For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હનીટ્રરેપમાં ફસાયો સેનાનો જવાન, જેસલમેરથી થઈ ધરપકડ

હનીટ્રરેપમાં ફસાયો સેનાનો જવાન, જેસલમેરથી થઈ ધરપકડ

|
Google Oneindia Gujarati News

જેસલમેરઃ ભારતીય સેનાનો એક જવાન હનીટ્રેપમાં ફસાયો છે. જવાનને રાજસ્થાનના જેસલમેરથી પકડી પાડવામાં આવ્યો છે. જેના પર સોશિયલ મીડિયા સાઈટ્સ દ્વારા ગોપનીય માહિતી પાકિસ્તાન મોકલવાનો આરોપ છે. ઈન્ટેલિજેન્સ પોલીસના જવાને પૂછપરછ શરૂ કરી દીધી છે. એડીજી ઈન્ટેલીજન્સ ઉમેશ મિશ્રાએ જવાનની ધરપકડ થઈ હોવાની પુષ્ટિ કરી છે.

જેસલમેરથી થઈ ધરપકડ

જેસલમેરથી થઈ ધરપકડ

મામલા મુજબ જેસલમેરમાં તહેનાત ઈન્ડિયન આર્મીના જવાન સોમબીરની પાછલા લાંબા સમયથી ગતિવિધિઓ સંદિગ્ધ લાગી રહી હતી. રાજસ્થાનની વિશેષ શાખા અને આર્મી ઈન્ટેલિજન્સને જવાન સોમ્બીર વિશે સોશિયલ મીડિયા દ્વારા સીમા પાર ગોપનીય માહિતી મોકલવાનો સૂચના મળવા પર પેટ્રોલિંગ વધારી દેવાયું.

2016માં આર્મીમાં જોડાયો

2016માં આર્મીમાં જોડાયો

સોમબીરની ગતિવિધિઓ પર આકરી નજર રાખવા પર માલુમ પડ્યું કે વર્ષ 2016માં સેનામાં ભર્તી થયેલ જવાન સોમ્બીર સતત પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈની મહિલા એજન્ટના સંપર્કમાં છે. સોમબીર મહિલા એજન્ટના હનીટ્રેપમાં ફસાઈ ફેસબુક-વૉટ્સએપ દ્વારા સેનાની ગોપનીય જાણકારી સીમા પાર મોકલી રહ્યો હતો.

જયપુરમાં થઈ રહી છે પૂછપરછ

જયપુરમાં થઈ રહી છે પૂછપરછ

જવાન સોમ્બીરને શુક્રવારે સવારે સેના દ્વારા ઈન્ટેલિજેન્સ પોલીસને હેન્ડઓવર કર્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી અને તેની આકરી પૂછપરછ માટે શુક્રવાર સાંજે જયપુર લઈ જવામાં આવ્યો છે. જ્યાં સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન સેન્ટરમાં તેની પૂછપરછ થઈ રહી છે.

ટ્રેનિંગમાં આવ્યો ISI એજન્ટના સંપર્કમાં

ટ્રેનિંગમાં આવ્યો ISI એજન્ટના સંપર્કમાં

આરોપ છે કે જવાન સોમબીર પોતાની ટ્રેનિંગ દરમિયાન જ મહિલા એજન્ટના સંપર્કમાં આવી ગયો હતો. બંને વચ્ચે ફેસબુક-વૉટ્સએપ દ્વારા વાતચીત થતી રહેતી હતી. જેસલમેરમાં તહેનાતી દરમિયાન મહિલાએ તેને હનીટ્રેપમાં ફસાવી તેના પાસેથી સેનાની ગોપનીય જાણકારી હાંસલ કરી લીધી. સોમ્બીરને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી દ્વારા રૂપિયા આપવામાં આવ્યા હોવાની પણ આશંકા છે.

શું છે હનીટ્રેપ

શું છે હનીટ્રેપ

જણાવી દઈએ કે ગુપ્તચર એજન્સીઓની સુંદર મહિલા એજન્ટ્સ સોશિયલ મીડિાય પર જવાનને ફોસલાવી પોતાની સુંદરતાની ઝાળણાં ફસાવે છે અને બાદમાં જવાન પાસેથી ગોપનિય માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. હનીટ્રેપમાં સૌથી મોટું હથિયાર સોશિયલ મીડિયાને બનાવવામાં આવે છે. ફેસબુક-વૉટ્સએપ સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહિલા એજન્ટે પોતાના હુસ્નની જાળ પાથરે છે અને ગુપ્ત સુચનાઓ હાંસલ કરી લે છે.

ગઠબંધન અંગે અખિલેશના એલાન પર કોંગ્રેસની ચેતવણી, અમને નજરઅંદાજ કરવા ખતરનાક ભૂલગઠબંધન અંગે અખિલેશના એલાન પર કોંગ્રેસની ચેતવણી, અમને નજરઅંદાજ કરવા ખતરનાક ભૂલ

English summary
Army jawan Sombir honey trapped in Jaisalmer rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X