For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનઃ ગઠબંધન વિના બધી સીટ પર એકલા હાથે ચૂંટણી લડશે કેજરીવાલ

રાજસ્થાનમાં કેજરીવાલ ગઠબંધન વિના જ ચૂંટણી લડશે

|
Google Oneindia Gujarati News

જયપુરઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે પ્રદેશની જયપુરમાં ચૂંટણીલક્ષી શંખનાદ કરી દીધો. રામલીલા મેદાનમાં આયોજીત એક સભાને સંબોધિત કરતા કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો અને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે 'AAP' રાજસ્થાનમાં અન્ય કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નહિ કરે.

ગઠબંધન વિના તમામ સીટો પર ચૂંટણી લડશે કેજરીવાલ

ગઠબંધન વિના તમામ સીટો પર ચૂંટણી લડશે કેજરીવાલ

એમણે પોતાના સંબોધનમાં ખેડૂતોના મુદ્દા સહિત રાફેલ ડીલ પર ઉપજેલ વિવાદનો પણ ઉલ્લેખ કર્યો. કેજરીવાલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહ્યું કે બંનેએ સામાન્ય નાગરિકોના ખિસ્સા લૂંટ્યા છે.

અરે મોદી જી, સીબીઆઈથી કેમ ડરો છો?

અરે મોદી જી, સીબીઆઈથી કેમ ડરો છો?

કેજરીવાલે કહ્યું કે રાફેલ ડીલની તપાસથી ગભરાઈ કેન્દ્ર સરકારે રાતો-રાત સીબીઆઈના ડીરેક્ટર આલોક વર્માને બદલીને રજા પર મોકલી દીધા, અને મોદી જી, જ્યારે હું સીબીઆઈથી નથી ડરતો તો તમે કેમ ડરી રહ્યા છો?

3 વાગ્યે વડાપ્ધાને આલોક વર્માને હટાવીને રજા પર મોકલી દીધા

3 વાગ્યે વડાપ્ધાને આલોક વર્માને હટાવીને રજા પર મોકલી દીધા

કેન્દ્ર સરકારે સાડ પાંચ સો કરોડના વિમાનને 1600 કરોડમાં ખરીદ્યું છે જેમાં લગભગ 36 હજાર કરોડ રૂપિયાનો ઘોટાળો છે, સીબીઆઈમાં એક ઑફિસર આલોક વર્મા ઈમાનદાર નિકળ્યા, જેમણે કહ્યું હું રાફેલ ડીલની તપાસ કરાવીશ. જેનાથી સરકારને ડર લાગ્યો અને પીએમ મોદીએ રાત્રે ત્રણ વાગ્યે જ આલોક વર્માને હટાવીને રજા પર મોકલી દીધા.

અહીં બીજી પાર્ટીને હરાવવા માટે વોટ થાય છેઃ કેજરીવાલ

અહીં બીજી પાર્ટીને હરાવવા માટે વોટ થાય છેઃ કેજરીવાલ

દિલ્હીના મુખ્યાએ સવાલ ઉઠાવતા કહ્યું કે રાજસ્થાનમાં એક વા બીજેપી અને એક વાર કોંગ્રેસની સરકાર આવે છે. પરંતુ શું અહીં રસ્તા, પાણી, વીજળી અને સ્કૂલની સમસ્યાઓ ઠીક થઈ ગઈ, એમણે કહ્યું કે અહીં લોકો દુઃખી થઈને એક વર્ષ કોંગ્રેસ તો બીજા વર્ષે ભાજપની સરકાર બનાવે છે. અહીં સરકારને જીતવવા માટે વોટિંગ નથી થતું બલકે અહીં બીજી પાર્ટીઓને હરાવવા માટે વોટિંગ થાય છે.

દિલ્હીમાં જનતાએ ઈતિહાસ બદલ્યો

દિલ્હીમાં જનતાએ ઈતિહાસ બદલ્યો

દિલ્હીમાં પણ આવા જ હાલ હતા, પરંતુ ત્રણ વર્ષ પહેલા દિલ્હીની જનતાએ 100 અને 40 વર્ષ જૂની પાર્ટીને આકરો જવાબ આપ્યો અને દિલ્હીમાં એક ઈમાનદાર આમ આદમી પાર્ટીને ચૂંટી.

આજથી શરૂ થશે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં નિયમિત સુનાવણીઆજથી શરૂ થશે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં નિયમિત સુનાવણી

English summary
Aam Aadmi Party (AAP) national convener and Delhi chief minister Arvind Kejriwal asked people of Rajasthan on Sunday to vote for a change and not just defeat the ruling party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X