For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકવાદીઓ વિરુદ્ધ સેનાનું મિશન ઓલઆઉટ, જાણો શુ થશે

જમ્મુ કાશ્મીરમાં સ્થાનીય નિકાય ઇલેક્શનમાં હવે લગભગ 2 અઠવાડિયાનો સમય બચ્યો છે. તેવી હાલતમાં સેના આ ઈલેક્શન શાંતિપૂર્વક કરાવવા માટે દરેક સંભવ પ્રયાસમાં જોડાઈ ગયી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં સ્થાનીય નિકાય ઇલેક્શનમાં હવે લગભગ 2 અઠવાડિયાનો સમય બચ્યો છે. તેવી હાલતમાં સેના આ ઈલેક્શન શાંતિપૂર્વક કરાવવા માટે દરેક સંભવ પ્રયાસમાં જોડાઈ ગયી છે. ઘાટીના ઈલેક્શન દરમિયાન શાંતિ અને વ્યવસ્થા સ્થાપિત કરવા માટે વધારે સુરક્ષાબળોને ગોઠવી દેવામાં આવ્યા છે. તેની સાથે સાથે સેના એવા પ્રયત્નમાં પણ જોડાઈ છે કે આતંકીઓ આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની મુસીબત પેદા ના કરે. એટલા માટે સેના ઘ્વારા આતંકીઓની એક નવી હિટ લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. ઘાટીમાં સતત આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર થઇ રહ્યા છે. આજ ક્રમમાં સેનાએ આજે પુલવામાં 20 ગામોમાં એકસાથે છાપો મારીને અહીં સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. સેનાએ ઓક્ટોબર મહિના સુધીમાં ઘાટીમાંથી આતંકીઓનો સફાયો કરવાની યોજના બનાવી છે.

આ પણ વાંચો: પુલવામાઃ સેનાએ કેમ ઘેર્યા છે 20 ગામો? શું છે સેનાનું ખાસ સર્ચ ઓપરેશન 'કાસો'?

આતંકીઓની શર્મનાક હરકત

આતંકીઓની શર્મનાક હરકત

હાલમાં જ હિજબુલના આતંકીઓ ઘ્વારા ઘણા પોલીસકર્મીઓના પરિવારના લોકોનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આતંકીઓની આ શર્મનાક હરકતથી પોલીસ ફરી એકવાર એક્શનમાં આવી ગયી અને આજે પુલવામાં ઘણા ગામોમાં એક સાથે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. જે રીતે આતંકીઓ ઘ્વારા પોલીસકર્મીઓના પરિવારના લોકોનું અપહરણ કરવામાં આવ્યું તેનાથી આતંકીઓની હતાશા સાફ દેખાઈ આવે છે.

આઈબી રિપોર્ટ

આઈબી રિપોર્ટ

આઈબી રિપોર્ટ અનુસાર આતંકીઓ ઘ્વારા 30 સદસ્યની યુનિટનું ગઠન કર્યું છે, જેમને ઈલેક્શન દરમિયાન અરાજકતા ફેલાવવા માટે જવાબદારી આપવામાં આવી છે. સૂત્રો અનુસાર લશ્કરે તોઇબા પણ ઘાટીમાં ઈલેક્શન દરમિયાન આતંકી ગતિવિધિઓને અંઝામ આપવાની તૈયારીમાં છે. આપને જણાવી દઈએ કે ઘાટીમાં સાત વર્ષ પછી સ્થાનીય નિકાય અને પંચાયત ઈલેક્શન થવા જઈ રહ્યા છે.

નવી હિટલિસ્ટ

નવી હિટલિસ્ટ

સેના ઘ્વારા આતંકીઓની જે નવી હિટલિસ્ટ તૈયાર કરવામાં આવી છે, તેમાં 16 આતંકીઓના નામ શામિલ છે, જે A++ કેટેગરીમાં આવે છે. તેમાં હિઝબુલ મુજાહિદીન, જેશ એ મોહમ્મદ, લશ્કરે તોઇબા, અંસાર ગજવટ ઉલ હિન્દ, અને અલ બંદરના આતંકીઓના નામ શામિલ છે. સેના ઘ્વારા પહેલાથી જ બધા જ આતંકી સંગઠનો વિરુદ્ધ પોતાનું અભિયાન શરુ કરી દેવામાં આવ્યું છે અને તેમને ઘણા આતંકીઓને ઠાર પણ માર્યા છે. સેનાના વરિષ્ઠ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમારું લક્ષ્ય છે કે આ બધા જ આતંકીઓને ઓક્ટોબર મહિનાના અંત પહેલા ખતમ કરી દેવામાં આવે. ઓક્ટોબર મહિનામાં ઈલેક્શન છે એટલા માટે જરૂરી છે આ બધાને શોધીને તેમને ઠાર મારવામાં આવે.

English summary
Army is all set to finish the top terrorists in the valley by october.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X