For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિપબ્લિક ટીવી માલિકી હક પર અર્નબ ગોસ્વામીએ આપ્યો જવાબ

ટીવી પત્રકાર અર્નબ ગોસ્વામીની ચેનલ રિપલ્બિક ટીવીના રોકાણકારો વિશે જે રીતના સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા તેના પર છેવટે તેમની કંપની તરફથી અધિકૃત નિવેદન જારી કરીને સફાઈ આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ટીવી પત્રકાર અર્નબ ગોસ્વામીની ચેનલ રિપલ્બિક ટીવીના રોકાણકારો વિશે જે રીતના સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા તેના પર છેવટે તેમની કંપની તરફથી અધિકૃત નિવેદન જારી કરીને સફાઈ આપવામાં આવી છે. કંપની તરફથી પ્રેસ નોટ જારી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે રિપબ્લિક ટીવીમાં અર્નબ ગોસ્વામીની કુલ ભાગીદારી 82 ટકા છે. કંપની તરફથી કહેવામાં આવ્યુ છે કે અંગ્રેજી ચેનલ રિપબ્લિક ચેનલ રિપબ્લિક ટીવીના લૉન્સ અર્નબ ગોસ્વામીએ પોતાના વ્યક્તિગત રોકાણ દ્વારા કરી હતી અને એ વખતે કંપનીમાં તેની કુલ ભાગીદારી 84 ટકા હતી.

Arnab Goswami

તમને જણાવી દઈએ કે રિપબ્લિક મીડિયા નેટવર્કે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે એઆરજી આઉટલાયર મીડિયા પ્રાઈવેટ લિમિટેડ કે જે રિપબ્લિક મીડિયાના પ્રમોટર છે અને અર્નબ ગોસ્વામી આના માલિક છે, તેમની પાસે કુલ 84 ટકા શેર હતા. આ ઉપરાંત ડિજિટલ એસેટ્સમાં કુલ 99 ટકા શેર અર્નબ ગોસ્વામીના છે. અર્નબ ગોસ્વામીની કંપની તરફથી જારી પ્રેસનોટમાં કહેવામાં આવ્યુ છે કે ભારત અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં રિપબ્લિક ટીવીના માલિકી હક વિશે ભ્રામક સમાચારો ફેલાવામાં આવી રહ્યા છે. રિપબ્લિક મીડિયા નેટવર્કે આનુ જાણવાજોગ લીધુ છે. અમે જણાવવા માંગીએ છીએ કે કંપનીમાં 82 ટકા માલિકી હક અર્નબ ગોસ્વામીનો છે.

રિપબ્લિક ટીવી લૉન્ચ થયા બાદ કંપનીના વિસ્તાર માટે અર્નબ ગોસ્વામીએ લગભગ બે ટકાના ઈક્વિટી દ્વારા ફેબ્રુઆરી 2019માં ફંડ ભેગુ કર્યુ હતુ. ત્યારબાદ કંપનીમાં તેમની કુલ ભાગીદારી 82 ટકા બચી છે. વળી, ડિજિટલ મીડિયાની વાત કરીએ તો www.republicworld.comમાં અર્નબ ગોસ્વામીની કંપની પાસે આની કુલ 99 ટકા ભાગીદારી છે. અર્નબ ગોસ્વામીની બધી ત્રણ કંપનીઓ ભારતમાં જ રજિસ્ટર છે અને 82 ટકાની ભાગીદારી ખુદ અર્નબ ગોસ્વામીની છે કે જે કોઈ પણ ભારતીય મીડિયા હાઉસમાં એક પત્રકાર દ્વારા સર્વાધિક ભાગીદારી છે.

ઉલ્લેખનીય છે કે અર્નબ ગોસ્વામી રિપબ્લિક ટીવીની શરૂઆતથી પહેલા ટાઈમ્સ નાઉ ચેનલમાં એડિટર ઈન ચાફ તરીકે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તે ઘણા લોકપ્રિય થયા હતા. રાતે 9 વાગે આવતો તેમનો શો ન્યૂઝઑવર ઘણો લોકપ્રિય હતો. હાલમાં જ અર્નબ ગોસ્વામી એ વખતે ચર્ચામાં આવ્યા હતા જ્યારે સ્ટેન્ડ અપ કૉમેડિયન કુણાલ કામરાએ તેમની સાથે વિમાનની અંદર અભદ્રતા કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ પણ વાંચોઃ તમિલનાડુમાં મોટી દૂર્ઘટના, બસ અને ટ્રકમાં ટક્કર, 19ના મોત, ઘણા ઘાયલઆ પણ વાંચોઃ તમિલનાડુમાં મોટી દૂર્ઘટના, બસ અને ટ્રકમાં ટક્કર, 19ના મોત, ઘણા ઘાયલ

English summary
Arnab Goswami reveals he has 82 percent shares of republic tv
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X