For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું હોય છે લાઈફ સપોર્ટ સિસ્ટમ જેના મોનીટરીંગ હેઠળ છે અરુણ જેટલી

લાઈફ સપોર્ટ સિસ્ટમ શું છે, કઈ પરિસ્થિતિમાં દર્દીને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવે છે અને આ સિસ્ટમથી દર્દીના બચવાની સંભાવનાઓ કેટલી હોય છે. જાણો વિશેષજ્ઞ આના વિશે શું કહે છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની હાલત ખૂબ ગંભીર છે અને દિલ્લીની એમ્સ હોસ્પિટલમાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. અરુણ જેટલીને મળવા ભાજપના ઘણા નેતા પહોચી રહ્યા છે. ભાજપ ઉપરાંત અન્ય દળોના નેતાઓએ પણ એમ્સ જઈને તેમના ખબર પૂછ્યા છે. લાઈફ સપોર્ટ સિસ્ટમ શું છે, કઈ પરિસ્થિતિમાં દર્દીને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવે છે અને આ સિસ્ટમથી દર્દીના બચવાની સંભાવનાઓ કેટલી હોય છે. જાણો વિશેષજ્ઞ આના વિશે શું કહે છે.

લાઈફ સપોર્ટ સિસ્ટમે બચાવ્યા લાખો જીવન

લાઈફ સપોર્ટ સિસ્ટમે બચાવ્યા લાખો જીવન

લાઈફ સપોર્ટ સિસ્ટમે માનવીના જીવન બચાવવાની સંભાવનાઓને નવા આયામ આપ્યા છે. આ સિસ્ટમ વિશે પ્રેસિડેન્ટ હાર્ટ કેર ફાઉન્ડેશન ઑફ ઈન્ડિયા તેમજ હ્રદય રોગ વિશેષજ્ઞ ડૉ. કે કે અગ્રવાલ કહે છે કે આ એ ખાસ ટેકનિક છે જેને દુનિયાભરમાં લાખો લોકોએ જીવન આપવાનું કામ કર્યુ છે. મુશ્કેલથી મુશ્કેલ સ્થિતિમાં જ્યારે દર્દીના શરીરના વિવિધ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ હોય તેમ છતાં પણ તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમની મદદથી તેમને રિકવર કરવામાં આવ્યા. જો કે ડૉક્ટર કે કે અગ્રવાલ કહે છે કે આનાથી પાછુ આવવુ એટલુ સરળ નથી.

દરેક અંગનું મોનીટરીંગ કરે છે લાઈફ સપોર્ટ સિસ્ટમ

દરેક અંગનું મોનીટરીંગ કરે છે લાઈફ સપોર્ટ સિસ્ટમ

ડૉક્ટર કે કે અગ્રવાલે જણાવ્યુ કે જેમ દર્દીનું બ્લડ પ્રેશર ઘટતા બલુન પંપથી શ્વાસ આપીએ છીએ પરંતુ તેમછતાં શ્વાસ ન ચાલે તો વેંટિલેટર પર રાખવામાં આવે છે. વળી જો વેંટિલેટર પણ કામ ન કરી રહ્યુ હોય તો મુશ્કેલી વધી જાય છે અને દર્દીના જીવને જોખમ વધી જાય છે. એવામાં દર્દીને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવે છે. આ એક પ્રકારે શરીરના દરેક અંગનું મોનીટરીંગના આધારે જીવન-મોત સામે ઝઝૂમી રહેલા વ્યક્તિને શ્વાસ લેવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ આ ભાજપશાસિત રાજ્યમાં હવે કરિયાણાની દુકાનો પર પણ મળશે દારૂઆ પણ વાંચોઃ આ ભાજપશાસિત રાજ્યમાં હવે કરિયાણાની દુકાનો પર પણ મળશે દારૂ

ક્યારે કરવામાં આવે છે આનો ઉપયોગ

ક્યારે કરવામાં આવે છે આનો ઉપયોગ

શરીરના ત્રણ ભાગ હ્રદય, માથુ કે ફેફસાની સ્થિતિ ગંભીર થાય ત્યારે દર્દી માટે આ સિસ્ટમની જરૂર પડે છે. સીઓપીડી કે સિસ્ટિક ફાઈબ્રોસિસ ડ્રગ, ઓવરડોઝ, બ્લડ ક્લોટ, ફેફસામાં ઈન્જરી કે અન્ય બિમારીઓના કારણે ફેફસા બહુ ઓછો સાથ આપે છે. આ પરિસ્થિતિઓમાં આ સિસ્ટમની મદદથી ફેફસાને સપોર્ટ આપવાનું કામ કરવામાં આવે છે. ક્યારેક ક્યારેક હાર્ટ એટેક થવા પર પણ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર દર્દીને રાખવામાં આવે છે. બ્રેન સ્ટ્રોક કે માથા પર ઈજા થવા પર પણ આ સિસ્ટમ દર્દી માટે મદદગાર સાબિત થાય છે.

લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે જેટલી

લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે જેટલી

ડૉક્ટર અગ્રવાલે જણાવ્યુ કે લાઈફ સપોર્ટ સિસ્ટમ દ્વારા દર્દીને બચાવવામાં આવી શકે છે પરંતુ જે રીતે પૂર્વ નાણામંત્રી જેટલી કેન્સર જેવી બિમારી સામે ઝઝૂમી રહ્યા છે. આ પરિસ્થિમાં દર્દીની રિકવરી મુશ્કેલ બને છે. દિલના મામલે સૌથી પહેલા સીપીઆરની મદદ લેવામાં આવે છે જેનાથી લોહીમાં ઓક્સિજનની માત્રાને આખા શરીરમાં પહોંચાડવામાં આવી શકે. આ સિસ્ટમની મદદથી દિલને દવાઓ અને અન્ય પ્રણાલિઓ સાથે કામ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. જોવા જઈએ તો ડાયાલિસિસ પણ લાઈફ સપોર્ટ સિસ્ટમનું ખાસ અંગ કહેવાશે. આના દ્વારા કિડનીને મદદ આપવામાં આવે છે. જ્યારે 80 ટકા સુધી કિડની કામ કરવાનું બંધ કરી દે છે તો શરીરના ઝેરને રોકવામાં ડાયાલિસિસની મોટી ભૂમિકા હોય છે. તમને જણાવી દઈએ કે પૂર્વ નાણામંત્રીને હજુ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે અને તેમને બચાવવાની કોશિશો ચાલુ છે.

English summary
Arun jaitley on life support system in aiims, how this support system works
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X