• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાકિસ્તાન ગરીબ દેશ અને ઈમરાન ખાનથી મોટો કોઈ મૂર્ખ નહિઃ તારીક ફતેહનું મોટુ નિવેદન

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન અકળાયેલુ છે, તેના નેતા મનફાવે તેમ નિવેદન આપી રહ્યા છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને પોતે ભારતને પરમાણુ બોમ્બની ધમકી આપી દીધી છે, જો કે તે હાલમાં પોતાના વતનમાં લોકોના નિશાના પર છે. વળી, આ મુદ્દે પાકિસ્તાની મૂળના લેખક તારિક ફતેહે પણ પોતાનું મંતવ્ય જણાવ્યુ છે અને ઈમરાન ખાન પર જોરદાર નિશાન સાધ્યુ છે.

ભારતે પાકિસ્તાનને તેની જગ્યા બતાવી દીધી

ભારતે પાકિસ્તાનને તેની જગ્યા બતાવી દીધી

ટીવી9 ભારતવર્ષને આપેલા પોતાના એક્સક્લુઝીવ ઈન્ટરવ્યુમાં તારિક ફતેહે કહ્યુ કે મને એ કહેવામાં બિલકુલ વાંધો નથી કે આજે ભારત પાકિસ્તાન સામે રૉયલ ટાઈગરની જેમ ગરજી રહ્યુ છે અને હિમાલયની જેમ મજબૂતીથી ઉભુ છે. ભારતે પાકિસ્તાનને તેની જગ્યા બતાવી દીધી છે અને આ બધા માટે બધી ક્રેડિટ ભારતની મોદી સરકારને જાય છે જેણે ઈમરાન ખાનને બતાવી દીધુ કે પોતાના વતનની સુરક્ષા કેવી રીતે કરી શકાય.

તારિક ફતેહે કરી પીએમ મોદીની પ્રશંસા

તારિક ફતેહે કરી પીએમ મોદીની પ્રશંસા

તારિક ફતેહે કહ્યુ કે અત્યાર સુધી પાકિસ્તાનની ધમકીઓથી ભારત દબાઈ જતુ હતુ કે આ ગાંડા લોકો શું કરશે પરંતુ જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીધુ કહ્યુ કે 370 અને 35એ ખતમ થઈ રહ્યુ છે અને જમ્મુ કાશ્મીર ભારતનો હિસ્સો છેલ્લા 5 હજાર વર્ષથી છે, ત્યારે સમજમાં આવ્યુ કે હિંદુસ્તાનમાં કોઈ નેતા કડક નિર્ણય લઈ શકે છે અને આ કારણથી આ (પાકિસ્તાની)ને મરચુ લાગ્યુ છે. સરકાર પર વાર કરતા તારિક ફતેહે કહ્યુ કે 1965ના યુદ્ધથી જોઈ રહ્યો છુ કે કઈ રીતે પાકિસ્તાનમાં એ કહેવામાં આવતુ હતુ કે આ લોકો (ભારતવાસી)શાકભાજી ખાનારા લોકો છે, તેમને માંસ ખાનારાની તાકાતનો અંદાજો શું છે, એક પાકિસ્તાની 10 ભારતીયોને ખઈ જશે, આ વખતે પણ પાકિસ્તાનને આશા હતી કે ભારતના મુસલમાન 370 ખતમ થવા પર પાકિસ્તાન સાથે ઉભા રહી જશે પરંતુ એવુ ન થયુ. ભારતનો દરેક મુસલમાન, આજે મોદી સરકારના નિર્ણય સાથે છે. બસ આ જ કારણે આ પાકિસ્તાની અકળાયેલા છે.

