• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Article 370: મોદી સરકારના ફેસલાને પૂર્વ અધિકારીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

|

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવાના મોદી સરકારના ફેસલા વિરુદ્ધ 6 અરજદાર સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. આ અરજદારોમાં રિટાયર્ડ મેજર જનરલ અશોક મહેતા અને પૂર્વ એર વાઈસ માર્શલ કપિલ કાક સહિત 6 લોકો સામેલ છે. આ અરજદારોએ આર્ટિકલ 370 હટાવવાના મામલાને અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે.

સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અધિકારીઓ

સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અધિકારીઓ

આ બંને સિવાય અરજદારોમાં જમ્મુ-કાશ્મીર માટે ગૃહ મંત્રાલયના ઈન્ટરલોક્યૂટર્સ ગ્રુપના એક પૂર્વ સભ્ય રાધા કુમાર, જમ્મુ અને કાશ્મીર કેડરથી સંબંધિત એક પૂર્વ આઈએએસ અધિકારી હિંડલ હૈદર તૈયબજી, પંજાબ કેડરના પૂર્વ આઈએએસ અમિતાભ પાંડે અને કેરળ કેડરના પૂર્વ આઈએએસ અધિકારી ગોપાલ પિલ્લાઈ છે.

કલમ 370 હટાવવાને પડકાર

અરજી અધિવક્તા અર્જુન કૃષ્ણન, કૌસ્તુભ સિંહ અને રાજલક્ષ્મી સિંહ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને વરિષ્ઠ અધિવક્તા પ્રશાન્તો સેન દ્વારા સેટ કરવામાં આવી છે. અગાઉ પણ અનુચ્છેદ 370ને લઈ કેટલીય અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જેમાં ત્યાંથી કોમ્યૂનિકેશન વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા સહિતના કેટલાય મુદ્દા સામેલ છે. શુક્રવારે અનુચ્છેદ 370 હટ્યા બાદ રાજ્યની સ્થિતિને લઈ દાખલ અરજીઓની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે હાલ ત્યાંથી પ્રતિબંધ હટાવવો ઠીક નથી. ધીરે ધીરે અમે ત્યાંથી સંપૂર્ણપણે પ્રતિબંધ હટાવી દેશું.

5 ઓગસ્ટે મોદી સરકારે એલાન કર્યું હતું

5 ઓગસ્ટે મોદી સરકારે એલાન કર્યું હતું

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનાર અનુચ્છેદ 370ને ખતમ કરવાનું એલાન 5 ઓગસ્ટે કર્યું હતું. અમિત શાહે સૌથી પહેલા રાજ્યસભામાં તેની જાણકારી આપતા જણાવ્યું હતું કે હવે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાની સાથે તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું છે. આ બે પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હશે. લદ્દાખમાં વિધાનસભા નહિ હોય જ્યારે જમ્મુ અને કાશ્મીરને ખુદની વિધાનસભા હશે. આ ફેસલા બાદ સરકારે જમ્મુ-કાશ્મીરમાં કેટલાય પ્રકારના પ્રતિબંધ લગાવ્યા છે.

ભારત-ભૂટાન વચ્ચે 5 MoU પર હસ્તાક્ષર, પીએમ મોદીએ કહ્યું- પાડોશીના વિકાસને લઈ ભારત પ્રતિબદ્ધ

English summary
Article 370: Former officials challenging the Modi government's decision in the Supreme Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more