• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PM, મુલાયમ માટે કમેન્ટ કરી FB પર, UPમાં થઇ ગઇ ધરપકડ

|

લખનઉ, 5 ફેબ્રુઆરી: મહારાષ્ટ્ર, બંગાળ બાદ હવે ઉત્તર પ્રદેશ પોલીસે પણ ફેસબુક પર કમેન્ટના પગલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશ પોલીસે આગરાના દયાલબાગ કોલોનીના રહેનાર એન્જિનિયર સંજય ચોધરીની પ્રધાનમંત્રી મનમોહનસિંહ, ટેલિકોમ મંત્રી કપિલ સિબ્બલ અને સપા પ્રમુખ મુલાયમસિંહ યાદવ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરી આવી છે. પોલીસે જણાવ્યું કે ચોધરીની ટિપ્પણી ભડકાઉ અને સાંપ્રદાયિક હતી.

ગઇરાત્રે પોલીસે ચોધરીને તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી. સાથે સાથે તેના ઘરેથી લેપટોપ, એક સિમકાર્ડ અને એક ડેટા કાર્ડ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસની કાર્યવાહી બાદ સંજય ચોધરીની ટિપ્પણી ફેસબુક એકાઉન્ટમાંથી ડિલીટ કરી દેવામાં આવી અને બાદમાં તેમનું એકાઉન્ટ પણ બંદ કરી દેવાયું.

મામલા સાથે જોડાયેલા કેટલાક અધિકારિઓનું કહેવું છે કે આ મામલામાં સપા પ્રમુખ મુલાયમસિંહ યાદવનું પણ નામ હોવાથી પોલીસ આટલી સક્રિયતા બતાવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ચોધરી એક પબ્લિક સ્કૂલના ચેરમેન છે અને તેમની આઇપીસીની ધારા 153 A અને 66 A અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.

English summary
arrested one in UP after comment on Facebook about PM, Mulayamsingh yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X