અરુણ જેટલીને GST માટે મનમોહન સિંહે આપ્યો એવોર્ડ, રાહુલ કહી ચૂક્યા છે ગબ્બરસિંહ ટેક્સ
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે શુક્રવારે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીને ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ને સફળતાપૂર્વક લાગુ કરાવા માટે બિઝનેસલાઈન ચેન્જમેકર ઑફ ધ યર પુરસ્કાર પ્રદાન કર્યો. આ પુરસ્કાર બાદ ભાજપને વધુ એક મોકો મળી ગયો છે જેના દ્વારા તે કોંગ્રેસ પર નિશાન સાધી શકે છે.
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી શરૂઆતથી જ એ કહેતા આવ્યા છે કે મોદી સરકારે જીએસટી યોગ્ય રીતે લાગુ ન કર્યો. આ દેશમાં એક ટેક્સની વાત કરવામાં આવી હતી પરંતુ સરકારે ઘણા ટેક્સ લાગુ કરી દીધા છે અને હવે તો જીએસટી કાઉન્સિલ બિઝનેસ લાઈન ચેંજમેકરનો યર એવોર્ડ પણ મળી ગયો છે. આ પુરસ્કારને પૂર્વ પીએમ મનમોહન સિંહે નાણામંત્રી અરુણ જેટલીને આપ્યો. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ આ જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ નામ આપ્યુ છે. જીએસટી પરિષદ તરફથી નવી દિલ્લીમાં આયોજિત આ સમારંભમાં 200થી વધુ ગેસ્ટ પહોંચ્યા હતા.
Today GST COUNCIL got BUSINESS LINE-CHANGE MAKER OF YEAR AWARD. Presented to Finance Minister Shri @arunjaitley by Dr Manmohan Singh.
— BJP (@BJP4India) 15 March 2019
Gabbar Singh Tax, Rahul Gandhi? pic.twitter.com/TZO0gMT2e3
કોંગ્રેસે હંમેશાથી નરેન્દ્ર મોદી સરકાર પર 2017માં ઉતાવળમાં જીએસટી લાગુ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનો આરોપ હતો કે સરકારે જીએસટીને યોગ્ય રીતે લાગુ નથી કર્યો જેના કારણે નાના વ્યવસાયકારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અહીં સુધી કે પૂર્વ પીએમ મનમોહન સિંહે સરકારના જીએસટી અને નોટબંધી અંગે મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતુ. 2107માં કોચ્ચિમાં એક રેલીને સંબોધિત કરતા મનમોહન સિંહે કહ્યુ હતુ કે જીએસટીને જલ્દીમાં લાગુ કરી દેવાની અસર એ થઈ કે તેણે આપણી આર્થિક વૃદ્ધિને ધીમી પાડી દીધી છે.
આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં આતંકીઓએ મહિલા એસપીઓની ગોળી મારી કરી હત્યા