For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય ગામ પર પાકિસ્તાની સેનાનો કબજો, ફાયરિંગ ચાલું

By Super
|
Google Oneindia Gujarati News

કુપવાડા, 2 ઓક્ટોબરઃ પાકિસ્તાની સેનાએ ભારતના એક ગામ પર કબજો કરી લીદો છે, સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર એલઓસી પાસે કુપવાડા જિલ્લાના ગામ સાલન બાટા પાકિસ્તાનીઓના કબજામાં છે. હાલ ફાયરિંગ ચાલી રહ્યું છે, સમાચાર અનુસાર આ ફાયરિંગમાં સેનાના પાંચ જવાનો ઇજાગ્રસ્ત થયા છે.

ચોંકાવનારી વાત એ છે કે, પાક સૈનિકોએ અહીં 23 સપ્ટેમ્બરથી ડેરો જમાવ્યો છે. હવે ભારતીય સેનાએ પણ મોર્ચો સંભાળ્યો છે, હાલ બન્ને તરફથી ગોળીબાર ચાલી રહ્યો છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી, જ્યારે બે દિવસ પહેલા વડાપ્રધાન અમેરિકામાં પાકિસ્તાના વડાપ્રધાન નવાઝ શરીફને મળ્યા છે અને શાંતિ સ્થાપના અંગેની ખાતરી લઇને પરત ફર્યા છે.

indian-army
23 સપ્ટેમ્બરે પાકિસ્તાની સેનાએ કેરટ સેક્ટરની કેટલીક ભારતીય ચોકીઓ પર કબજો કર્યો હતો, પરંતુ સેનાએ આ ઘુષણખોરીની ઘટના ગણાવી હતી. સેનાએ દાવો કર્યો હતો કે ઘુષણખોરી કરનારા 10થી 15 આતંકવાદીઓ માર્યા ગયા છે. હવે જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો છે કે 23 સપ્ટેમ્બરની નાપાક હરકતમાં આતંકવાદી નહીં, પણ પાકિસ્તાની સેના સામેલ હતા, તો ભારતીય સેનાના આ કથિત ઓપરેશનને લઇને ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે.

સૂત્રો અનુસાર 23 સપ્ટેમ્બરે પાક સૈનિકોએ એલઓસી પાસે લાસદત્તના જંગલોમાં ભારતની ત્રણ ચોંકીઓ પર કબજો કર્યો હતો, ત્યારબાદ ભારતીય સૈનિકો સાથે નાના સ્તર પર યુદ્ધ પણ થયું. પ્રશ્ન એ છેકે ભારતીય સેનાએ આ ઘુષણખોરીની ઘટના શા માટે ગણાવી? સાથે એ પણ સેનાએ આતંકવાદીઓ માર્યા ગયાનો દાવો શા માટે કર્યો, જ્યારે ઘટનાસ્થળથી એકપણ મૃતદેહ મળ્યું નહોતું. હાલ ભારતીય સેના આ ખબરની પૃષ્ટી કરી રહી નથી.

English summary
The Army on Wednesday said it foiled an infiltration bid by Pakistan-backed terrorists in the Keran sector on the Line of Control (LoC) last week and search operations were going on there.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X