J&Kમાં પ્રતિબંધો પર SCએ કહ્યુઃ બધા પ્રતિબંધો પર 7 દિવસમાં સમીક્ષા કરો
જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370 હટાવાયા બાદ ત્યાં લાગેલા પ્રતિબંધો સામે દાખલ કરાયેલ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો. ચુકાદો વાંચતા સુપ્રીમ કોર્ટના જજે કહ્યુ કે એમાં કોઈ શંકા નથી કે એક લોકતાંત્રિક વ્યવસ્થામાં અભિવ્યક્તિની સ્વતંત્રતા એક જરૂરી તત્વ છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનો અધિકાર અનુચ્છેદ 19 (1) (ક) હેઠળ એક મૌલિક અધિકાર છે. કોર્ટે કહ્યુ કે ઈન્ટરનેટનો અધિકાર અભિવ્યક્તિના અધિકારની જેમ જ છે.

લોકોના અધિકારો પાછા નથી લેવામાં આવ્યા
સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એનવી રમન્ના, જસ્ટીસ આર સુભાષ રેડ્ડી, જસ્ટીસ બી આર ગવઈની ત્રણ સભ્યોની બેંચે આ અરજીઓ પર ચુકાદો સંભળાવ્યો. આ પહેલાની સુનાવણીમાં અરજીઓના જવાબમાં સરકાર તરફથી કહેવામાં આવ્યુ હતુ કે ઘાટીમાં સંપૂર્ણપણે પ્રતિબંધ છે તેમ કહેવુ ખોટુ છે. તેમણે કહ્યુ હતુ કે લોકોના અધિકારો પાછા નથી લેવામાં આવ્યા પરંતુ 70 વર્ષથી લોકોના જે અધિકાર છીનવાઈ ગયા હતા તે તેમને પાછા આપવામાં આવ્યા છે.

સંચાર સાધનો પર પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે કેન્દ્રની સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવાનો નિર્ણય કરવાનુ એલાન કર્યુ હતુ. સરકારે રાજ્યમાંથી આર્ટિકલ 370 ખતમ કરીને તેને બે કેન્દ્રશાસિત રાજ્યોમાં વહેંચવાનો નિર્ણય કર્યો હતો. આ એલાન સાથે જ ઘાટીમાં સંચાર સાધનો પર પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા અને મોટાભાગના નેતાઓને પણ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા.

સાવચેતીના પગલા
સરકારનુ કહેવુ હતુ કે હિંસાની આશંકાને જોતા સાવચેતીના આ પગલા લેવામાં આવ્યા છે. સંચારના સાધનો પર પ્રતિબંધ લગાવીને એ સમયે ફોન અને ઈન્ટરનેટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હતા. આ પ્રતિબંધોનો ત્યારથી જ વિરોધ થઈ રહ્યો છે. રાજકીય દળોએ જમ્મુ કાશ્મીરના સ્થાનિક નેતાઓની કસ્ટડી માટે સતત મોદી સરકારને ઘેરવાની કોશિશ કરી છે. આ દરમિયાન સંસદથી લઈને સડક સુધી વિપક્ષે સરકાર સામે હુમલા કર્યા છે.
આ પણ વાંચોઃ દીપિકા પર હુમલો કરનારા પર વરસ્યા કન્હૈયા કુમાર, VCને યાદ અપાવી તેમની જવાબદારી