નવી દિલ્હી, 22 માર્ચ: પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે કહ્યું હતું કે કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે તો અરૂણ જેટલી જેટલી ઉપ-વડાપ્રધાન અથવા નાણામંત્રી બનશે. પ્રકાશ સિંહ બાદલે શુક્રવારે અટારીમાં એક રેલીને સંબોધિત કરતાં આ વાત કહી હતી. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી અમૃતસરથી કોંગ્રેસ ઉમેદવાર અમરિંદર સિંહે સામે ચૂંટણી મેદાનમાં છે. પ્રકાશ સિંહ બાદલના આ નિવેદનથી ભાજપ સ્તબ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબના અટારીમાં શુક્રવારે ભાજપના નેતા અરૂણ જેટલીની પ્રથમ રેલી હતી મંચ પરથી મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે આજે જનતા સમક્ષ અરૂણ જેટલીનો પરિચય ભાવી ઉપવડાપ્રધાનના રૂપમાં કરાવ્યો હતો. પ્રકાશ સિંહ બાદલે કહ્યું હતું કે તમે તેમને જીતાડીને સત્તામાં લાવશો તો આ ઉપ-વડાપ્રધાન અથવા નાણામંત્રી બની શકે છે.
પ્રકાશ સિંહ બાદલના નિવેદન બાદ ફરી એકવાર ભાજપમાં નારાજગી દૌર શરૂ થઇ શકે છે. એ નક્કી છે કે જો કેન્દ્રમાં ભાજપની સરકાર બને છે તો અરૂણ જેટલીને કોઇ મોટી જવાબદારી જરૂર મળી શકે છે.
પ્રકાશ સિંહ બાદલના નિવેદન બાદ પ્રથમ પ્રતિક્રિયામાં શિવસેનાએ કહ્યું છે કે અરૂણ જેટલીના નામ આપત્તિ નથી પરંતુ સુષમા સ્વરાજનું નામ કેમ લેવામાં આવતું નથી? શિવસેના વડાપ્રધાન પદના ઉમેદવાર માટે પહેલાં જ સુષમા સ્વરાજનો પક્ષ લેતી આવી છે. સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે મજાક ઉડાવતાં સરકાર બનતાં પહેલાં જ વિભાગોની વહેંચણી થઇ ગઇ છે.