• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ત્રીજીવાર દિલ્હીના સીએમ બન્યા અરવિંદ કેજરીવાલ, પદ અને ગોપનિયતાના શપથ લીધા

|
Google Oneindia Gujarati News

અરવિંદ કેજરીવાલની શપથ વિધિ માટે રામલીલા મેદાન સજાવટ બાદ તૈયાર થઈ ચૂક્યું છે, મેદાનમાં 45000 ખુરશીઓ લગાવવામાં આવી છે, મેદાનમાં અન્ય કેટલાય પ્રકારના ઈંતેજામ પણ કરવામાં આવ્યા છે. ખુદ અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને ઑડિયો અને વીડિયો મેસેજ દ્વારા સમારોહમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ઐતિહાસિક મેદાનમાં શપથ લેવા માટે તૈયાર છે, જ્યાં તેઓ અગાઉ બે વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ ચૂક્યા છે. શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. હવે ઈંતેજાર છે એ પળનો જ્યારે અરવિંદ કેજરીવાલ ત્રીજીવાર સીએમ પદના શપથ લેશે. દિલ્હીની જે જનતાએ તેમને દિલ્હીની જવાબદારી સોંપી છે, તે આ સમારોહના સાક્ષી બનશે. અહીં મેળવો પળેપળની લાઈવ અપડેટ...

દિલ્હી ચૂંટણી પરિણામો: કેજરીવાલની નવી કેબિનેટમાં કોણ કોણ બની શકે છે મંત્રી, આ નામ આગળદિલ્હી ચૂંટણી પરિણામો: કેજરીવાલની નવી કેબિનેટમાં કોણ કોણ બની શકે છે મંત્રી, આ નામ આગળ

