For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Article 35A: શું છે અનુચ્છેદ 35એ, કેમ થઈ રહ્યો છે આના પર હોબાળો ?

જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 35એની માન્યતાને પડકારતી યાચિકા પર સુપ્રિમ કોર્ટમાં સોમવારે સુનાવણી ટળી ગઈ.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 35એની માન્યતાને પડકારતી યાચિકા પર સુપ્રિમ કોર્ટમાં સોમવારે સુનાવણી ટળી ગઈ. આ કેસની સુનાવણી હવે 27 ઓગસ્ટના રોજ થશે. તે દિવસે કોર્ટ આ કેસને બંધારણીય પીઠમાં મોકલવા પર નિર્ણય આપી શકે છે. તમને જણાવી દઈએ કે કલમને ભેદભાવપૂર્ણ બતાવતા દિલ્હીના એનજીઓ 'વી ધ સિટીઝન્સ' એ સુપ્રિમ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે.

kashmir

આ બધી બાબતો વચ્ચે એક જ વાત ખટકી રહી છે કે છેવટે આ કલમ 35એ શું છે અને કેમ તેની પર આટલો હોબાળો થઈ રહ્યો છે. વાસ્તવમાં અનુચ્છેદ 35એ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાને સ્થાયી નાગરિકની પરિભાષા નક્કી કરવાનો અધિકાર આપે છે જેને રાજ્યમાં 14 મે, 1954 માં લાગુ કરવામાં આવ્યુ હતુ. આ અનુચ્છેદ બંધારણના પુસ્તકોમાં જોવા મળતી નથી. કલમ 35એ આ અનુચ્છેદને લાગુ કરવા માટે તત્કાલીન સરકારે કલમ 370 અંતર્ગત મળેલી શક્તિનો ઉપયોગ કર્યો હતો. ઈતિહાસની માનીએ તો આ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે 14 મે 1954 ના રોજ લાગુ કર્યુ હતુ. આ આદેશ રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરાયા બાદ ભારતના બંધારણમાં તેને જોડી દેવામાં આવ્યુ. અનુચ્છેદ 35એ 370 નો જ એક ભાગ છે. આ કલમ હેઠળ જમ્મુ-કાશ્મીર ઉપરાંત ભારતના કોઈ પણ રાજ્યના નાગરિક જમ્મુ કાશ્મીરમાં કોઈ સંપત્તિ ખરીદી શકતા નથી. વળી, ત્યાંનો નાગરિક પણ બની શકે નહિ.

ધરતીના સ્વર્ગના નાગરિક તેને માનવામાં આવશે કે જે 14 મે, 1954 ના રોજ રાજ્યના નાગરિક રહ્યા હોય અથવા તે પહેલાના 10 વર્ષોથી રાજ્યમાં રહેતા હોય અથવા તે પહેલા કે તે દરમિયાન ત્યાં પહેલેથી જ સંપત્તિ મેળવી રાખી હોય. વળી, જો જમ્મુ કાશ્મીરની છોકરી કોઈ બહારના છોકરા સાથે લગ્ન કરે તો તેના બધા અધિકાર સમાપ્ત થઈ જશે. વળી તેના બાળકોને પણ કોઈ પણ પ્રકારના અધિકાર નહિ મળે.

આને ખતમ કરવાની વાત એટલા માટે થઈ રહી છે કારણકે આ અનુચ્છેદને સંસદ દ્વારા લાગુ કરવામાં આવી નથી. બીજુ કારણ એ છે કે આ અનુચ્છેદના કારણે જ પાકિસ્તાનથી આવેલા શરણાર્થી આજે પણ રાજ્યના મૌલિક અધિકાર અને પોતાની ઓળખથી વંચિત છે. હવે સવાલ એ છે કે જો અનુચ્છેદ 35એ ગેરબંધારણીય છે તો સર્વોચ્ચ ન્યાયાલયે 1954 પછી હજુ સુધી ક્યારેય પણ તેને ગેરબંધારણીય ઘોષિત કેમ નથી કરી? જો એમ પણ માની લેવામાં આવે કે 1954 માં નહેરુ સરકારે રાજકીય કારણોસર આ અનુચ્છેદને બંધારણમાં શામેલ કરી હતી તો પછી કોઈ પણ બિન કોંગ્રેસી સરકારે આને હજુ સુધી સમાપ્ત કેમ ન કરી?

English summary
Article 35A is a constitutional provision that allows the Jammu-Kashmir assembly to define permanent residents of the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X