For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરમાં કેવી રીતે પ્રવેશે છે આતંકીઓ, જેહાદીએ જણાવી હકીકત

માર્ચમાં સેનાએ ઉત્તર કાશ્મીરના કુપવાડાના લશ્કર-એ-તૈયબાના આતંકી જબીઉલ્લા ઉર્ફે હમજાની ધરપકડ કરી હતી. આ આતંકીએ જણાવ્યુ કે કેવી રીતે લશ્કર-એ-તૈયબાના આતંકી લખવીના પુત્રએ એલઓસી પાર કરાવી હતી.

|
Google Oneindia Gujarati News

માર્ચમાં સેનાએ ઉત્તર કાશ્મીરના કુપવાડાના લશ્કર-એ-તૈયબાના આતંકી જબીઉલ્લા ઉર્ફે હમજાની ધરપકડ કરી હતી. આ આતંકીએ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને હમણા જણાવ્યુ કે કેવી રીતે લશ્કર-એ-તૈયબાના આતંકી જકી-ઉર-રહેમાન લખવીના પુત્રએ એલઓસી પાર કરાવી હતી અને લશ્કરના છ આતંકીઓનું એક ગ્રુપ અહીંથી કેવી રીતે કુપવાડામાં દાખલ થયુ હતુ. લખવી 26/11 મુંબઈ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ છે. થોડાક દિવસ જેલમાં રહ્યા બાદ હાલમાં તે પણ પાકિસ્તાનમાં આઝાદ ફરી રહ્યો છે. એનઆઈએ જબીઉલ્લાએ જણાવેલી વાતોના આધારે આતંકીએનો પીઓકે સ્થિત મુઝફ્ફરાબાદથી કાશ્મીરમાં દાખલ થવાનો રસ્તો શોધ્યો છે.

એકલો જીવતો બચ્યો આતંકી

એકલો જીવતો બચ્યો આતંકી

20 વર્ષનો જબીઉલ્લા 20 માર્ચે કુપવાડામાં ચલાવાયેલા એન્ટી ટેરર ઑપરેશનમાં એકલો જીવતો બચેલો આતંકી છે. તેના બાકીના સાથીઓને સેનાએ ઠાર માર્યા હતા. આતંકી જે રસ્તેથી જમ્મૂ કાશ્મીરમાં દાખલ થાય છે તે પીઓકેમાં સ્થિત છે. આતંકી પીઓકેના ધૂંધિયાલ અને તેજિયામાં રોકાઈને ભારત તરફ સ્થિત સરબાલ નામક વિસ્તારમાં દાખલ થાય છે. આ વિસ્તાર એલઓસી પર સ્થિત છે. આની આસપાસ સેનાની ચાર પોસ્ટ છે અને અહીંથી આતંકી કુપવાડાના હલમાતપોરા અને તુશાનબાલા જુગિતયાલ સુધી પહોંચી જાય છે.

લખવીના પુત્રએ આપ્યા એક લાખ રૂપિયા

લખવીના પુત્રએ આપ્યા એક લાખ રૂપિયા

લશ્કરમાં ટ્રેનિંગ વિંગનો હપ્તો છે. જબપીઉલ્લાએ એનઆઈએને જણાવ્યુ કે ટ્રેનિંગ પૂરી થયા બાદ હફ્જાએ છ આતંકીઓને સિલેક્ટ કર્યા હતા. આ આતંકીઓને એકે-47, એક કિલો બદામ અને ખજૂર, મધની પાંચ શીશી, થોડીક રોટલી અને દરેક આતંકીને ભારતીય મુદ્દામાં એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જબીઉલ્લાના જણાવ્યા મુજબ આ રકમ કાસિમભાઈ તરફથી આપવામાં આવી હતી કે જે લખવીનો પુત્ર છે. લખવી હાલમાં લશ્કરનો ઑપરેશન કમાન્ડર છે. ત્યારબાદ કાસિમ બધા આતંકીઓને મુઝફ્ફરાબાદથી સરવાલ પોતાની ટોયોટા કોસ્ટર ગાડીમાં લઈને ગયો. જબીઉલ્લાની માનીએ તો આતંકીઓને એલઓસી સુધી પહોંચાડવામાં બે દિવસનો સમય લાગ્યો હતો. અહીં આ આતંકીઓએ ફેંસિંગ કાપી જેમાં તેમને બીજા પાંચ આતંકીઓની મદદ મળી હતી. ત્યારબાદ આ બધા આતંકીઓને એલઓસી સુધી મૂકી આવવામાં આવ્યા.

જીપીએસથી ટ્રેક કરી આર્મી પોસ્ટ

જીપીએસથી ટ્રેક કરી આર્મી પોસ્ટ

આતંકી જીપીએસની મદદથી ઈન્ડિયન આર્મીની પોસ્ટ ડિંગ સુધી પહોંચ્યા હતા. કુપવાડાના જંગલોમાં આ આતંકી લગભગ 15 દિવસ સુધી છુપાઈ રહ્યા. અહીં એક સ્થાનિક કાશ્મીરીએ રાશન મેળવવામાં તેમની મદદ કરી. 12 માર્ચની સાંજે આતંકી અલ્તાફ અને બિલ્લા નામના વ્યક્તિઓના ઘરે પહોંચ્યા. જબીઉલ્લાએ જણાવ્યુ કે તેના ગ્રુપના લીડર વકાસે તેમને 13,000 રૂપિયાની રકમ દાળ, બિસ્કિટ, વાસણો અને મિલ્ક પાવડર ખરીદવા માટે આપી હતી. આ ઘરમાં આતંકી લગભગ છ દિવસ સુધી રહ્યા હતા. ત્યારબાદ અહીંથી બીજા એક ગામ ફતેહખાનમાં દાખલ થયા હતા. અહીં લોકોએ શરૂઆતમાં તેમને મળવાનો ઈનકાર કરી દીધો. પરંતુ એક વ્યક્તિએ તેમને રહેવાની જગ્યા અને જમવાની વ્યવસ્થા કરી આપી હતી.

20 માર્ચે માર્યા ગયા બધા સાથી

20 માર્ચે માર્યા ગયા બધા સાથી

20 માર્ચે સેના અને સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેરી લીધો અને ફાયરિંગ શરૂ કરી દીધી. બધા આતંકી સૂઈ રહ્યા હતા. ફાયરિંગનો અવાજ સાંભળીને તે જાગ્યા અને તેમણે પોતાના હથિયાર ઉઠાવ્યા. અહીંથી આતંકી જંગલ તરફ ભાગી ગયા. આતંકી એક ગામ ઢોકમાં એક ઘરમાં પહોંચ્યા અને તેમણે માલિકને કહ્યુ કે તે લશ્કર-એ-તૈયબાના છે અને પાકિસ્તાથી આવ્યા છે. અહીં જબીઉલ્લાના બધા સાથીઓને એન્કાઉન્ટરમાં સેનાએ ઠાર માર્યા હતા. તે ગમે તેમ કરીને ભાગવામાં સફળ થયો અને થોડાક દિવસ પછી સેનાએ તેને પણ પકડી લીધો.

English summary
arrested jihadi tells how lakhvi s son feried group 6 lashkar terrorist to loc
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X