• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ધારા 370 પર મોદીને મળ્યો થરૂરની પત્નીનો સાથ

By Super
|

જમ્મુ-કાશ્મીરની મહિલાઓના રાજ્ય બહારના પુરુષો સાથે લગ્ન કરવા બદલ તેમની સાથે ભેદભાવ થતો હોવાના નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા નિવેદન પર જોરદાર રાજકારણ ખેલાઇ રહ્યું છે. આ વચ્ચે તેમને એક એવી વ્યક્તિનું સમર્થન મળ્યું છે, જેની આશા તેમણે ક્યારેય રાખી નહીં હોય. કેન્દ્રીય મંત્રી શશી થરૂરના પત્ની અને મૂળ રૂપથી કાશ્મીરના રહેવાસી સુનંદા પુષ્કરે કહ્યું કે, બહારની વ્યક્તિ સાથે લગ્ન કરવા બદલ રાજ્યમાં મહિલાંઓ સાથે ભેદભાવ થાય છે અને કોઇ એવું કહે છે કે, નથી થતો તો તે ખોટુ બોલી રહ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે, આ મામલે તે કોઇપણ પ્રકારના રાજકારણમાં પડવા માગતી નથી.

સુનંદ પુષ્કરે પોતાના અનુભવ અંગે જણાવ્યું છે કે, 2006-07 અને 2010માં મે જમ્મુમાં જમીન ખરીદવાના પ્રયાસો કર્યા્ હતા, પરંતુ ડીસી ઓફિસના અધિકારઓએ મને જણાવ્યું કે, તમે બહારના પુરુષ સાથે લગ્ન કર્યા છે, જેના કારણે મારું સ્ટેટ સબ્જેક્ટ(નાગરીકતા) રિન્યૂ થઇ નથી. તેથી હું રાજ્યમાં જમીન ખરીદી શકું નહીં, સુનંદાએ કહ્યું કે, ધારા 370 હાલના સમયે ઘણી જ ભેદભાવપૂર્ણ છે અને તેની સમિક્ષા જરૂરી છે.

સુનંદા અનુસાર, વર્ષ 1992માં તેમણે એક મલયાલી સાથે લગ્ન કર્યા હતા અને પતિના મૃત્યુ બાદ તે રાજ્યમાં જમીન ખરીદવા ગઇ હતી. તેમને અધિકારીઓએ કહ્યું કે, તેમના પતિનું મોત થઇ ગયું છે અને તે રાજ્ય પરત ફરી રહી છે, પરંતુ અધિકારીઓએ તેમની વાતને અવગણી હતી.

આ મુદ્દો તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અને સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં ઉઠાવ્યો છે. સુનંદા પુષ્કરે કહ્યું કે, આ મામલે તેમણે રાજ્યના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે વાતચીત કરી હતી અને તેમણે મદદ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, હાઇકોર્ટ દ્વારા મહિલા વિરોધી કાયદામાં સુધાર લાવવામાં આવ્યો હોવા છતાં પણ જમીની સ્તર પર ફેરબદલ થયા નથી. ઉમરે ને જણાવ્યું કે, તમને ખબર હશે કે કાયદામાં બદલાવ છતાં તમારા બાળકો આ સંપત્તિને મેળવી શકે નહીં. આ મને થોડુક અજીબ લાગ્યું. મારા કઝીનને મહારાષ્ટ્રની યુવતી સાથે લગ્ન કર્યા છે અને તેમના બન્ને બાળકોના નામથી રાજ્યમાં પ્રોપર્ટી છે.

આ સાથે જે થરૂરના પત્નીએ આ મામલે ભાજપ પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો અને દબાયેલા સ્વરે આ મામલે નહેરુને જવાબદાર ઠેરવ્યા. ભાજપ જ્યારે સત્તા પર હતું ત્યારે આ અંગે કોઇ પગલા ભરવામાં આવ્યા નહોતા. તેમણે કહ્યું કે, બની શકે છે કે, મારા જવાબથી મારા પતિને ગુસ્સો આવે પરંતુ હું એક કાશ્મીરી અને મહિલાં પણ છું.

English summary
Sunanda Pushkar Tharoor, a Kashmiri Pandit, talks of her own experience on citizenship rights after marrying outside the state. She also says that women are discriminated against in J&K and even after amendment to the old anti women law her son can't inherit her property in Jammu and Kashmir. On Article 370, she adds, that it needs a re look and is "right now unfair".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more