાતોડ જવાબ આપ્યો છે. આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યુ કે આઝાદી ક્યારેય નહિ આવે, તમે સેના સાથે કયારેય લડી નહિ શકો. કાશ્મીરના યુવાનોએ આ હકીકત સ્વીકારવી પડશે. જે રીતે કાશ્મીરના યુવાનો હથિયારો ઉઠાવી રહ્યા છે તેના પર જનરલ રાવતે કહ્યુ કે જે લોકો પણ આ યુવાનોને આ કહી રહ્યા છે કે હથિયાર ઉઠાવવાથી આઝાદી આવશે તેઓ તેમને ગુમરાહ કરી રહ્યા છે. હું કાશ્મીરના યુવાનોને કહેવા ઈચ્છુ છુ કે આઝાદી સંભવ નથી.

ભાવનાઓમાં વહો નહિ

ભાવનાઓમાં વહો નહિ

જનરલ રાવતે કહ્યું કે હું કાશ્મીરના યુવાનોને કહેવા ઈચ્છુ છુ કે તેઓ કારણ વગર ભાવનાઓમાં વહે નહિ. તમે કેમ હથિયાર ઉઠાવી રહ્યા છો, અમે હંમેશા એવા લોકોની સામે લડીશું જેઓ આઝાદીની માંગ કરી રહ્યા છે, જે લોકો આઝાદી ઈચ્છે છે તેમણે સમજવુ જોઈએ કે આવુ ક્યારેય નહિ થાય. જનરલે કહ્યુ કે મને એ વાતની પરવા નથી કે સેના સાથે એન્કાઉન્ટરમાં કેટલા આતંકી માર્યા ગયા છે. એ આંકડો મારા માટે કોઈ મહત્વનો નથી કારણકે મને ખબર છે કે આ ચક્ર ચાલતુ રહેશે. નવી ભરતીઓ થતી રહેશે. હું માત્ર એટલુ જ કહેવા માંગુ છુ કે આ બધુ બેકાર છે. આ રસ્તે ચાલીને યુવાનો કંઈ પણ મેળવી નહિ શકે. તમે સેના સાથે નહિ લડી શકો. અમે પૂરી તાકાતથી તમને વળતો જવાબ આપીશું.

ટેંક અને હવાઈ હુમલાનો પણ ઉપયોગ

ટેંક અને હવાઈ હુમલાનો પણ ઉપયોગ

આર્મી ચીફે કહ્યુ કે અમને લોકોને મારવાનું ગમતુ નથી પરંતુ તમે અમારી સાથે લડશો તો અમે પૂરી તાકાત સાથે લડીશું. કાશ્મીરના લોકોને સમજવુ પડશે કે સુરક્ષાબળો કેટલા નિર્મમ હોઈ શકે છે, એ તમે સીરિયા અને પાકિસ્તાનને જોઈ શકો છો. તે લોકો આવી પરિસ્થિતિમાં ટેંક અને હવાઈ હુમલાનો પણ ઉપયોગ કરે છે. અમારા જવાન આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક પ્રકારના સંભવ પ્રયત્નો કરે છે કે નાગરિકોને કોઈ પ્રકારનું નુકશાન ન પહોંચે. મને ખબર છે કે યુવાનોમાં ગુસ્સો છે પરંતુ સુરક્ષાબળો પર હુમલો કરવો, તેમના પર પત્થર ફેંકવા યોગ્ય નથી.

હથિયાર સિવાય આવો, કોઈ નહિ મારે

હથિયાર સિવાય આવો, કોઈ નહિ મારે

જે રીતે મોટી સંખ્યામાં સેનાના ઓપરેશનને રોકવા માટે લોકોની ભીડ ભેગી થાય છે તેના પર આર્મી ચીફે કહ્યુ કે મને ખબર નથી પડતી કે લોકો આટલી મોટી સંખ્યામાં કેમ સેનાના ઓપરેશનને રોકવા માટે આવી જાય છે, તેમને કોણ ભડકાવી રહ્યુ છે, જો આ લોકો ઈચ્છતા હોય કે મિલિટન્ટ્સ મરે નહિ તો તેમણે સમજવુ જોઈએ કે આ લોકો હથિયાર વિના આવશે તો કોઈ નહિ મારે. અમે લોકોને પોતાનું ઓપરેશન રોકવાની મંજૂરી નહિ આપી શકીએ. અમે આતંકવાદીઓને ભગાડવામાં લોકોને તેમની મદદ નહિ કરવા દઈએ. આ લોકો સેના પર પત્થર ફેંકીને તેને ભડકાવવાની કોશિશ કરે છે, પરંતુ આમ કરવાથી સેના વધુ ઉગ્ર બને છે.

English summary
army chief general bipin rawat says azadi will never happen you cant fight with army
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X