ISI જે 70 વર્ષમાં ના કર્યું તે ભાજપે 3 વર્ષમાં કરી લીધું : કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર મોટો આક્ષેપ કર્યો છે. કેજરીવાલે રવિવારે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે જે કામ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ ભારતમાં ના કરી શકી તે આ પાર્ટી કરી લીધું છે. કેજરીવાલે કહ્યું કે આઇએસઆઇ ગત 70 વર્ષોથી ભારતમાં સાંપ્રદાયિક માહોલ બગાડવામાં લાગેલી છે પણ તે નાકામ રહી છે. પણ ભાજપે ખાલી 3 વર્ષમાં આ કામ કરી બતાવ્યું છે. આમ આદમી પાર્ટીના 5માં ફાઉન્ડેશન ડેના નિમિત્તે કેજરીવાલે દિલ્હીના રામલીલા મેદાન ખાતે તેના કાર્યકર્તાઓને આ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપ દેશમાં સાંપ્રદાયિક માહોલ ખરાબ કરવા માંગે છે.
અને ગત 3 વર્ષમાં ભાજપે હિંદુ- મુસ્લીમોના નામ પર દેશને અલગ પાડ્યો છે. .કેજરીવાલે ભાજપ પર જોરદાર હુમલો કરતા કહ્યું કે પાકિસ્તાનનું એક મોટું છે કે તે હિંદુ મુસ્લીમના નામે ભારતના બે ટુકડા કરે. ભાજપ નેશનલિઝમના પડદા પાછળ છુપાયેલી છે પણ તે દેશદ્રોહી છે. આ લોકો દેશના નબળો બનાવવા ઇચ્છે છે. જે કામ આઇએસઆઇ 70 વર્ષોમાં ના કરી શકી તે ભાજપે ખાલી ત્રણ વર્ષમાં કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશના અલગ અલગ વિસ્તારોમાંથી 10 હજારથી વધુ કાર્યકર્તાઓ આવ્યા હતા. વધુમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી મામલે બોલતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતના લોકો ખાલી તે જ પાર્ટી કે ઉમેદવારને વોટ આપે જે ભાજપને હરાવી શકે. કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં ભાજપને ખરાબ રીતે હારવાની જરૂર છે.