For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે સ્કૂલમાં જેટલીના બાળકો ભણ્યાં ત્યાં જ પોતાના ડ્રાઈવર-કુકના બાળકોને પણ ભણાવ્યાં

જે સ્કૂલમાં જેટલીના બાળકો ભણ્યાં ત્યાં જ પોતાના ડ્રાઈવર-કુકના બાળકોને પણ ભણાવ્યાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અને વરિષ્ઠ નેતા અરુણ જેટલી હવે આપણી વચ્ચે નથી રહ્યા. શનિવારે દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં તેમનું નિધન થઈ ગયું. તેઓ 67 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. જેટલીને એક વિદ્વાન, કાનૂની જાણકાર અને અનુભવી રાજનેતા તરીકે ઓળખ થઈ રહી છે. આ તેમનું કદાવર વ્યક્તિત્વ જ હતું કે પોતાની પાર્ટીની સાથોસાથ તેઓ વિપક્ષી દળોમાં પણ તેમની સારી પકડ હતી. અરુણ જેટલીને લઈ વધુ એક ખાસ વાત એ છે કે તેઓ પોતાના અંગત સ્ફાટના જીવન સ્તરને પણ ઉપર ઉઠાવવા માટે મહત્વની ભૂમિકા નિભાવતા હતા. જેનું મુખ્ય કારણ એ હતું કે તેઓ પોતાના સ્ટાફના પરિવારને પણ ખુદનો પરિવાર ગણતા હતા. જે આ વાતથી જ માલૂમ પડી જાય ચે કે જે સ્કૂલમાં જેટલીએ પોતાના બાળકોને ભણાવ્યાં, તે સ્કૂલમાં જ પોતાના ડ્રાઈવર અને રસોઈયાના બાળકોને પણ ભણાવ્યાં.

પોતાના અંગત સ્ટાફનું ખાસ ધ્યાન રાખતા

પોતાના અંગત સ્ટાફનું ખાસ ધ્યાન રાખતા

અરુણ જેટલીનું આ વ્યક્તિત્વ જ હતું કે તેઓ પોતાના પરિવારની સાથોસાથ ખુદ સાથે જોડાયેલ અંગત સ્ટાફનના પરિવારની દેખરેખની પણ પૂરી જવાબદારી ઉઠાવતા હતા. આવું એટલા માટે કેમ કે જેટલી તેમને પોતાના પરિવારનો ભાગ માનતા હતા. તેમની સાથે જોડાયેલ કર્મચારીઓ પણ અરુણ જેટલીને ભારે ઈજ્જત આપતા હતા.

અંગત સ્ટાફના બાળકોને પણ વિદેશ ભણવા મોકલ્યા

અંગત સ્ટાફના બાળકોને પણ વિદેશ ભણવા મોકલ્યા

અરુણ જેટલીની આ મહાનતા હતી કે ચાણક્યપુરી સ્થિત કાર્મેલ કૉન્વેંટ સ્કૂલમાં તેમણે પોતાના ડ્રાઈવર અને કુકના બાળકોને પણ ભણાવ્યાં. આ એ સ્કૂલ જ છે જ્યાંથી ખુદ જેટલીના બાળકોએ પણ અભ્યાસ કર્યો હતો. એટલું જ નહિ જો કોઈ કર્મચારીનું કોઈ બાળક અતિ પ્રતિભાવાન હોતું અને આગળ વિદેશ ભણવા જવા માંગતું હતું તે તેમને વિદેશ મોકલવા માટે પણ તૈયાર રહેતા હતા. અંગત સ્ટાફના બાળકોને પણ વિદેશમાં જ ભણવા મોકલવામાં આવતા હતા, જ્યાં જેટલીએ પોતાના બાળકોને ભણવા મોકલ્યા હતા ત્યાં જ સ્ટાફના બાળકોને પણ ભણવા મોકલતા. તેમનો બધો ખર્ચો અરુણ જેટલી જ ઉઠાવતા હતા. બિઝનેસ સ્ટાન્ડર્ડમાં છપાયેલ એક ઈન્ટર્વ્યૂમાં અરણ જેટલીના રાજનૈતિક સચિવ રહેલ ઓમ પ્રકાશ શર્માએ આ અંગે ખુલાસો કર્યો હતો.

ત્રણ કર્મચારીઓના બાળકો હજુ વિદેશ ભણી રહ્યાં છે

ત્રણ કર્મચારીઓના બાળકો હજુ વિદેશ ભણી રહ્યાં છે

અરુણ જેટલીના ડ્રાઈવર જગન અને સહાયક પદ્મ સહિત 10 જેટલા કર્મચારી જેલી પરિવાર સાથે પાછલા ત્રણ દશકાથી જોડાયેલ છે. જેમાંથી ત્રણ કર્મચારીઓના બાળકો અત્યારે વિદેશમાં ભણી રહ્યાં છે. જણાવામાં આવે છે કે જેટલીના પરિવાર માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરનાર જોગેન્દ્રની બે દીકરીમાંથી એક લંડનમાં ભણી રહી છે. સંસદમાં હંમેશા છાંયડાની જેમ જેટલીની સાથે રહેનાર સહયોગી ગોપાલ ભંડારીનો દીકરો ડૉક્ટર છે જ્યારે બીજો એન્જીનિયર છે.

જેટલીએ સહયોગીના દીકરાને પોતાની કાર ગિફ્ટ કરી દીધી હતી

જેટલીએ સહયોગીના દીકરાને પોતાની કાર ગિફ્ટ કરી દીધી હતી

આ ઉપરાંત જે કર્મચારીઓના બાળકો એમબીએ અથવા કોઈ અન્ય પ્રોફેશનલ કોર્સ કરવા માંગતા હતા તેમનું પણ અરુણ જેટલી ખાસ ધ્યાન રાખતા હતા. પછી ભલેને ફી ભરવાનો મામલો હોય કે નોકરીનો. એટલું જ નહિ જેટલીએ 2005માં પોતાના સહાયક રહેલ ઓપી શર્માના દીકરા ચેતનને લૉના અભ્યાસ દરમિયાન પોતાની એસેંટ કાર પણ ગિફ્ટ કરી દીધી હતી.

<strong>એક વર્ષમાં ભાજપે અરુણ જેટલી સહિત પોતાના પાંચ કદાવર નેતા ગુમાવ્યા </strong>એક વર્ષમાં ભાજપે અરુણ જેટલી સહિત પોતાના પાંચ કદાવર નેતા ગુમાવ્યા

English summary
arun jaitley took care of their staff's family as his own
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X