For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બરફના તોફાનમાં ગુમ થયેલા પેટ્રોલિંગ ટીમના 7 સૈનિકોના મોત, સેનાએ પુષ્ટિ કરી!

અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલનનો ભોગ બનીને ગુમ થયેલા સેના પેટ્રોલિંગના 7 જવાનો વિશે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય સેનાએ તમામ જવાનોના મોતની પુષ્ટિ કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 08 ફેબ્રુઆરી : અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલનનો ભોગ બનીને ગુમ થયેલા સેના પેટ્રોલિંગના 7 જવાનો વિશે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય સેનાએ તમામ જવાનોના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટના 06 ફેબ્રુઆરીએ બની હતી, જ્યાં અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરના ઊંચાઈવાળા વિસ્તારમાં હિમસ્ખલનનો ભોગ બનતા સાત પેટ્રોલિંગ ટીમના કર્મચારીઓ ગુમ થઈ ગયા હતા, જેમના માટે બચાવ કામગીરી ચાલી રહી હતી.

Army

ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરના ઊંચાઈવાળા વિસ્તારમાં 6 ફેબ્રુઆરીએ હિમસ્ખલનનો ભોગ બનેલા સાત આર્મી જવાનોના મૃત્યુની પુષ્ટિ કરી છે. સેનાના જણાવ્યા અનુસાર હિમસ્ખલન સ્થળ પરથી જવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, રવિવારે આ ઘટના બાદ સેનાએ સૈનિકો માટે સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલી હતી, ત્યારબાદ ટીમ લાપતા જવાનોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી હતી, ત્યારબાદ હવે સેનાએ કહ્યું કે તમામ લાપતા જવાનો મૃત્યુ પામ્યા છે.

મળતી માહિતી મુજબ, આ મહિનામાં ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ઈટાનગર નજીકના દરિયા હિલ પર 34 વર્ષ પછી હિમવર્ષા થઈ છે અને અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લાના રૂપા શહેરમાં બે દાયકા પછી હિમવર્ષા થઈ છે.

English summary
Army confirms death of 7 patrol team soldiers missing in snowstorm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X