અરુણ જેટલીના પાર્થિવ દેહને કાલે ભાજપ મુખ્યાલયે રખાશે બપોરે 2 વાગ્યા બાદ અંતિમ સંસ્કાર
નવી દિલ્હીઃ રવિવારે કેન્દ્રીય નાણામંત્રી અને સીનિયર ભાજપી નેતા અરુણ જેટલીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ભાજપા મુખ્યાલયમાં રાખવામાં આશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બપોરે બે વાગ્યા બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શનિવારે બપોરે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અરુણ જેટલીએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 9 ઓગસ્ટથી એમ્સમાં દાખલ હતા.
ભાજપના નેતા સુધાંશુ મિત્તલ મુજબ રવિવારે બપોરે નિગમબોધ ઘાટ પર જેટલીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રવિવારે સવારે તેમના પાર્થિવ દેહને ભાજપ મુખ્યાલયે લઈ જવામાં આવશે જ્યાં રાજનૈતિક દળોના નેતા તેમને અંતિમ વિદાય આપશે. ભાજપ મુખ્યાલયથી પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે નિગમબોધ ઘાટ લઈ જવામાં આવશે. જેટલીના પરિવારે વિદેશ યાત્રા પર ગયેલ પીએમ મોદીને બધો જ કાર્યક્રમ પૂરો કર્યા બાદ જ દેશ પરત આવવા કહ્યું છે, માટે તેઓ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના અંતિમ સંસ્કારમાં ભાગ નહિ લઈ શકે.
નિધન બાદ આજે જેટલીના પાર્થિવ શરીરને તેમના ઘરે લઈ જવામાં આવ્યું છે. જ્યાં લોકો તેમના અંતિમ દર્શન કરવા આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, દિલ્હના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત કેટલાય નેતાઓએ જેટલીના ઘરે જઈ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
જે સ્કૂલમાં જેટલીના બાળકો ભણ્યાં ત્યાં જ પોતાના ડ્રાઈવર-કુકના બાળકોને પણ ભણાવ્યાં