For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓમર પર વરસ્યા અડવાણી, 'ધોખા' શબ્દપ્રયોગ નહીં કરવા સલાહ

By Super
|
Google Oneindia Gujarati News

lk-advani
નવી દિલ્હી, 28 જૂનઃ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને માત્ર નરેન્દ્ર મોદી કે રાજનાથ સિંહ પર જ ગુસ્સો નથી આવતો, શુક્રવારે તેઓ પોતાના બ્લોગમાં જમ્મૂ-કાશ્મિરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલાહ પર પણ વરસી પડ્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ ભાજપના વિચારોથી અસહમત હોઇ શકે છે, પરંતુ 'છલકપટ' અને 'ધોખા' જેવા શબ્દોના પ્રયોગથી બચવું જોઇએ. અડવાણી, ઓમરના એ નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યાં હતા, જેમાં તેણે કલમ 370ના મુદ્દે ભાજપની માંગની ટીકા કરી હતી. સંવિધાનની કલમ 370 જમ્મૂ-કાશ્મિરને વિશેષ દરરજો અને સુવિધા આપે છે, કોમન સિવિલ કોડ અને રામજન્મભૂમિ મંદિર ઉપરાંત આ કલમને હટાવવાનો પણ ભાજપનો કોર એજેન્ડા રહ્યો છે.

અડવાણીએ શુક્રવારે પોતાના બ્લોગમાં જમ્મૂ-કાશ્મિરના મુદ્દે સંવિધાન સભામાં થયેલી ચર્ચાનો હવાલો આપતા કહ્યું કે, પંડિત નહેરુની જીદના કારણે છે આ જોગવાઇ. તેનો ઉલ્લેખ કરતા અડવાણીએ ઓમરને જણાવ્યું કે જ્યારે સંવિધાન સભામાં ધારા 370ની ચર્ચા થઇ હતી, ત્યારે જનસંઘ બન્યું પણ નહોતુ. તેમ છતાં ડ્રાફ્ટ કમેટિમાં થયેલી ચર્ચા દરમિયાન આખી કોંગ્રેસ પાર્ટી આ પ્રસ્તાવની વિરોધમાં હતી.

તે સમયના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલના અંગત સચિવ વી શંકરના પુસ્તક 'માઇ રેમનિસંસ ઓફ સરદાર પટેલ'નો હવાલો આપતા અડવાણીએ કહ્યું કે, નહેરુ વિદેશ યાત્રા પર ગયા તે પહેલા ઓમર અબ્દુલાહના દાદા શેખ અબ્દુલાહ સાથે મળીને મસૌદાને અંતિમ રૂપ આપ્યું હતું. સવિંધાન સભાની સામે મસૌદાની ચર્ચા માટે 1949માં આવ્યો. ચર્ચા દરમિયાન નહેરુ વિદેશ પ્રવાસ પર હતા અને તેમના સાથી કોંગ્રેસી નેતા ગોપાલસ્વામી અયંગરે મસૌદા પર આવેલી પ્રતિક્રિયા પર જવાબ આપવાનો હતો. અડવાણીનું કહેવું છે કે, પટેલ તેની વિરોધમાં હતા, પરંતુ બાદમાં એમ કહીને તેઓ શાંત થઇ ગયા કે, આંતરરાષ્ટ્રીય જટિલતાઓના કારણે માત્ર અસ્થાયી દ્રષ્ટિકોણ બનાવી શકાય છે.

English summary
Against the backdrop of Jammu and Kashmir Chief Minister Omar Abdullah slamming him on the issue of revocation of special status to the state, senior BJP leader L K Advani today advised him not to use words like "cheating and deceiving" and clarified that his party has always been opposed to Article 370.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X