Newest First Oldest First
12:52 PM
સ્ટેજ પરથી સીએમ અરવિંદ કેજરીવાલે ગીત ગાયું- હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ, મન મે હૈ વિશ્વાસ...
12:50 PM
નાના નાના બાળકોના શિક્ષણ માટે હું રૂપિયા ના લઈ શકું, લોકોની મૂળભૂત સુવિધાઓ માટે હું પૈસા ના લઈ શકુંઃ અરવિંદ કેજરીવાલ
12:50 PM
આજે મારી બંને તરફ દિલ્હીના નિર્માતા બેઠા છે, એક માનો પ્રેમ ફ્રી હોય છે, એક પિતાનો પ્રેમ ફ્રી હોય છે, હું પણ દિલ્હીના લોકોને મારો પ્રેમ ફ્રી આપી રહ્યો છુંઃ અરવિંદ કેજરીવાલ
12:50 PM
મેં પીએમ મોદીને પણ આમંત્રણ આપ્યું, તેઓ વ્યસ્ત છે, પરંતુ દિલ્હીના વિકાસ માટે મારે તેમના આશિર્વાદ જોઈએઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ
12:50 PM
કેન્દ્રની સાથે મળી, કેન્દ્રના સહયોગથી દિલ્હીને સુંદર બનાવવાનો પ્રયાસ કરશુંઃ અરવિંદ કેજરીવાલ
12:45 PM
હું બધા માટે કામ કરીશ, પછી તે કોઈપણ પાર્ટીનો કેમ ના હોય, કોઈપણ ધર્મ, જાતિ કે સમાજથી કેમ ના હોયઃ સીએમ અરવિંદ કેજરીવાલ
12:44 PM
ચૂંટણી પૂરી થઈ ગઈ છે, તમે કોને વોટ આપ્યો તેનાથી કંઈ ફરક નથી પડતો, હવે બધા દિલ્હીવાસી મારો પરિવાર છેઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ
12:43 PM
પાછલા 5 વર્ષોમાં દિલ્હીવાસીઓ માટે ખુશીઓ અને રાહત લાવવો જ અમારો એકમાત્ર પ્રયાસ છેઃ અરવિંદ કેજરીવાલ
12:42 PM
આ જીત મારી નહિ, આ દિલ્હીના દરેક નાગરિકની જીત છે, આ દિલ્હીના દરેક પરિવારની જીત છેઃ અરવિંદ કેજરીવાલ
12:38 PM
અરવિંદ કેજરીવાલના શફથ ગ્રણમાં પહોંચ્યો છોટે મફલર મેન, પરિણામના દિવસે કેજરીવાલના લુકથી ચર્ચા મેળવી હતી.
12:37 PM
શપથ ગ્રહણ બાદ સીએમ અરવિંદ કેજરીવાલનું ભાષણ, કહ્યું- દિલ્હીના વિકાસ માટે સતત કોશિશ કરતો રહીશ
12:37 PM
રાજેન્દ્ર પાલ ગૌતમે પદ અને ગોપનીયતાના શપથ લીધા, દિલ્હીની સીમાપુરી સીટથી તેઓ ધારાસભ્ય છે.
12:28 PM
ઈમરાન હુસૈને પદ અને ગોપનીયતાના શપથ લીધા, દિલ્હીની બલ્લીમારાન સીટથી તેઓ ધારાસભ્ય છે.
12:26 PM
કૈલાશ ગેહલોતે પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા, દિલ્હીની નજફગઢ સીટથી તેઓ ધારાસભ્ય છે, પાછલી સરકારમાં પણ મંત્રી હતા.
12:25 PM
ગોપાલ રાયે પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા, ગોપાલ રાયની ઓળખ વિદ્યાર્થી નેતા તરીકે વધુ સારી રીતે થાય છે, દિલ્હીની બાબરપુર સીટથી તેઓ ધારાસભ્ય છે.
12:22 PM
સત્યેન્દ્ર જૈને લીધા પદ અને ગોપનીયતાના શપથ, દિલ્હીની શકૂર બસ્ટી સીટથી ધારાસભ્ય છે, પાછલી સરકારમાં પણ તેઓ મંત્રી હતા
12:22 PM
મનીષ સિસોદિયાએ પદ અને ગોપનિયતાના શપથ લીધા, દિલ્હીની પટપડગંજ સીટથી ધારાસભ્ય છે સિસોદિયા
12:18 PM
ત્રીજીવાર દિલ્હીના સીએમ બન્યા અરવિંદ કેજરીવાલ, એલજી અનિલ બૈજલે પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા
12:17 PM
શપથ પહેલા મંચ પર ગવાયું રાષ્ટ્રગાન, હવે સીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે કેજરીવાલ
12:07 PM
ભાજપે કોઈને વ્હિપ જાહેર નથી કર્યો, જેમણે શપથ સમારોહમાં સામેલ થવું હોય તેઓ થઈ શકે છેઃ બિજેન્દ્ર ગુપ્તા
11:36 AM
અવિંદ કેજરીવાલ રામલીલા મેદાન માટે નિકળી ગયા છે, બપોરે 12.15 વાગ્યે સીએમ પદના શપથ લેશે
11:30 AM
ચારોતરફ નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે.
11:29 AM
દિલ્હી પોલીસ, સીઆરપીએફ સહિત અર્ધસૈનિક બળના 2000થી 3000 જવાનો ચાંદની ચોકની સુરક્ષા માટે તહેનાત
10:42 AM
11.30 વાગ્યે ઘરેથી નિકળશે અરવિંદ કેજરીવાલ, સીધા રામલીલા મેદાન જશે.
9:27 AM
રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ માટે 12 મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી, જેથી ગમે ત્યાંથી સહેલાઈથી શપથવિધિ જોઈ શકાય.
8:39 AM
શપથ ગ્રહણ પહેલા અરવિંદ કેજરીવાલે દિલ્હીના ભાવી મંત્રીઓને પોતાના ઘરે બોલાવ્યા, મંત્રીઓ સાથે ચર્ચા કરી.
8:38 AM
સગીર છોકરીને કિડનેપ થતા બચાવનાર ડીટીસી બસના માર્શલને પણ શપથ ગ્રહણ સમારોહનું નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.
8:37 AM
અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં સ્ટેજ પર 60 લોકો હાજર રહેશે, વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનાર 60 લોકોને આમંત્રિત કર્યા.
8:21 AM
રામલીલા મેદાન પર શપથ ગ્રહણ વિધિની તડામાર તૈયારીઓ
8:20 AM
શપથ ગ્રહણને પગલે રાજઘાટ ચોક અને દિલ્હી ગેટ ચોકથી જેએલએન માર્ગ થતા ગુરુનાનક દેવ ચોક જનાર તમામ કોમર્શિયલ ગાડીઓ અને બસની એન્ટ્રી બંધ રહેશે.
READ MORE

English summary
arvind kejariwal swearing in ceremony live updates in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X