For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણીમાં AAP નો માસ્ટર પ્લાન, 100 સીટો પર ચૂંટણી લડશે

વર્ષ 2019 દરમિયાન થનાર લોકસભા ચૂંટણી માટે દરેક રાજનૈતિક પાર્ટીઓ કમર કસી રહી છે.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2019 દરમિયાન થનાર લોકસભા ચૂંટણી માટે દરેક રાજનૈતિક પાર્ટીઓ કમર કસી રહી છે. આ ઈલેક્શન માટે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ પોતાની સ્થિતિને મજબૂત બનાવવા માટે 100 સીટોનો ટાર્ગેટ લઈને ચાલી રહી છે, જેમાં તેઓ ઓછામાં ઓછી 25 સીટો જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આમ આદમી પાર્ટીના બે નેતાઓ ઘ્વારા રવિવારે જણાવવામાં આવ્યું હતું કે 2019 લોકસભા ચૂંટણીમાં પાર્ટી તેમના પુરા દમ સાથે ઉતરશે. તેની સાથે સાથે તેમની રણનીતિ શુ હશે તેની વિગતો પણ સામે આવી છે.

જ્યાં પાર્ટી મજબૂત ત્યાંની સીટો પર નજર

જ્યાં પાર્ટી મજબૂત ત્યાંની સીટો પર નજર

પાર્ટી નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની નજર એવા રાજ્યોમાં વધારે રહેશે જ્યાં તેઓ પહેલાથી મજબૂત છે, જેમાં દિલ્હી સાથે પંજાબ, હરિયાણા શામિલ છે. તેની સાથે સાથે પાર્ટી નેતાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ પોતાની હાજરી નોંધાવશે. તેની સાથે સાથે આમ આદમી પાર્ટી બિહાર, ઉત્તરપ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં લોકસભા સીટો પર ઈલેક્શન લડવાની રણનીતિ બનાવી રહ્યું છે.

હાલમાં ચાર સાંસદ પંજાબના છે

હાલમાં ચાર સાંસદ પંજાબના છે

બીજા રાજ્યોની તુલનામાં આમ આદમી પાર્ટીની પંજાબમાં સારી પકડ છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ 4 લોકસભા સીટો જીતી છે. પંજાબમાં લોકસભાની કુલ 13 સીટો છે. આવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીએ પોતાની વિપક્ષી દળ તરીકે મજબૂત કર્યું છે. એટલા માટે આમ આદમી પાર્ટી પંજાબમાં પોતાને વધારે મજબૂત કરવા માટે ચોક્કસ પ્રત્યન કરશે.

બીજેપી અને કોંગ્રેસને જોરદાર ટક્કર આપીશુ: અરવિંદ કેજરીવાલ

બીજેપી અને કોંગ્રેસને જોરદાર ટક્કર આપીશુ: અરવિંદ કેજરીવાલ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં જ હરિયાણા ગયા હતા. તેમને કહ્યું કે હરિયાણામાં તેઓ બીજેપી અને કોંગ્રેસને ટક્કર આપવા માટે ભરપૂર કોશિશ કરશે. ઇલેક્શનને જોતા અરવિંદ કેજરીવાલ ઘ્વારા પીએમ મોદી પર પ્રહાર કરવામાં આવ્યા હતા. કેજરીવાલે રાફેલ ડીલ અંગે પીએમ મોદી પર નિશાનો સાધ્યો હતો. કેજરીવાલ ઘ્વારા માંગ કરતા જણાવવામાં આવ્યું કે તેઓ રાફેલ ડીલ પર ચર્ચા કરવા માટે એક વિશેષ સત્ર બોલાવે.

English summary
Arvind Kejriwal AAP Party To Contest 100 Seats In Lok Sabha elections 2019, Focus On Winning 25
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X