આ પણ વાંચોઃ ઘરે પાછી પહોંચી અપહ્રત કરાયેલ સિખ યુવતી, ધર્મ પરિવર્તન કરાવી કર્યા હતા નિકાહઆ પણ વાંચોઃ ઘરે પાછી પહોંચી અપહ્રત કરાયેલ સિખ યુવતી, ધર્મ પરિવર્તન કરાવી કર્યા હતા નિકાહ

ઈમરાનથી મોટો કોઈ મૂર્ખ નથી

ઈમરાનથી મોટો કોઈ મૂર્ખ નથી

આ સાથે તારિક ફતેહે એ પણ કહ્યુ કે તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનની જનતામાંથી કોઈને પણ 370 વિશે કંઈ ખબર નથી. ત્યાંના કોઈ ડિપ્લોમેટે આ વિશે વાંચ્યુ નથી. પાકિસ્તાન અભણ લોકોનો દેશ છે, ફકીરો જેવી હાલત છે પાકિસ્તાનની, ક્યારેક ચીન સામે ભીખ માંગે છે તો ક્યારેક સઉદી અરબ અને ક્યારેક અમેરિકા સામે અને એ કોઈના માટે ઈમાનદાર નથી. પૈસા ઉપરાંત આ દેશ બુદ્ધિ, વિચાર, ઈમાનદારી, દરેક મામલે દેવાળિયો છે. અહીં માત્ર નફરત પેદા કરવામાં આવી રહી છે. તારિક ફતેહે ઈમરાન ખાનના હમણાના નિવેદન પર ટ્વીટરમાં જવાબ આપતા કહ્યુ કે આ પાગલ અને મૂર્ખ છે, તેને એટલી ખબર નથી કે ભારતમાં પાકિસ્તાનથી વધારે મુસલમાન છે. અહીંના મુસ્લિમ ભણેલા-ગણેલા, અમીર, આત્મનિર્ભર અને માથુ ઉંચકીને ચાલે છે, તેમને સમાન દરજ્જો મળ્યો છે. તે મત આપી શકે છે, જૂલુસ કાઢી શકે છે, હજ જઈ શકે છે, દુનિયામાં સૌથી વધુ મુસલમાન ભારતમાં રહે છે. અહીંના શિયા પણ માથુ ઉંચકીને જીવે છે. તેમને બીજા દેશોની જેમ ઈન્ડિયામાં રહેવા માટે ખોટુ નથી બોલવુ પડતુ.

ચોર હકૂમતના અંડરમાં છે પાકિસ્તાન

જ્યારે એ જગ્યાએ પાકિસ્તાનમાં ન શિયા રહી શકે છે, ના અહેમદી રહી શકે છે, તમને કોઈ અંદાજો નથી કે બલૂચિસ્તાનમાં શું બર્બરતા થઈ રહી છે, શું ઈમરાન ખાનને કોઈએ ઠેકો આપ્યો છે ઈસ્લામની વાત કરવાનો? આજે પાકિસ્તાનમાં શિક્ષણ, વિકાસની ઉણપ છે પરંતુ અહીં જેહાદના નામ પર નફરત રોપવામાં આવી રહી છે, શાળાઓ ખાલી પડી છે પરંતુ ઈમરાન ખાન પરમાણુ બોમ્બ બનાવવાની ફિરાકમાં છે. એક સાવ બકવાસ વ્યક્તિને પાકિસ્તાનની અવામ પર થોપી દેવામાં આવ્યા છે, આમને તો 70ની ઉંમરે ફરીથી એક લગ્ન કરીને તેમાં બિઝી કરી દેવા જોઈએ અને દેશને તેમની ચુંગાલમાંથી છોડાવી લેવા જોઈએ. પાકિસ્તાન સૌથી વધુ કરપ્ટ, બેઈમાન અને ચોર હકૂમતની અંડરમાં છે, જે મૂલ્કને લૂટી રહ્યા છે અને ગુમરાહ કરી રહ્યા છે.

English summary
Pakistan-born Canadian author Tarekh Fatah has said that Pakistan was formed with the aim of destroying India, and he also called prime minister Imran Khan a duffer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X